શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

તમાકુનું વ્યસન છોડવા ઉપયોગી થશે યોગાસન

તમાકુનું વ્યસન છોડવા ઉપયોગી થશે યોગાસન








યોગ ભગાવે રોગ - બાબા રામદેવ
પ્રાચીનકાળથી જ મનુષ્ય આનંદ,શાંતિતણાવથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરતો આવ્યો છે. પણ આ બધું સરળ રીતે મેળવી ન શકવાને કારણે બીજી અનેક પદ્ધતિએ વિભિન્ન માદક દ્રવ્યોનો ઉપયોગ કરતો રહ્યો છે. જેમકેધતૂરાનાં બીસોમરસ,ભાંગગાંજો વગેરે... આધુનિક સમયમાં તેની સાથે સાથે બીજા પદાર્થો પણ તેમાં ભળી રહ્યા છેજેમકે હેરોઈનચરસકોકેઇન,અફીણ વિભિન્ન પ્રકારની ઊંઘની ગોળીઓ તથા તમાકુસિગારેટગુટકાજર્દા વગેરે...
આ બધામાં તમાકુ સૌથી વધુ અસરકારક માદક અને ઝેરીલો પદાર્થ છે. જે વ્યક્તિને આ બધા નશા કરતાં પણ વધુ હાનિ પહોંચાડે છે.
આ એક એવું વ્યસન છેજેને સામાજિક માન્યતા મળેલી છે. વ્યક્તિ અન્ય નશાનો ઉપયોગ કરતી વખતે સમય અને સ્થાનનું ભાન રાખે છેપરંતુ તે તમાકુનો ઘર-બહારરાત-દિવસ બધી જ જગ્યાએ સંકોચ વિના ઉપયોગ કરે છે.
તમાકુને મુખ્યરૃપે ત્રણ પ્રકારે વાપરવામાં આવે છે.
ખાવાના રૃપે જેમ કે-ગુટકાજર્દાખૈની વગેરે.
નાક દ્વારા સૂંઘવાના રૃપે - છીંકણી વગેરે.
ફૂંકીને પીવાના રૃપે - ધૂમ્રપાન દ્વારા જેમ કેબીડીસિગારેટ હુક્કો વગેરે...
પ્રભાવ : ત્રણેય પ્રકારે વપરાતી તમાકુ શરીરની અંદર નિકોટીન નામનું ઝેર લોહીમાં ઘોળે છેજે થોડા જ વખતમાં આપણા શરીરમાં ફેલાઈ જાય છે. તથા કૃત્રિમ ઉત્તેજના પેદા કરે છે. જેથી પીનારાઓને નકલી તાજગીનો અહેસાસ થાય છે. ધીરે ધીરે શરીર આની માત્રાને વધારવા માંડે છે અને આ ઝેરીલા નશામાં એકદમ જકડાઈ જાય છે.
તમાકુની અંદર રહેલાં ઝેરીલાં તત્ત્વો : તમાકુમાં લગભગ ચાર હજાર પ્રકારના ગલનશીલ જ્વલનશીલ ઝેરીલા રસાયણ પદાર્થ છેજે માનવ શરીરમાં કેન્સર અને બીજા અસાધ્ય રોગ માટે જવાબદાર છે. જેમ કે કૈડમિયમ આર્સેનિકપારોકાર્બન મોનોકસાઇડનિકોટિનડીડીટી,સીસુએસીટોનહાઈડ્રોજન સાઈનાઈસયૂરેથીનફિનાઈલફારમલ્ડડાઈટબ્યૂટેનફિનોલ,નિકામનાઈટ્રોજનસલ્ફેટપોલોનિયમબેન્જીનઆઈસોથ્રીનજે શરીરમાં એકદમ ઘાતક બીમારીઓ સાથે કેન્સર ઉત્પન્ન કરે છે.
આપણે ધૂમ્રપાન કરીએ તો?
૧૦ સેકન્ડમાં જ ધુમાડો મગજમાં પહોંચી જાય છે.
તમાકુથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છેજેથી ચેપી બીમારીઓનો ભય વધી જાય છે.
તમાકુના ઝેરીલા પદાર્થ શરીરના દરેક ભાગમાં પહોંચી જાય છે.
ધુમ્રપાનથી શરીરની કોશિકાઓને પૂરતો ઓક્સિજન મળતો નથી.
ધૂમ્રપાન શરીરના દરેક ભાગને પ્રભાવિત કરે છે. રોગપ્રતિકારક શક્તિ ન હોવાને કારણે ફેફસાંના રોગદમઅસ્થમામોઢાનું કેન્સરફેફસાંનું કેન્સરટીબી વિશે તો પહેલેથી જ ખબર છે પણ નવું સંશોધન કહે છે કે તેનાથી દાંતના રોગ પણ થાય છે. અમેરિકાનો લશ્કરી અહેવાલ કહે છે કે ધૂમ્રપાન કરનારી વ્યક્તિને ઓપરેશન દરમિયાન વધુ ખતરો રહે છે.
૯૦ ટકા પુરુષોને ફેફસાંનું કેન્સર તથા ૮૦ ટકા મહિલાઓમાં કેવળ ધૂમ્રપાનથી જ ફેફસાંનું કેન્સર થાય છે. ધૂમ્રપાન કરનારાને પોતાને તો નુકસાન થાય છે જ સાથે પત્નીબાળકો અને નજીક બેસનારાઓ (પેસિવ સ્મોકિંગ)ને પણ એટલું જ નુકસાન થાય છે.
તમાકુ છોડયાના ૨૦ મિનિટ પછી જ
હૃદયની ગતિ થોડી સામાન્ય થઈ જાય છે.
૧૨ કલાક પછી લોહીમાં કાર્બન મોનોક્સાઈડનું સ્તર ઓછું થઈ જાય છે.
બે મહિના પછી હૃદય પરનો હુમલો થવાનો ભય ઓછો થઈ જાય છે. ફેફસાંની કામ કરવાની ક્ષમતા વધી જાય છે.
૩ મહિના પછી ઉધરસ ઓછી થઈ જાય છે. તથા શ્વાસ સારી રીતે ચાલે છે અને નિસરણી ચઢતી વખતે શ્વાસ ઓછો ફૂલે છે.
હૃદયની બીમારીનો ખતરો ઘટી જાય છે.
(અડધો થઈ જાય છે)
પાંચ વર્ષ પછી બ્રેઇન હેમરેજ તથા હૃદય પર હુમલો થવાનો ખતરો ઓછો થઈ જાય છે. ૧૦-૧૫ વર્ષ પછી ખતરો ન પીનારા સમાન થઈ જાય છે.
૧૦ વર્ષ પછી ફેફસાંના કેન્સરનો ખતરો અડધો થઈ જાય છે. ગળુંમોંજીભકિડની,પિત્તાશયના કેન્સરનો ખતરો ઘટી જાય છે.
૧૫ વર્ષ પછી શરીરમાં બીમારીઓનો ખતરો ન પીનારાની માફક થઈ જાય છે.
ધૂમ્રપાન કેવી રીતે છોડવું?
ધૂમ્રપાન કરનાર વ્યક્તિઓમાંથી ૭૫થી ૮૫ ટકા વ્યક્તિ આને છોડવા ઇચ્છે છેપરંતુ યોગ્ય માર્ગદર્શન અને ઇચ્છાશક્તિના અભાવે તેઓ છોડી શકતા નથી.
તમાકુ છોડવાનો એકમાત્ર ઉપાય આપણી ઇચ્છાશક્તિ પર નિર્ભર કરે છે. ચિકિત્સા વિજ્ઞાન એવી કોઈ દવા નથી બનાવી શક્યું કે જે વ્યક્તિને એકદમ ધૂમ્રપાનથી છુટકારો અપાવી શકે. ફક્ત દૃઢ ઇચ્છાશક્તિથી જ તેને છોડી શકાય છે. બીજી બાજુ આપણે ધુમ્રપાન છોડવા માટે નિકોટિન ચ્યૂઇંગમતથા થોડી ટેબલેટ જે તમાકુની લતને ઓછી તો કરે છે. ડોક્ટરની સલાહ મુજબ તેનું સેવન કરી શકાય છે.
તમાકુ છોડતી વખતે ગભરામણબેચેનીકબજિયાતભૂખ ન લાગવીચીડિયાપણુંકામમાં મન ન લાગવું વગેરે લક્ષણ ઉત્પન્ન થાય છે. જેને આપણે સામાન્ય દવાઓવ્યાયામ અને યોગ દ્વારા ઓછી કરી શકીએ છીએ. તમાકુ છોડવાની રીત ધીરે ધીરે છોડવા કરતાં એકદમ છોડવું અસરકારક છે.
યોગ-પ્રાણાયામ કરશે મદદ
યોગાસન અને પ્રાણાયામ દ્વારા આપણે આપણી ઇચ્છાશક્તિને મજબૂત કરીતમાકુ છોડતી વખતે ઉત્પન્ન થતી નાની નાની સમસ્યાઓ પર નિયંત્રણ રાખી શકીએ છીએ.
ભસ્ત્રિકા પ્રાણાયામ-ફેફસાંની ક્ષમતા વધારવા માટે.
કપાલભાતિ પ્રાણાયામ-કબજિયાતગેસને દૂર કરવા માટે.
અનુલોમ-વિલોમ પ્રાણાયામ- તણાવચીડિયાપણુંબેચેની ઓછી કરવામાં મદદરૃપ બને છે.
ભ્રામરી - માથાનો દુખાવોઅનિંદ્રાથી મુક્તિ મેળવવા.
ઉપરાંત યોગનિંદ્રા ઉદ્ગીથ પ્રાણાયામ તથા હાથપગકમરની સૂક્ષ્મ ક્રિયાઓભુજંગાસન,મર્કટાસનશલભાસનમકરાસનબાલશયનાસનસૂર્ય નમસ્કાર વગેરે શરીરને ઊર્જાવાન બનાવવા તથા ખાસ કરીને ધૂમ્રપાનને છોડવા માટે લાભદાયક છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger