શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

યોગ દ્વારા કોલેસ્ટ્રોલ પર રાખો કાબૂ


યોગ દ્વારા કોલેસ્ટ્રોલ પર રાખો કાબૂ




ભૂખ્યા પેટે તો ફોજ પણ ન લડી શકે. કહેવાનું તાત્પર્ય એ છે કે કામ કરવાથી શરીરમાં રહેલી ઊર્જા વપરાય છે અને ઊર્જા મેળવવા માટે આપણને ખોરાકની જરૂર પડે છે. ખોરાક હંમેશાં સપ્રમાણસર લેવો જોઈએ અને નિયમિત વ્યાયામ કરવો જોઇએ,જેથી શરીરને પૂરતી ઊર્જા મળી રહે તથા પાચનક્રિયા પણ જળવાઈ રહે. જો ખોરાક લેવામાં સાવચેતી રાખવામાં ન આવે તો ચરબી અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું જાય અને તેને લીધે હૃદયરોગ જેવી અનેક બીમારીઓ ઊભી થઈ શકે છે. કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવા યોગ તમારી મદદ કરશે.
કોલેસ્ટ્રોલ વધારતો આહાર ઘટાડો
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે લોકો દ્વારા સામાન્યપણે ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક દવાઓથી માંસપેશીઓમાં દુખાવો પેદા થાય છે. તેનાથી લિવરને પણ નુકસાન થાય છે. કેટલીક એવી દવાઓ છે કે જેનાથી કોલેસ્ટ્રોલ ઓછો થાય છે પણ બ્લડશુગર અને યુરિક એસિડ વધી જાય છે અને કેટલીક દવાઓ તો પિત્તાશયમાં પથરી પણ બનાવી દે છે.
દવાઓના સેવનથી કોલેસ્ટ્રોલનો સ્તર નીચે આવી જાય છે પણ ઉચ્ચ કોલેસ્ટ્રોલને નાથવા માટે શારીરિક પ્રવૃત્તિઓ અને સંતુલિત ખોરાક જોઈએ છે. ઉચ્ચ રક્તચાપની માફક ઉચ્ચ કોલેસ્ટ્રોલ પણ ચૂપચાપ પોતાનાં ડગ તમારી તરફ માંડે છે.
તમારા દૈનિક જીવનમાં થોડો ફેરફાર કરો. નિયમિત વ્યાયામ કરો અને સંતુલિત ખોરાક લો. મોટાભાગે કોલેસ્ટ્રોલ વ્યક્તિના લિવરમાં બને છે અને બાકી વ્યક્તિને ભોજનમાંથી મળે છે. તેથી જરૂરી થઈ પડે છે તમે તમારા ભોજનમાં ચરબી અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ એકદમ ઓછું કરી નાંખો.
ભોજનમાં કેલરીચરબી (ચરબી)કાર્બોહાઈડ્રેટપ્રોટીનનું સારી રીતે ધ્યાન રાખશો તો તમને થોડા દિવસમાં જ પ્રમાણસર આહારના લાભ જણાશે. ઘીમાખણ જેવા ડેરી ઉત્પાદનમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે. આવા ખાદ્યપદાર્થોનું સેવન બહુ ઓછા પ્રમાણમાં કરશો તો તમારા આરોગ્ય માટે ઘણું સારું છે.
દિવસની શરૂઆત રેચક અને પચવામાં હળવા નાસ્તાથી કરો. નાસ્તામાં થૂલી તથા વિભિન્ન પ્રકારનાં ફળ તથા શાક હોય.
વ્યાયામ - કોલેસ્ટ્રોલની દવા : ભોજનમાં પરિવર્તનની સાથે જ કોઈ પણ વ્યાયામ લગભગ અડધો કલાક કરો. જો વ્યાયામ ન કરી શકો તો આખો દિવસ શારીરિક શ્રમ કરવાનો પ્રયત્ન કરો. ચાલવાથી અથવા વ્યાયામ કરવાથી શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલ ઘટે છે અને લાભદાયક કોલેસ્ટ્રોલના સ્તરમાં વૃદ્ધિ થાય છે.
યૌગિક ઉપાય
યોગ હાનિકારક કોલેસ્ટ્રોલનો દુશ્મન છે. તે મૂળથી નાશ કરી દે છે. તમારી ઇચ્છાશક્તિ મજબૂત હોય અને તમને યોગ પર વિશ્વાસ હોય તો યોગથી તમને ઘણો ઘણો લાભ થઈ શકે છે.
સર્વાંગાસનઉત્તાનપાદાસનનો અભ્યાસ કરવાથી કબજિયાતગેસસ્થૂળતા વગેરે દૂર થઈ ભૂખ વધે છે અને હાનિકારક કોલેસ્ટ્રોલ ઘટે છે.
પવનમુક્તાસનનો અભ્યાસ કરવાથી પેટની વધેલી ચરબી દૂર થાય છે અને અમ્લપિત્ત,હૃદયરોગગઠિયો અને કમરનો દુખાવો વગેરે દૂર થાય છે.
દીર્ઘ નૌકાસનથી હૃદયને શક્તિ મળે છે અને કોલેસ્ટ્રોલ બળી જાય છે. શશકાસનનો અભ્યાસ કરવાથી પણ હૃદયને શક્તિ મળે છે.
વક્રાસન કમરની ચરબીને ઘટાડે છે. પશુ વિશ્રામાસનથી કમરના પાછળના ભાગમાં ચરબી ઘટે છે.
દ્વિચક્રિકાસનથી પણ સ્થૂળતા ઘટે છે અને હાનિકારક કોલેસ્ટ્રોલ નાશ પામે છે. અર્ધ હલાસન,પાદવૃત્તાસનથી પણ બિનજરૂરી ચરબી બળી હાનિકારક કોલેસ્ટ્રોલ ઘટે છે.
ભસ્ત્રિકા પ્રાણાયામનો અભ્યાસ કરવાથી ત્રિદોષ સમ થાય છે. લોહી શુદ્ધ થાય છે.
કપાલભાતિ પ્રાણાયામ કરવાથી હૃદયફેફસાં તથા મગજના બધા રોગ દૂર થાય છે અને યકૃતમાં અનાવશ્યક ચરબીનું નિર્માણ થતું નથી જેનાથી હાનિકારક કોલેસ્ટ્રોલ વધતું નથી.
અનુલોમ - વિલોમપ્રાણાયમ પણ ઉપયોગી છે.
ભોજન કરતી વખતે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ
શરીરની પાચન શક્તિ મુજબ ભોજન કરો. ભોજન પચાવવામાં ઉંમરની પણ ભૂમિકા હોય છે. જે યુવાનોનો ખોરાક વધુ હોય છેતેઓ ભારે ભોજન પણ પચાવી શકશે પણ પ્રૌઢ અથવા વૃદ્ધ સ્ત્રી-પુરુષ હળવું ભોજન જ પચાવી શકશે.
ભોજનમાં ગરમ તત્ત્વો હોય છે. તે તત્ત્વોની ઉષ્માથી જાણી શકાય છે કે ભોજન કેટલું લેવાયું છે અને તેની પૌષ્ટિક્તા કેવી છે. વ્યક્તિએ એટલું ભોજન તો કરવું જ જોઈએ કે જેટલામાંથી તેમાં ઊર્જાનું ઉત્પાદન થઈ શકે.
માણસ દરરોજ જાતજાતનાં કાર્ય કરે છે. તે માટે તેને કેલરીની જરૂર પડે છે. કેલરી હંમેશાં ખર્ચાતી રહે છે. તમે ચૂપચાપ બેસી રહ્યા હોય તો પણ ફેફસાં શ્વાસ લેવાનું અને કાઢવાનું કાર્ય કરતાં રહે છે. પકવાશય ભોજન પચાવવા માટે તેને ગૂંથતું રહે છે. ક્ષણે ક્ષણે કેલરી ખર્ચ થાય છે. એટલે સુધી કે આંખ પટપટાવવામાં પણ કેલરી ખર્ચાય છે. સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિએ જલદી પચે તેવા પદાર્થો ખાવા જોઈએ.
 






0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger