શુક્રવાર, 4 માર્ચ, 2011

સુંદરતા વધારશે નટરાજ આસન

સુંદરતા વધારશે નટરાજ આસન

 

 
કામનો ભાર અને પરિવારની ચિંતાઓ અને મુશ્કેલીઓને કારણે માનસિક તણાવ વધી રહ્યા છે. સામાન્ય રીતે આ અવસ્થામાં આપણો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. આત્મવિશ્વાસ વધારવા માટે નટરાજન આસનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. નટરાજન આસનથી વૃદ્ધાવસ્થા દૂર થાય છે. યુવાની અને ચહેરાની ચમક નટરાજ આસનથી કાયમ રહે છે.ચહેરાની સુંદરતા વધારે છે. આ આસન ભગવાન શિવનું પ્રમુખ આસન છે અને એટલા માટે જ તેને નટરાજ આસન કહેવામાં આવે છે.

નટરાજન આસનનો પ્રયોગ

સમતળ સ્થાન પર ચાદર કે આસન પાથરીને બંને પગને ભેગા કરીને બેસવું. ત્યાર બાદ જમણા પગનું સંતુલન વધારવું અને પગને પાછળની તરફ જેટલો વધારે ખેંચી શકાય એટલો ખેંચવો. પગને ઉપરની તરફ ખેંચતા જવું. હવે ડાબા હાથને પગની પાછળ રાખીને ઉપર ઉપાડવો અને પગના પંજાને પકડી લેવો. કપાળને સીધું રાખવું અને જમણા હાથને નાકની સીધી રેખામાં રાખવો. શ્વાસોશ્વાસ સામાન્ય રાખવા. આસનની સ્થિતીમાં શરીરનું સંતુલન જેટલી વાર સુધી રહે ટકાવી રાખવું.ત્યારબાદ સીધા હાથ રાખીને બંને ક્રિયા બીજા પગ સાથે પણ કરવી.આ ક્રિયામાં પગની સતત અદલા બદલી કરતા રહેવું.

નટરાજ આસનના લાભ

નટરાજ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી હાથ અને પગના સ્નાયુઓનો વિકાસ થાય છે. સ્નાયુમંડલ સુદ્ઢ બને છે. આ આસનથી તંત્રિકા તંત્રમાં સંતુલન પેદા થાય છે. તેનાથી પગને માલિશ થાય છે. શરીરનું નિયંત્રણ બની રહે છે. માનસિક એકાગ્રતા વધે છે અને મનને શાંતિ પ્રાપ્ત થાય છે. નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. યુવાની અને ચહેરાની ચમક બની રહે છે.આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી વૃદ્ધત્વના અનેક રોગ દૂર થાય છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger