સોમવાર, 7 માર્ચ, 2011

યોગાસનના ગુણ અને લાભ

યોગાસનના ગુણ અને લાભ

યોગાસન શારીરિક સ્વાસ્થ્ય માટે વરદાન રુપ છે
1) યોગાસનોનો સહુથી મોટો ગુણ છે કે તે સહજ સાધ્ય અને સર્વસુલભ છે. યોગાસન એવી વૈજ્ઞાનિક અને પ્રામાણિક વ્યાયામ પદ્ધતિ છે જેમાં ન તો કંઇ વિશેષ ગુમાવવાનું છે કે ન તો આવશ્યકતા છે કોઇ વધારે સાધન-સામગ્રીની.
2) યોગાસન અમીર-ગરીબ, વૃદ્ધ-જુવાન, નિર્બળ-સબળ બધા સ્ત્રી-પુરુષ કરી શકે છે.
3) આસનોમાં જ્યાં માંસપેશીઓને ખેંચવાની ક્રિયાઓ કરવી પડે છે, ત્યાં બીજી તરફ તણાવ-ખેંચાણ દૂર કરવાની ક્રિયા પણ કરવામાં આવે છે. જેનાથી શરીરનો થાક દૂર થાય છે અને આસનોમાં વ્યય થયેલી શક્તિ પરત મળે છે. શરીર અને મનને તાજગીની સાથે આધ્યાત્મિક લાભ પણ થાય છે.
4) યોગાસનો દ્વારા આંતરિક ગ્રંથિઓ પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે અને યુવાવસ્થા જાળવી રાખવા વીર્ય રક્ષામાં મદદરુપ બને છે.
5) યોગાસનો દ્વારા પેટની યોગ્ય સફાઇ થાય છે અને પાચન અંગ પુષ્ટ બને છે. પાચન-સંસ્થાનમાં કોઇ ગરબડ ઉદ્ભવતી નથી.
6) યોગાસન મેરુદંડના હાડકાને લચીલા બનાવે છે અને વ્યય થયેલી નાડી શક્તિની પૂર્તિ કરે છે.
7) યોગાસન પેશીઓને શક્તિ પ્રદાન કરે છે. તેનાથી શરીરનો મોટાપો ઘટે છે અને દુર્બળ-પતલી વ્યક્તિ તંદુરસ્ત બને છે.
8) યોગાસન સ્ત્રીઓની શરીર રચના માટે વિશેષ અનુકૂળ છે. યોગાસન કરતી સ્ત્રીઓમાં સુંદરતા, સુઘડતા અને ગતિનો ઉમેરો થાય છે.
9) યોગાસનો દ્વારા બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને ધારણા શક્તિને નવી સ્ફૂર્તિ અને તાજગી મળે છે.
10) યોગાસન સ્ત્રીઓ અને પુરુષોને સંયમી અને આહાર-વિહારમાં મધ્યમ માર્ગનું અનુકરણ કરતા શીખવે છે, મન અને શરીરને સ્થાયી તથા સંપૂર્ણ સ્વાસ્થ્ય મળે છે.
11) યોગાસન શ્વાસ ક્રિયાનું નિયમન કરે છે, હૃદય અને ફેફસાને બળ પુરુ પાડે છે, લોહી શુદ્ધ કરે છે અને મનમાં સ્થિરતા ઉત્પન્ન કરી સંકલ્પ શક્તિ વધારે છે.
12) યોગાસન શારીરિક સ્વાસ્થ્ય માટે વરદાન રુપ છે કારણ કે તેનાથી શરીરના સમસ્ત ભાગો પર પ્રભાવ પડે છે અને તે પોતાના કાર્યો સારી રીતે કરી શકે છે.
13) આસન રોગ વિકારોને નષ્ટ કરે છે, રોગો સામે રક્ષણ કરે છે, શરીરને નિરોગી, સ્વસ્થ અને બળવાન બનાવી રાખે છે.
14) આસનો દ્વારા નેત્રોની જ્યોતિ વધે છે. આસનોનો નિરંતર અભ્યાસ કરતી વ્યક્તિને ચશ્મા પહેરવાની જરૂર રહેતી નથી.
15) યોગાસન દ્વારા શરીરના પ્રત્યેક અંગને વ્યાયામ મળે છે. જેનાથી શરીર પુષ્ટ, સ્વસ્થ અને સુદ્રઢ બને છે. આસન શરીરના પાંચ મુખ્યાંગો, સ્નાયુ તંત્ર, રક્તાભિગમન તંત્ર, શ્વાસોચ્છવાસ તંત્રની ક્રિયાઓનું વ્યવસ્થિત રીતે સંચાલન કરે છે. જેનાથી શરીર પૂર્ણ રુપે સ્વસ્થ બનેલું રહે છે અને કોઇ રોગ નથી થતો. શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક દરેક ક્ષેત્રના વિકાસમાં આસનોનો અધિકાર છે. અન્ય વ્યાયામ પદ્ધતિઓ માત્ર બાહ્ય શરીરને જ પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે યોગાસન માનવનો સંપૂર્ણ વિકાસ સાધે છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger