વૃદ્ધાવસ્થાને દૂર રાખે છે ચક્રાસન
શું તમે સદાય યુવાન રહેવા ઈચ્છો છો? તમે ઈચ્છો છો કે તમારી કમર હંમેશા અક્કડ રહે અને તમે ક્યારેય પણ વાંસાથી ઝુકી ના જાઓ, તો તમારે જરુર છે ચક્રાસનની.
ચક્રાસન કરવાની પ્રક્રિયા
સૌથી પહેલા સપાટ જમીન પર એક ચાદર પાથરી દો. હવે પીઠના સહારે સીધા સુઈને ઘુંટણને વાળો. પગની એડીને નિતંબની નજીક લઈ જાઓ. બંને હાથને ઉંધા કરીને પીઠની પાછળ થોડું અંતર રાખીને વાળો જેનાથી સંતુલન બની રહેશે.હવે ઉંડા શ્વાસ લઈને છાતીને ફુલાવો. ધીરે ધીરે હાથ અને પગને એકબીજાની નજીક લાવો. હાથ પગ નજીક આવશે ત્યારે શરીરનો આકાર ચક્ર જેવો બનશે. આસન પુરું કરતી વખતે શરીરને હળવું કરો અને ફરી જમીન પર સુઈ જાઓ. આ પ્રકારે 3થી 4 વાર આસનની મુદ્રા કરી શકો છો.
ચક્રાસનના લાભ
પીઠ તથા કમરના હાડકામાં લચીલાપણું જાળવી રાખે છે અને વૃદ્ધત્વને દૂર રાખવામાં મદદ કરે છે.શરીરમાં સ્ફુર્તિ, શક્તિ તેમજ તેજ વધારે છે. કટિપીડા, શ્વાસ રોગ, મસ્તિષ્ક દર્દ, અંધાપો તથા સર્વાઈકલ સ્પોન્ડોલાઈટીસમાં ખૂબ ફાયદાકારક છે.
ચક્રાસનથી હાથ પગની સ્નાયુઓ મજબૂત બને છે. મહિલાઓની ગર્ભાશયની તકલીફ દૂર થાય છે.

0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો