શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

વ્યક્તિત્વને નિખારે છે યોગ.....


વ્યક્તિત્વને નિખારે છે યોગ.....



 
 
 
પર્સનાલિટી અર્થાત વ્યક્તિત્વનો ક્રેઝ કાયમ લોકોમાં જોવા મળે છે. સમાજમાં એવા જ લોકોને સન્માન મળે છે જેમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. પર્સનાલિટી ડેવલપ કરવા આજના યુવાનો અનેક પ્રકારની તરકીબો અપનાવે.આ પ્રયત્નોની કડીમાં આજે ચરણ ઉદ્ધૃતાસન એક ખૂબ જ ઉપયોગી થાય તેવું આસન છે જેનાથી ખૂબ જ લાભ થશે.

ચરણ ઉદ્ધૃતાસનની વિધિઃ-

સ્વચ્છ જગ્યાએ અને શુદ્ધ વાતાવરણવાળી જગ્યાએ ચાદર પાથરો. પછી સીધા ઊભા રહો. ડાબા પગ ઉપર શરીરનું સંતુલન રાખતા પોતાના જમણા પગને ઢીચણથી વાળીને ડાબા પગની જાંઘ ઉપરના ભાગમાં લઈ જાઓ. હવે જમણા હાથને ડાબા હાથની બગલમાંથી ફેરવીને પીઠની પાછળ લાવી ડાબા અને જમણા હાથને કમર ઉપર રાખો. હવે ઊંડો શ્વાસ લ્યો. પછી શ્વાસ છોડતા-છોડતા ધીરે-ધીરે નીચે વળો. ડાબા હાથથી જમીનને અડકવાનો પ્રયત્ન કરો અને તમારા માથાને ડાબા પગના ઢીંચણ ઉપર ટેકવવાનો પ્રયત્ન કરો. આ આસનમાં માથાને આગળ વાળતી વખતે શરૂઆતમાં શક્ય હોય તેટલું આગળ ઝૂકાવો અને થોડી સેકન્ડ સુધી આજ સ્થિતિમાં રહો. ત્યારબાદ મૂળ સ્થિતમાં આવી જાવ. પછી પગની સ્થિતિને બદલીને ડાબા પગથી પણ આ ક્રિયા કરો. આ જ પ્રમાણે આ ક્રિયાને ઓછામાં ઓછા 5 મીનિટ સુધી કરો

ચરણ ઉદ્ધૃતાસનના લાભઃ-

ચરણ ઉદ્ધૃતાસન કરવાથી હાથ અને પગની માસપેશીઓ મજબૂત અને પુષ્ટ બને છે. આ પગના સ્નાયુને લગતા રોગને ભગાડે છે. આ આસન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને શરીરને સુંદર અને સ્વસ્થ બનાવે છે. જેના કારણે વ્યક્તિને આકર્ષક વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે.

ચરણ ઉદ્ધૃતાસન કરતા રાખવી પડતી સાવધાનીઓઆ આસન શરૂ કરતી વખતે તકલીફ થાય છે પરંતુ ધીમે-ધીમે અભ્યાસ વધવાની સાથે સંપૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. આથી આ આસનમાં શક્ય હોય ત્યાં સુધી માથાને ઢીંચણ અને હાથને જમીન ઉપર અડકાડવાનો પ્રયત્ન કરો. ઉતાવળ ન કરવી. આસન ઇચ્છુક વ્યક્તિને કોઈ બીમારી હોય તો યોગ શિક્ષક પાસેથી ટીપ્સ લો.


0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger