મનને શાંતિ આપનારું આસન

આ આસનમાં પદ્માસન કર્યા બાદ બંને પગને બંને જાંઘ પર ગોઠવવા. બંને હથેળીઓને જમીન પર ટેકવી દેવી. પછી બંને હાથની હથેળીઓને જમીન પર ટકાવવી. આ ક્રિયામાં આંગળીઓ ફેલાવેલી રાખવી. ત્યારબાદ હથેળીઓ પર પૂરા શરીરનો ભાર રાખવો અને શરીરનું સંતુલન રાખીને તેને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરવો. જમીનથી પાંચ - છ ઈંચ ઉપર હાથ રાખવા. પ્રયત્ન કરવાથી આ આસન ખૂબ જલ્દી બની શકે છે.
આસન પૂર્ણ કર્યા બાદ પણ તેનો નિરંતર અભ્યાસ કરવો, જ્યારે તમારું શરીર હથેળીઓ પર સારી રીતે ઉઠવા લાગે ત્યારે શરીરને આમતેમ ફેરવીને તથા આગળ પાછળ ઝુકાવીને આસન કરવાનો પ્રયત્ન કરવો. પગને જાંઘ પર દ્રઢતાપૂર્વક રહેવા દો. ત્યારે તમે આ આસનની પૂર્ણતા સુધી પહોંચશો..
ઉત્થિત પદ્માસનના લાભ
આ આસનને વારંવાર કરવાથી પગ, ખભા, હાથ અને પેઢુની માંસપેશીઓ પર ખૂબ જોર પડે છે તથા આ અંગોનો ભરપૂર વ્યાયામ થાય છે. ખૂબ ફેરવીને આસન કરવું તેના કરતા સરળ આસન કરવાથી મનને શાંતિ મળે છે.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો