શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

નાભિને વ્યવસ્થિત કરતું આસન


નાભિને વ્યવસ્થિત કરતું આસન



 
 
 
અસાધારણ જીવન અને ખાવા-પીવાના કારણે આજે મોટાભાગના લોકોને પેટ સંબંધિત ઘણી બિમારીઓ થાય છે. સામાન્ય રીતે કબ્જ, અપચો, ગેસ જેવી સમસ્યાઓ ઘણા લોકોને થતી રહે છે. આ બધી સમસ્યાઓમાંથી ઉકેલ મેળવવાનો ચમત્કારીક ઉપાય સુપ્ત પાદાંગુષ્ઠાસન. આ આસનને દરરોજ કરવાથી આ બધી સમસ્યાઓ હંમેશા તમારાથી દૂર રહેશે.

સુપ્ત પાદાંગુષ્ઠાસનની વિધિ

સપાટ સ્થળ પર ઓછાળ પાથરીને સીધા સુઇ જાઓ. શ્વાસ સામાન્ય રાખો. હવે જમણા પગને ઉપર ઉઠાવો. જમણા હાથથી પગને પકડીને ખેંચો. આ દરમિયાન શ્વાસ બહાર કાઢો. થોડાક સમય સુધી આ જ અવસ્થામાં રહો. પછી ધીરે-ધીરે પગને છોડીને પુનઃ પ્રારંભિક અવસ્થામાં આવી જાઓ. ત્યાર બાદ ડાબા પગને ઉઠાવો અને ડાબા હાથથી પગને પકડીને ખેંચો. થોડીકવાર સુધી આ જ અવસ્થામાં રહીને ફરી પ્રારંભિક અવસ્થામાં આવી જાઓ.

આસન કરતી વખતે આટલી તકેદારી રાખો

આ આસનમાં શરૂઆતમાં તમને મુશ્કેલીઓ થઇ શકે છે. અતઃ નિયમિત આસન કરવાથી તમે આ આસનને સારી રીતે કરી શકશો. પગને વધારે પડતો ન ખેંચો.

સુપ્ત પાદાંગુષ્ઠાસનના લાભ

સુપ્ત પાદાંગુષ્ઠાસનના નિયમિત અભ્યસથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે છે. નાભિને ઠીક કરવા માટે આ આસન ઘણુ લાભદાયક રહે છે. સાથે જ ગેસ, પેટનો દુખાવો, કબ્જ, અતિસાર, દુર્બળતા તેમજ આળસ જેવી સમસ્યાઓ દૂર કરે છે. આમાશય, અગ્નાશય અને આંતરડાઓ માટે આ આસન ત્વરિત લાભ પહોંચાડે છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger