શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

દુખાવો દૂર કરશે યોગ


દુખાવો દૂર કરશે યોગ


 
 
 
 
રોજે રોજ યોગ કરવાથી શરીરમાં થતા અનેક પ્રકારના દુખાવા મટી જાય છે તેમ તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. સર્વેક્ષકોના જણાવ્યા અનુસાર શરીરમાં જાતજાતના દુખાવા ઉંમર વધવાને કારણે અને તાણને કારણે થતા હોય છે. બંનેના કારણે લોહીમાં અનેક પ્રકારનો કચરો વધવાથી દુખાવાને જન્મ આપે છે. યોગ કરવાથી લોહીમાંથી એ બધો કચરો ગળાઈ જાય છે.

યોગ કરવાથી કોઈપણ પ્રકારનો દુખાવો ઓછો થઈ જાય

નિયમિત યોગ કરવાથી દુખાવો થતો અટકે અને તાણ માનસિક તાણ અટકી જાય

આ સંશોધન કરનાર ઓહાયો યુનિર્વિસટીના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રોજેરોજ યોગ કરનાર મહિલાઓના લોહીમાં સાયટોકિન ઈન્ટરલ્યુકેન નામનું તત્ત્વ નોંધપાત્ર પ્રમાણમાં ઓછું થઈ જાય છે. આ તત્ત્વ શરીરમાં દુખાવો કરનાર મહત્ત્વનું તત્ત્વ હોય છે. તે હૃદયરોગ, ટાઈપ-ટુ ડાયાબીટિસ, સંધિ-વા જેવા અનેક રોગોમાં દુખાવો કરાવનાર મૂળ કારણ જણાયું છે. આ તત્ત્વમાં ઘટાડો કરીને દુખાવો ઘટાડવાથી આરોગ્ય પર તાત્કાલિક અને દૂરોગામી એમ બંને પ્રકારની અસરો વર્તાય છે.

ડો. જેનિસ કિકોલ્ટ ગ્લાસેર ને તેમની ટુકડીના સંશોધકોને જાણવા મળ્યું હતું કે રોજેરોજ યોગ કરવાથી દુખાવો ઓછો થઈ જાય અને મટી જાય એ લાભ ઉપરાંત ફરીથી માનસિક તાણની સ્થિતિ સર્જાય તો તેના કારણે દુખાવો થવાનું પ્રમાણ પણ ઘટી જાય છે. એટલે કે નિયમિત યોગ ભાવિ દુખાવાઓને પણ ઘટાડી આપે છે. વધુમાં નિયમિત યોગ કરવાથી વિપરીત સંજોગો સામે શરીર હળવાશથી પ્રત્યાઘાત આપે છે એટલે તાણનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે.

આ અભ્યાસ માટે સંશોધકોએ સરેરાશ ૪૧ વર્ષની મહિલાઓની એક ટુકડી પર પ્રયોગ કર્યો હતો. તેના પરિણામે સ્પષ્ટ રીતે યોગની સકારાત્મક અસરો જોવા મળી હતી. સંશોધકોની ટુકડીના અનેય નક નિષ્ણાત રોન ગ્લાસેરે જણાવ્યું હતું કે દુખાવો અનેક રોગોને વકરાવી દે છે તે તો જાણીતી વાત છે. એ દુખાવાને રોકવાનો અને ઓછો કરવાનો સૌથી આનંદદાયક અને સરળ ઉપાય યોગ છે. નિયમિત યોગ કરવાથી વધતી ઉંમરની નબળાઈઓ અને રોગો સામે લાંબા સમય સુધી શરીર ઝીંક ઝીલી શકે છે. એટલે કે લાંબા સમય સુધી આરોગ્યપ્રદ અને આનંદમય જીવન જીવી શકાય છે. આ અભ્યાસના અહેવાલ સાયકોસોમેટિક મેડિસિન નામના જર્નલમાં પ્રગટ કરવામાં આવ્યો હતો

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger