શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

હલાસન


હલાસન



આ આસન થાઇરોઇડ ગ્રંથિને પ્રભાવિત કરે છે. આ આસન કરવાથી કંઠકૂપો પર દબાવ પડે છે જેનાથી થાઇરોઇડ સંબંધી સમસ્યા દૂર થાય છે.

વિધીસમતળ જમીન પર આસન પાથરો. આસન પર શવાસનમાં સૂઇ જાવ. શ્વાસને અંદર ભરીને બંને પગને એકસાથે ઉપર તરફ ઉઠાવવાની શરૂઆત કરો. પગને ઉપની તરફ ઉઠાવતા ઉઠાવતા સર્વાંગાસનમાં આવો, પછી ચિત્ર અનુસાર બંને પગને માથાની પાછળ સુધી નમાવી જમીન પર સ્પર્શ કરાવો. આ દરમિયાન બંને પગના ઘૂંટણોને વળવા ન દો. પગને સીધા રાખો. બંને હાથની મદદથી પગના અંગૂઠા પકડી લો. હાથની કોણીને સીધી રાખો. થોડીક વાર આમ જ રોકાયા બાદ સામાન્ય રુપે શવાસનમાં આવી જાવ. શરીરના તણાવને દૂર કરવા માટે આસનના અંતે થોડીવાર શવાસનમાં રહો.
સાવધાની – આસન કરતી વખતે ધીરજ રાખવી. ઝડપ અને ઉગ્રતાભર્યો વ્યવહાર ન કરવો. જે લોકોને આંખ, હૃદય, ઉચ્ચ રક્તચાપ, કમર, પેટ, ડોક સંબંધિત બીમારી હોય તેમણે આ આસન ન કરવું.
લાભ- આ આસન થાઇરોઇડ ગ્રંથિને પ્રભાવિત કરે છે. આ આસન કરવાથી કંઠકૂપો પર દબાવ પડે છે જેનાથી થાઇરોઇડ સંબંધી સમસ્યા દૂર થાય છે. ભાવનાત્મક સંતુલન અને તણાવ નિવારણ માટે આ આસન લાભદાયક છે. આનાથી મેરુદંડ લચીલું બને છે જેનાથી વૃદ્ધત્વ મોડું આવે છે. આ આસન પાચનતંત્ર અને માંસપેશીઓને શક્તિ પુરી પાડે છે.


0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger