શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

મુખની કાંતિમાં વધારો કરે છે વૃશ્ચિકાસન


મુખની કાંતિમાં વધારો કરે છે વૃશ્ચિકાસન


શરુઆતમાં થોડું કપરું લાગશે, પ્રયાસ કરવાથી મસ્તક અને પગથી વૃશ્ચિક જેવી આકૃતિ બનશે.

વિધિ- એકાંત સ્થળે સમતળ જમીન પર આસન પાથરવું. બેસીને બંને હાથની કોણીઓને થોડા-થોડા અંતરે જમીન પર ટેકવી દો. હવે શીર્ષાસનની જેમ મસ્તકને બે હાથની વચ્ચે ટેકવી પગને ઉપર લઇ જાવ. પગ ઉપર જાય ત્યારે માથાને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરો. શરુઆતમાં થોડું કપરું લાગશે, પ્રયાસ કરવાથી મસ્તક અને પગથી વૃશ્ચિક જેવી આકૃતિ બનશે. પૂર્ણ સ્થિતિમાં પગને માથાની ઉપર રાખવાનો અભ્યાસ કરો.
સાવધાનીઆસનનો અભ્યાસ ધીરજ પૂર્વક કરવો. ઝડપ કરીને શરીર પર વધારે જોર ન આપવું.
લાભ- આ આસન જઠરાગ્નિને તીવ્ર બનાવે છે અને ઉદરના રોગોને દૂર કરે છે. મૂત્ર વિકારોને દૂર કરે છે અને મુખની કાંતિમાં વધારો કરે છે.


0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger