શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

અર્ધચન્દ્રાસન

અર્ધચન્દ્રાસન 
 અર્ધનો અર્થ થાય છે અડધું અને ચંદ્રાસન અર્થાત ચંદ્રની જેમ કરવામાં આવેલુ આસન. આ આસનને કરતી વખતે શરીરની સ્થિતિ અર્ધ ચંદ્રની જેમ થઈ જાય છે, તેથી આને અર્ધ ચંદ્રાસન કહે છે. આ આસનની સ્થિતિ ત્રિકોણ જેવી પણ બને છે તેથે તેને ત્રિકોણાસન પણ કહે છે, કારણ કે બંને કરવામાં કોઈ ખાસ અંતર નથી.

વિધિ : સૌ પ્રથમ બંને પગને એડી પંજાને અડાડીને ઉભા રહો. બંને હાથને કમરથી જોડાયેલા ગરદન સીધી અને નજર સામે રાખો.

પછી બંને પગને લગભગ એક થી દોઢ ફૂટ દૂર રાખો. મેરુદંડ સીધા રાખો. ત્યાર બાદ ડાબા હાથને ઉપર ઉઠાવતા ખભાને સમાંતર લાવો પછી હથેળીને આકાશ તરફ કરો. પછી ઉપરના હાથને વધુ ઉપર ઉઠાવતા કાનથી અડાડી દો. આ દરમિયાન ધ્યાન રાખો કે ડાબો હાથ તમારી કમરથી જ અડાવી રાખો.

પછી જમણા હાથને ઉપર સીધા કાનને માથાથી અડાડીને રાખતા કમર થી ડાબી બાજુ નમતા જાવ. આ દરમિયાન તમારો ડાબો હાથ તેની જાતે જ નીચે સરકતો જશે. ધ્યાન રાખો કે ડાબા હાથની હથેળીને ડાબા પગથી અલગ ન થઈ જાય.

જ્યા સુધી બની શકે ડાબી તરફ નમો પછી આ અર્ધ ચંદ્રની સ્થિતિમાં 30-40 સેકંડ સુધી રહો. પાછા આવવા માટે ધીરે ધીરે ફરી: સીધા ઉભા થઈ જાવ. પછી કાન અને માથાથી અડેલા હાથ ને ફરી ખભાને સમાનાંતરથી લઈ આવો. પછી હથેળીને ભૂમિની તરફ કરતા ઉપરના હાથને કમરથી અડાવો.

આ જમણા હાથથી ડાબી તરફ નમીને કરવામાં આવેલ અર્ધ ચંદ્રાસનને પહેલી આવૃત્તિ છે. હવે આ આસનને ડાબા હાથથી જમણી તરફ નમાવતા કરો ત્યારબાદ ફરી વિશ્રામની અવસ્થામાં આવી જાવ. ઉક્ત આસનને 4 થી 5 વખત કરવાથી લાભ થશે.

સાવધાની : જો સાઈડ કે બેક પેન હોય તો આ આસન યોગ ચિકિત્સકની સલાહ થી કરો.
લાભ : આ આસનથી ઘૂંટણ, બ્લડર, કિડની, નાની આંતરડા, લીવર, છાતી, લંગ્સ અને ગરદન સુધીનો ભાગ એક સાથે પ્રભાવિત થાય છે. જેનાથી ઉપયુક્ત અંગ સમૂહની કસરત થવાથી તે નિરોગી બની રહે છે. શ્વાસ, ઉદર, પિંડલિયો, પગ, ખભા, કોણીઓ અને મેરુદંડ સંબંધી રોગમાં લાભ થાય છે.

આ આસન કટિ પ્રદેશને લચીલુ બનાવીને પાશ્વ ભાગની ચરબીને ઓછી કરે છે. પૃષ્ઠાંશની માઁસપેશિયો પર બળ પડવાથી તેમનુ સ્વાસ્થ્ય સુધરતુ જાય છે. છાતીનો વિકાસ કરે છે.


0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger