મંગળવાર, 8 માર્ચ, 2011

તણાવ ઓછો કરે છે સ્વસ્તિકાસન


તણાવ ઓછો કરે છે સ્વસ્તિકાસન


જો તમે ઓફીસ અને ઘરની સમસ્યાથી વધારે તણાવ મહેસુસ કરો છો તો સ્વસિકાસન અમને અવશ્ય રાહત અપાવશે. સાથે જ આ આસન શરીરની માંસપેશિઓ અને રીઢ માટે ઘણુ ફાયદાકારક છે.

સ્વસ્તિકાસનની વિધિ
સમતલ સ્થાન પર કોઇ કપડુ પાથરીને તેની પર બેસી જાવ. તેના પછી ડાબા પગને ગોઠણથી વાળીને સામાન્ય સ્થિતિમા જમણા પગના ગોઠણ વચ્ચે દબાવીને રાખવા અને ડાબા પગને ગોઠણથી વાળીને ડાબા પગની પિંડલી પર રાખવા. પછી બન્ને હાથને બન્ને ગૉઠણ પર રાખીને જ્ઞાન મુદ્રા બનાવવી. જ્ઞાન મુદ્રા માટે ત્રણ આંગળીને ખોલીને તથા અંગુઠાને સાથે રાખો. હવે તમારી નજરને નાકના આગળણા ભાગ પર સ્થિર કરીને મનને એકાગ્ર કરવુ. આસનની આ સ્થિતિમા જેટલુ સંભવ હોય તેટલુ રહેવુ.

આ આસન કરવાથી મનની એકાગ્રતા વધે છે. ધ્યાન લગાવવાથી વિચારવાની ક્ષમતામા ગુણાત્મક વ્રુદ્ધિ થાય છે. દિવસ ભર મન શાંત રહે છે.

ટાઈપીંગથી આંગળીઓ દર્દ કરી રહી છે?


ટાઈપીંગથી આંગળીઓ દર્દ કરી રહી છે?

 તમારો મોટા ભાગનો સમય કમ્પ્યુટર સામે કામ કરતા પસાર થાય છે. કમ્પ્યુટર પસ કામ કરતા તમારી આંગળીઓ થાકી જાય છે. એવામાં સ્વાભાવિક છે કે તમારી આંગળીઓમાં દર્દ થાય અને ટાઈપ કરતા તમારી આંગળીઓ થાકી જાય.
ઓફિસમાં કે અન્ય કોઈ જગ્યાએ કમ્પ્યુટર પર કામ કરતા થાકી ગયેલી આંગળીઓને કસરત આપવી ખૂબ જરુરી છે. થોડી કસરત કરવાથી તમે એ આંગળીઓનો થાક દૂર કરી શકો છો. આંગળીઓનો તણાવ સમાપ્ત થઈ જશે અને તમે તમારું કાર્ય વધુ સારી રીતે કરી શકશો.

કેવી રીતે કરશો આંગળીઓની કસરત

ખુરશી પર બેઠા બેઠા તમારા હાથને ખભાની બરાબર સામે લાવવા. બંને હથેળીઓને નીચે તરફ વાળીને મુઠ્ઠી વાળવી. મુઠ્ઠી વાળતી અંગૂઠો અંદરની તરફ રાખવો. બંને હથેળીઓને એકબીજા તરફ ફેરવવી. ગોળ ગોળ ફેરવવી અને બધી દિશાઓ તરફ વાળવી. આમ કરતી વખતે શ્વાસની ગતિ સામાન્ય રાખવી.
આ કસરત તમે દિવસમાં પાંચ- પાંચ મિનિટ સુધી કરી શકો છો. તેનાથી આંગળીઓ અને હાથનો તણાવ દૂર થી શકે છે.

ગોમુખાસન એવી મહિલાઓ ખાસ કરે કે જેઓને...

ગોમુખાસન એવી મહિલાઓ ખાસ કરે કે જેઓને...

 

 

આજકાલ યુવાનોમાં નશો કે પછી સ્મોકિંગ ક્રેઝ વધી રહ્યો છે. જેના કારણે ટીબી જેવી ખતરનાક બિમારીઓનું ગમે તે સમયે આગમન થઇ શકે છે. નશાના વધુ પડતા દુષિત વાતવરણના કારણે શ્વાસ સંબંધિત બિમારીઓ થવાની પણ સંભાવના છે. જો થોડો સમય યોગાસન કરવામાં આવે તો આ બધી બિમારીઓથી બચી શકાય છે. બીજી તરફ અસંતુલિત આહાર અને અન્ય બિમારીઓના કારણે મહિલાઓનું શરીર પૂર્ણ વિકસિત થતું નથી તેમના માટે પણ યોગ લાભકારક છે. ગોમુખાસન આસનના નિયમિત પ્રયોગથી મહિલાઓને પૂર્ણ સૌંદર્ય પ્રાપ્ત થાય છે. સાથે જ ફેફસા સંબંધિત બિમારીઓ તથા અન્ય બિમારીઓ દૂર રહે છે.

આ આસનમાં આપણી સ્થિતિ ગાયના મુખ જેવી હોય થઇ જાય છે. તેથી તેને ગોમુખાસન કહેવામાં આવે છે. સ્વાધ્યાય તથા ભજન, સ્મરણ વગેરેમાં આ આસનનો પ્રયોગ કરવામાં આવે છે. આ સ્વાસ્થ્ય માટે પણ ઘણો જ લાભકારક છે.

ગોમુખાસનની વિધિ

કોઇ શુદ્ધ વાતાવરણ ધરાવતા સ્થાન પર આસન બિછાવીને તેના પર બેસી જાઓ. ત્યાર બાદ પોતાના ડાબા પગને ઘૂટણને વાળીને જમણા પગની નીચેથી કાઢીને એડીને પાછળ નિતંબને અડાડીને રાખો. હવે જમણા પગને પણ ડાબા પગની ઉપર રાખીને એડીને પાછળ નિતંબ સાથે અડાડો. આટલું કર્યા બાદ ડાબા હાથની કોણીને વાળીને કમર કે પછી બગલમાંથી પીઠ તરફ લઇ જાઓ થતા જમણા હાથની કોણીને વાળીને ખભાની ઉપર માથા પાછળ લઇ જાઓ. બન્ને હાથોની આંગળીઓને હૂકની તરફ એકસાથે જોડી લો. માથુ અને કરોડરજ્જૂને એકદમ ટટ્ટાર રાખો અને છાતીને પણ તાણો. આ સ્થિતિમાં ઓછામાં ઓછા બે મિનિટ સુધી રહો.

પછી હાથ અને પગની સ્થિતિ બદલીને બીજી તરફ પણ આ આસનને આ જ રીતે કરો. ત્યાર બાદ 2 મિનિટ આરામ કરો અને ફરીથી આસન કરો. આ આસન બન્ને તરફ ચાર-ચાર વખત કરવું જોઇએ. શ્વાસક્રિયા સામાન્ય રાખો.

ગોમુખાસનનો લાભ

આ આસનથી ફેફસા સંબંધિત બિમારીઓમાં વિશેષ લાભ થાય છે. છાતી લાંબી અને મજબૂત થાય છે. ખભા, ઘુટણ, જાંઘ, કોણી, કમરમાં મજબૂતી આવે છે. તથા હાથ અને પગ શક્તિશાળી બને છે. તેનાથી શરીરમાં તાજગી, સ્ફૂર્તિ અને શક્તિનો વિકાસ થાય છે. આ આસન દમ, ક્ષયની બિમારીથી પિડાતા લોકોએ કરવું જરૂરી છે. આ આસન અન્ડકોષ સંબંધિત રોગને દૂર કરે છે. તેનાથી પ્રમેહ, મૂત્રકૃચ્છ, ગઠિયા, મધુમેહ, ધાતુ વિકાર, સ્વપ્નદોષ, શુક્ર તારલ્ય જેવા રોગોમાંથી આઝાદી મળે છે. તે ગુર્દામાંથી વિષાત્ક દ્રવ્યોને બહાર કાઢીને રોકાયેલા પેશાબને બહાર કાઢે છે. જેમને ઘુટણનો દુખાવો રહે છે કે પછી ગુદા સંબંધિત રોગ થાય છે તેમને પણ ગોમુખાસન કરવું જોઇએ.

મહિલાઓ માટે વિશેષ લાભ

આ આસન તે મહિલાઓ ખાસ કરવું જોઇએ, જેઓના સ્તન કોઇ કારણોથી દબાઇ ગયા હોય, નાના હોય અથવા તો અવિકસિત રહી ગયા હોય. તે સ્ત્રીઓની સુંદરતા વધારે છે અને તે પ્રદર રોગમાં લાભકારી છે.

સંગીત અને યોગથી રાખો મગજને તંદુરસ્ત

સંગીત અને યોગથી રાખો મગજને તંદુરસ્ત

 

શરીરનો મહત્વનો ભાગ ગણાતા મગજને પણ ખોરાકની જરૂર હોય છે. મગજને બૂસ્ટ કરવાની અનેક રીતો છે. તેમાંની કેટલીક ખાસ છે...

અનેક શોધ અને સંશોધનોમાં જોવા મળ્યું છે કે યોગ્ય માહોલ અને ઉચિત વ્યવહારથી મગજને ક્રિયાશીલ રાખી શકાય છે. એટલે કે સાચો આહાર, સંગીત, ગેમ્સ અને કસરત દ્વારા મગજના પાવરને વધારી શકાય છે.

મોઝાર્ટ સાંભળો: સંગીતની મગજ પર સકારાત્મક અસર થાય છે. યુનિવર્સિટી ઓફ કેલફિોનિgયામાં થયેલો અભ્યાસ જણાવે છે કે, જે લોકો સતત પિયાનો વગાડતા રહે છે કે કોરસમાં ગીત ગાતા રહે છે, તેઓ ઝડપથી કોયડો ઉકેલી શકતા હોય છે. જેનો સંગીત સાથે સંબંધ ન હોય એવા લોકો આ મામલે પાછળ રહેતા હોય છે.

જોગિંગ કરો: અઠવાડીયામાં દરરોજ જોગિંગ કરવાથી પણ મગજ ક્રિયાશિલ રહે છે. જોગિંગની અસર બાળકોમાં પણ જોવા મળી છે. નિષ્ણાતો અનુસાર દરરોજ 20 મિનિટ જોગિંગ કરવાથી ડિમેન્શિયાનું જોખમ ઘટી જાય છે.

વીડિયો ગેમ રમો: થોડા સમય અગાઉ થયેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, છોકરીઓ જો પરિવારની સાથે વીડિયો ગેમ રમે તો તેમના સામાજિક વ્યવહારમાં પરિવર્તન આવે છે. હવે યુનિવર્સિટી ઓફ રોનચેસ્ટરમાં થયેલું સંશોધન જણાવે છે કે વીડિયો પર વોર ગેમ રમવાથી પણ મગજને ફોકસ કરવાની ક્ષમતા સામાન્ય વ્યક્તિ કરતાં વધી જાય છે.

વિદેશી ભાષા શીખો: બાયલેગ્યુઅલ (દ્વિભાષી) લોકો પર વૈશ્વિક સ્તર પર થયેલા આકલનથી જાણવા મળ્યું છે કે આવા લોકો મલ્ટી ટાસ્કર હોય છે. તેનાથી જાણવા મળ્યું કે વધુ ભાષાઓ શીખવી બ્રેઈન એિકટવિટીને વધારે છે.

યોગની શક્તિ: શરીર અને મનને ઉર્જા આપવા માટે યોગથી વધુ શ્રેષ્ઠ બીજું કશું જ નથી. યોગના નિષ્ણાતો જણાવે છે કે મગજને બૂસ્ટ કરવાના અનેક આસન છે. મને શાંત રાખવા, મગજને ક્રિયાશિલ રાખવા અને યાદશક્તિ વધારવા માટે પણ તમે યોગની મદદ લઈ શકો છો.

બાળકોની જેમ ઊંઘો: આનો અર્થ એવો છે કે બાળકોની જેમ નિશ્વિંત અને તણાવમુકત બનીને ઊંઘો. વૈજ્ઞાનિકો જણાવે છે કે સારી ઊંઘનો શરીર અને મન પર વિશેષ પ્રભાવ હોય છે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ઊંઘવાથી મગજને ન્યુરોજિનેસિસનું યોગદાન મળે છે, જે નવા નર્વ સેલ બનાવવામાં મદદ કરે છે.

ધ્યાન માટે ચોકલેટ
શરુઆત ખોરાકથી કરીએ, જે પોષણ આપનારું સૌથી મોટું સ્ત્રોત હોય છે. આમ તો ઉચિત ખાણી-પીણીની શરીર પર સાચી અસર પડતી હોય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ધ્યાન વધારવામાં ચોકલેટ અસરકારક પુરવાર થઈ છે. આ ઉપરાંત સુકો માવો પણ ઓમેગા-૩ અને ૬ ફેટી એસિડ, વિટામિન ઈ, વિટામિન બી-૬થી ભરપૂર હોય છે અને નર્વસ સિસ્ટમ માટે તે ઉત્તમ સ્ત્રોત છે.

યોગથી જાળવો સુંદરતા

યોગથી જાળવો સુંદરતા

ત્વચાને સુંદર અને આકર્ષક બનાવવા માટે બજારમાં મળતી ઘણીબધી પ્રોડકટસનો ઉપયોગ મહિલાઓ કરતી હોય છે. પણ સુંદર થવા માટે યોગ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. યોગ કરવાથી તમારી ત્વચાના રિંકલ્સ, ડાર્ક સર્કલ્સ અને નિસ્તેજ ત્વચાથી તમે છુટકારો મેળવી શકશો. યોગથી શારીરિક શક્તિ સારી રહે છે અને સાથે જ તમારી સુંદરતામાં પણ વધારો કરે છે.

- રોજ વીસ મિનિટ સુધી યોગ અભ્યાસ કરવાથી ઢીલી પડી ગયેલી ત્વચા ટાઇટ બને છે. તેથી ત્વચાની કાંતિ ખીલે છે અને કોમળ બને છે.

- એક મહિનો નિયમિત રીતે યોગ કરવાથી તેના ફાયદા તરત જ દેખાય છે.

- જો તમે ત્વચા પર પડેલી કરચલીઓથી વધારે પરેશાન હો તો કરચલીવાળા ભાગ પર હળવા હાથે મસાજ કરવો અને ઊંડો શ્વાસ લેવો. રોજ સવારે પાંચથી સાત મિનિટ આમ કરવાથી ઘણો ફાયદો થાય છે. આનો નિયમિત પ્રયોગ કરવાથી કરચલીઓ દૂર કરી શકાય છે.

- ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે મોઢામાં ઊંડો શ્વાસ ભરી રાખો. આ હવાને રોકીને રાખવાનો પ્રયત્ન કરો, પછી ધીમે ધીમે તેને બહાર કાઢો. આ પ્રક્રિયાને પાંચથી સાત વખત કરવી.

- આંખ પણ અંતરનો આયનો છે, તેથી એને સ્વસ્થ રાખવી જરૂરી છે. આંખને આકર્ષક રાખવા માટે જીભને જેટલી બહાર કાઢી શકો તેટલી કાઢો અને તેની સાથે જ આંખને જેટલી પહોળી કરી શકો તેટલી કરવાનો પ્રયત્ન કરો.

- સારા દેખાવા માટે સારું અનુભવવું પણ જરૂરી છે. જો નકારાત્મક વિચારો તમારા મનમાં આવતાં હોય તો સુખાસન કે શવાસન કરવાથી તમને ફાયદો થશે.

- પોતાને સુંદર બનાવી રાખવા માટે રોજ ૧૦થી૧૫ મિનિટ સુધી ધ્યાન જરૂરી છે. ધ્યાન માટે બંને આંખને બંધ કરો અને તમારું ધ્યાન બંને આઇબ્રોની વચ્ચે કેન્દ્રિત કરો.

કપાલ ભાતિ દૂર કરે છે શરીરની ચરબી

કપાલ ભાતિ દૂર કરે છે શરીરની ચરબી

 

આ ક્રિયા કરવાથી ફેફસાના નીચેના ભાગમાં ભેગી થયેલી હવા-કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે
અવ્યવસ્થિત દિનચર્યા અને અસંતુલિત ખોરાકને કારણે મોટાભાગના લોકોને બિનજરૂરી શરીર વધવાની સમસ્યાથી પીડાતા હોય છે. જેના લીધે આપણા સ્વાસ્થ્યને અનેક જોખમી બીમારીઓનો સામનો કરવો પડે છે. શરીરની આ ચરબી ઝડપથી દૂર કરવા માટે યોગ ક્રિયાની મદદ લઇ શકાય છે. આવી જ એક ક્રિયા છે કપાલ ભાતિ, જેનાથી નિશ્વિત રૂપે શરીરની ચરબી પર નિયંત્રણ લાવી શકાય છે.

કપાલ ભાતિ કરવાની વિધિ –
સમતળ જમીન પર સ્વચ્છ કપડું પાથરી પોતાની સુવિધા અનુસાર આસન પર બેસી જાવ. બેસ્યા બાદ પેટને ઢીલું મૂકી દો. હવે ઝડપથી શ્વાસ બહાર કાઢો અને પેટને અંદરની તરફ ખેંચો. શ્વાસને બહાર કાઢવો અને પેટને અંદર ખેંચવાની વચ્ચે થોડું અંતર રાખો. શરૂઆતમાં દસ-બાર વખત આ ક્રિયા કરો, ધીમે-ધીમે 60 સુધી પહોંચી જાવ. વચ્ચે-વચ્ચે વિશ્રામ કરી શકો છો. આ ક્રિયા કરવાથી ફેફસાના નીચેના ભાગમાં ભેગી થયેલી હવા-કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે અને સાયનસ સાફ થઇ જાય છે. સાથે પેટ પર જામેલી નકામી ચરબી દૂર થાય છે.

સાવધાની
- શ્વાસ સંબંધિત બીમારીઓથી પીડાતી વ્યક્તિ આ ક્રિયા ન કરે. - કપાલ ભાતિ ક્રિયા વહેલી સવારે ખાલી પેટે કરવી.- કોઇ યોગ વિશેષજ્ઞની સલાહ લઇને આ ક્રિયા કરવી.

પ્રાણાયમના અનેક લાભ

પ્રાણાયમના અનેક લાભ

 

 

પ્રાણાયમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત રોગ તથા બીમારીઓ દૂર થાય છે. 

- યોગમાં પ્રાણાયમ ક્રિયા સિદ્ધ થતા પાપ અને અજ્ઞાનતાનો નાશ થાય છે.
- પ્રાણાયામની સિદ્ધિ દ્વારા મન સ્થિર બની યોગ માટે સમર્થ અને સુપાત્ર બને છે.
- પ્રાણાયમના માધ્યમ દ્વારા જ આપણે અષ્ટાંગ યોગની પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને અંતમાં સમાધિની અવસ્થા સુધી પહોંચીએ છીએ.
- પ્રાણાયમ દ્વારા આપણા શરીરનો સંપૂર્ણ વિકાસ થાય છે. ફેફસામાં વધારે માત્રામાં શુદ્ધ હવા ભરાવાથી શરીર સ્વસ્થ રહે છે.
- પ્રાણાયમથી આપણો માનસિક વિકાસ પણ થાય છે. પ્રાણાયમ કરીને આપણે મનને એકાગ્ર બનાવી શકીએ છીએ. જેનાથી મન આપણા નિયંત્રણમાં આવી જાય છે.
- પ્રાણાયમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત રોગ તથા બીમારીઓ દૂર થાય છે. 

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger