ગુરુવાર, 3 માર્ચ, 2011

પદ્માસન (Lotus pose)

પદ્માસન (Lotus pose) 

 

પદ્માસન વિશે યોગમાર્ગના મહત્વના ગણાતા હઠયોગપ્રદીપિકા પુસ્તકમાં નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
padmasana
अथ पद्मासनम्।
वामोरूपरि दक्षिणं च चरणं संस्थाप्य वामं तथा दक्षोरूपरि पश्चिमेन विधिना धृत्वा कराभ्यां दृढम्।
अङ्गुष्ठौ हृदये निधाय चिबुकं नासाग्रमालोकयेदेतद्व्याधिविनाशकारि यमिनां पद्मासनं प्रोच्यते॥४४॥
And now the lotus posture: Having placed the right foot on the left thigh and likewise the left foot on top of the right thigh; having crossed the hands behind the back until they firmly hold the big toes; and having made the chin rest on the heart i.e. chest, one should gaze at the tip of the nose. This is known as Padmāsana i.e. "the lotus posture", and brings about the destruction of the diseases for the ones who restrain themselves.

कृत्वा सम्पुटितौ करौ दृढतरं बद्ध्वातु पद्मासनं गाढं वक्षसि सन्निधाय चिबुकं ध्यायंश्च तच्चेतसि।
वारंवारमपानमूर्ध्वमनिलं प्रोत्सारयन्पूरितं न्यञ्चन्प्राणमुपैति बोधमतुलं शक्तिप्रभावान्नरः॥४८॥
Placing the hands one above the other so that they form a kind of bowl, let the Yogi assume the lotus posture steadily; putting the chin firmly upon the chest and making the mind concentrated on the Self. Should a man repeatedly lead his Apāná or inhaled vital air upwards, and make his exhaled vital air go down, he obtains unparalleled wisdom through the Supreme Power.

पद्मासने स्थितो योगी नाडीद्वारेण पूरितम्।
मारुतं धारयेद्यस्तु स मुक्तो नात्र संशयः॥४९॥
The Yogi who, while remaining seated in the lotus posture, keep within the subtle channels his vital air which has been inhaled through the entrances of is a Liberated Being. There is no doubt about this.
આ આસનમાં પગનો આકાર કમળના દળ જેવો લાગતો હોવાથી આને પદ્માસન કે કમલાસન કહેવામાં આવે છે. દેખાવે સરળ લાગતા પદ્માસનને યોગમાર્ગમાં અત્યંત મહત્વનું આસન ગણવામાં આવ્યું છે. પદ્માસનમાં બેસી યોગીઓ પ્રાણાયામ, બંધ, મુદ્રા તથા કેટલાંક આસનોનો અભ્યાસ કરે છે.

આસનની રીતpadamasana
  • સૌપ્રથમ પગને સીધા લંબાવી બંને પગ ભેગાં રાખી બેસો.
  • પછી જમણા પગને ઢીંચણથી વાળી, ડાબા હાથથી જમણા પગનો પંજો પકડી એને ડાબી જાંઘ પર એવી રીતે મૂકો કે પગની એડી પેઢુના ડાબી બાજુના સ્નાયુઓને બરાબર અડે કે દબાવે.
  • એવી જ રીતે ડાબા પગને ઢીંચણથી વાળી જમણા હાથની મદદથી પગના પંજાને પકડી જમણી જાંઘ પર એવી રીતે મૂકો કે એડીથી પેઢુના જમણી બાજુના સ્નાયુઓ દબાય. આમ બંને પગ ગોઠવાય ત્યારે બંને પગની એડીઓ એકમેકની પાસે આવી રહેશે.
  • બંને પગને ગોઠવ્યા પછી નાભિથી નીચે બંને એડીઓ ઉપર અનુક્રમે ડાબા અને જમણા હાથના પંજાને ચત્તા મૂકો. (લોપામુદ્રા) અથવા તર્જનીના (પહેલી આંગળી) છેડાને અંગૂઠાના મૂળમાં લગાવી બંને પંજાને તે તે બાજુના ઢીંચણ પર ચત્તા મુકો. (જ્ઞાનમુદ્રા).
  • પદ્માસન કરતી વખતે મૂળબંધ (ગુદાનું આકુંચન) અને જાલંધર બંધ કરી શકાય. પદ્માસનમાં સ્થિતિ થાય ત્યારે ઢીંચણ જમીનને અડકેલા હોવા જોઈએ. સાથે સાથે શીર્ષ, કરોડરજ્જુ અને કમરનો ભાગ ટટ્ટાર હોવો જોઈએ.
નોંધ
  • વિવિધ પ્રકારના આસનો માટે પદ્માસન જરૂરી છે - જેમ કે બદ્ધ પદ્માસન, વીરાસન, યોગાસન, પર્વતાસન, લોલાસન, ગર્ભાસન, કુટ્કુટ્ટાસન, ભૂનમનપદ્માસન, મત્સ્યાસન, ઉર્ધ્વપદ્માસન વિગેરે.
  • કેટલીક વ્યક્તિઓથી પદ્માસન થઈ શકતું નથી. તેઓ માત્ર એક જ પગને સાથળ પર ગોઠવી શકે છે. તેવા લોકોએ હતાશ થયા વિના ઉત્સાહપૂર્વક અભ્યાસ કરવો. થોડા સમયના અભ્યાસ પછી તેઓ શ્રમરહિત રીતે એને કરી શકશે.
  • શરૂઆતમાં કેટલાક સાધકોને પગમાં ઝણઝણી કે કળતર થાય તો તેથી ભયભીત ન થવું. અભ્યાસ થતાં એ બધા વિઘ્નો દૂર થશે. અશક્ત કે રોગી વ્યક્તિએ આ આસનમાં બેસવાનો દુરાગ્રહ સેવવો નહીં.
  • આ આસન પર કેટલો સમય બેસી શકાય તે દરેક સાધકે સ્વયં નિરિક્ષણ કરી જાણવું. શ્રમ અને કષ્ટરહિત જેટલો સમય બેસાય તેટલો સમય બેસવું. એકાદ સપ્તાહ પછી એમાં પાંચ મિનિટ વધારો કરવો. એમ કરતાં એક થી ત્રણ કલાક સુધી પહોંચી શકાય.
ફાયદા
  • આ આસનમાં પગના સ્નાયુઓ સંકોચાઈને દબાય છે. જેથી પગની અને ઉરુની નાડીઓ શુદ્ધ થઈ બળવાન બને છે. એથી અક્કડ થયેલા ઢીંચણો આરોગ્યવાન બને છે.
  • પદ્માસન કરવાથી હૃદયમાંથી પેટ તરફ શુદ્ધ લોહી વહન કરતી રક્તવાહિનીઓ દ્વારા પેઢુના ભાગને વધુ લોહી મળે છે. એથી એ પ્રદેશના અવયવો, કરોડના જ્ઞાનતંતુઓ તથા પ્રજનન ગ્રંથિઓને પોષણ મળે છે. મનોબળ વધે છે, ચંચળતા દૂર થાય છે, સ્થિરતાની પ્રાપ્તિ થાય છે તથા બ્રહ્મચર્યના પાલનમાં મદદ મળે છે. વ્યસનોથી દૂર રહેવાનું મનોબળ મળે છે.
  • પદ્માસનથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ભૂખ ઉઘડે છે, પાચનશક્તિ વધે છે, વાત-પિત્ત-કફ આદિ દોષોનું શમન થાય છે. આળસ દૂર થાય છે, સુખ-શાંતિ-શક્તિની વૃદ્ધિ થાય છે.
  • બહેનોના ગર્ભાશય અને બીજાશયના વ્યાધિઓ આ આસનથી મટે છે.
  • લાંબો સમય પદ્માસનમાં બેસવાથી પ્રાણ અને અપાનની એકતા થઈ કુંડલિની જાગૃતિમાં મદદ મળે છે. લાંબા ગાળે સાધકને સમાધિનો અનુભવ પણ થાય છે. યોગ અને ધ્યાનના માર્ગમાં આગળ વધવા માગતા સાધકો માટે પદ્માસન એ સૌથી મહત્વનું આસન છે.

1 ટિપ્પણી(ઓ):

pravin thacker કહ્યું...

easy and best result yoga

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger