શુક્રવાર, 4 માર્ચ, 2011

યોગ વધારશે તંદુરસ્તી


યોગ વધારશે તંદુરસ્તી

વૃદ્ધાવસ્થા એ સર્વાધિક કષ્ટપ્રદ અવસ્થા છે. વૃદ્ધાવસ્થામાં સામાન્ય રીતે શકિત તથા આંતરિક અવયવ કમજોર -ક્ષીણ થઈ જતાં શરીરના કાર્યશીલ કોષોની સંખ્યા ઘટી જાય છે, જેથી શરીર ઢીલું પડી જાય છે. તેમ જ પ્રાણવાયુનું ઉચિત વિતરણ તથા ઉપયોગ પણ નથી થતો. પાચનતંત્ર, હૃદયતંત્ર, શ્વસનતંત્ર, તંત્રિકાતંત્ર તથા અંત:સ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવ સંબંધી વિકારો ભરી આવી રોગોનાં લક્ષણો પ્રકટ થતાં રહે છે. વધુમાં પીઠ, કમર, ઢીંચણ, વાયુવિકાર, ગરદન તથા કરોડરજજુમાં લચીલાપણામાં ઊણપ તથા દર્દથી ફરિયાદ, વધતી ઉંમર સાથે માનસિક યોગ્યતા, સ્મૃતિ, ચિંતન, ક્ષમતા, સતર્કતા-સજાગતાનો હ્રાસ થાય છે. સ્વભાવમાં ચીડિયાપણું, અસહનશીલતા આવતાં દુશ્ચિતાભય તથા આશંકાઓ અધિક પરેશાન કરે છે. ઉત્સાહ, શકિત તથા જીવનમાં આનંદનો અભાવ ખટકવા લાગે છે. આમ વૃદ્ધાવસ્થામાં વ્યકિત અનેક શારીરિક, માનસિક, સામાજિક સમસ્યાઓ તથા કષ્ટો અનુભવે છે. વૃદ્ધાવસ્થા કષ્ટપ્રદ જ હોય તેવું સમજવાની ભૂલ કર્યા સિવાય યૌગિક જીવનશૈલી અપનાવી તેને સુખદ અને આનંદદાયી બનાવી શકાય છે.

‘નાસ્તિ યોગાત્પરં બલમ્’ યોગથી વધારે બીજી કોઈ શકિત નથી, યોગની પ્રક્રિયાઓનો મુખ્ય ઉદ્દેશ્ય વાસ્તવમાં શાંત, શુદ્ધ અને નિર્મળ મનની અવસ્થા પ્રાપ્ત કરવાનો છે. યોગનો અર્થ કેવળ આસન-પ્રાણાયામ નથી, આ એક જીવનશૈલી છે, જેમાં આહાર-નિદ્રા-મૈથુન પ્રત્યે સંયમ કેળવી સંયમના માઘ્યમથી દુ:ખને આનંદમાં પરિવર્તિર્ત કરવું પડે છે. વૃદ્ધાવસ્થામાં યોગના અભ્યાસમાં થોડાં શિથિલતાનાં આસન, નાડીશોધન પ્રાણાયામ, ભાવાતીત ઘ્યાન તથા યોગનિદ્રા વગેરે તનાવપૂર્ણ સમસ્યાઓના સમાધાનમાં ઘણી પ્રભાવી સાબિત થયેલ છે. પ્રાત:કાળે બ્રહ્મમુહૂર્ત -અમૃતવેલામાં ઠી-જાગી ગયા બાદ એક કલાક સુધી આસન, પ્રાણાયામ પછી અડધા કલાક બાદ મોસમી તાજાં ફળ શાક તથા અંકુરિત-ફણગાવેલા અન્નનો નાસ્તામાં પ્રયોગ તથા લગભગ ૧૧ વાગ્યે સરળ સુપારચ ભોજન વૃદ્ધ વ્યકિતઓનાં શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

તેમજ સાંજે સંઘ્યા સમયે હળવું ભોજન ગ્રહણ કરવું. રાત્રે ભોજન બાદ એક કલાક પછી કમસે કમ અડધો કલાક યોગનિદ્રા અથવા પ્રત્યાહાર વિધિપૂર્વક નિત્ય શિથિલીકરણનો અભ્યાસ કરવો. આ ઉપરાંત આત્મશુદ્ધિ માટે ભકિતમાર્ગ તથા સેવા પરોપકારની ભાવના દ્વારા જીવનમાં આઘ્યાત્મિક ઊર્જાને જાગૃત કરો. મનમાંથી બેકાર અથવા અસમર્થતાનો ભાવ દૂર કરો. તમારા અનુભવના ખજાનાને સૂઝબૂઝ સાથે વિવેકપૂર્વક ખુલ્લો મૂકો. ભૌતિક લાભ-હાનિની ચિંતા છોડી દો. કર્તવ્ય ભાવથી દૈનિકકાર્યો સંપાદિત કરો. આમ કરવાથી મન તથા શરીર અનુશાસનમાં રહેશે.

તમામ વિષય ચિંતનોથી દૂર રહી આંતરિક જીવન શુદ્ધ-સબળ રાખો. ધૃણા, દ્વેષ તથા મદથી દૂર રહો. પ્રેમના દ્વારને પ્રશસ્ત રાખો. બધાંને મુકતમને -હૃદયે મળો. જીવનમાં હાર અને અસફળતા નામની કોઈ ચીજ નથી. ‘થાકીને હારી જવું’ શબ્દપ્રયોગને તમારા શબ્દકોશમાંથી હટાવો, હિંમત ન હારો. યોગના માઘ્યમથી આરોગ્ય-શારીરિક અને માનસિક શાંતિ પ્રાપ્ત કરો. જિંદગી ગુલાબ છે,પરંતુ કાંટાથી સંભાળવાનું છે તેવું લક્ષ્ય લઈને જીવો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger