શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

સ્ટ્રેસથી પરેશાન છો? તો અપનાવો....


સ્ટ્રેસથી પરેશાન છો? તો અપનાવો....


આજે કદાચ એવો કોઈક જ વ્યક્તિ હશે જેને પરિવાર, ઓફિસ કે કારોબારમાં પરેશાનીઓ ન હોય. આજે દરેક ઠેકાણે વ્યક્તિને અનેક સમસ્યાઓ સાથે રોજે-રોજ લડવું પડે છે. આ પ્રકારની પરેશાનીઓને કારણે માનસિક તણાવ વધવો સ્વાભાવિક છે. માનસિક તણાવ રહે તો તમે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે તેવું વિચારી ન શકો.

સ્વાસ્થ અને નિરોગી શરીર માટે જરૂરી છે કે તમે મગજને શાંત રાખો અને સૂકનનો અહેસાસ કરો. પરંતુ આજના સમયમાં દિમાગને શાંત રાખવું લગભગ અશક્ય છે. તેમ છતાં પ્રયત્ન કરવામાં આવે તો તમે કેટલીક હદે માનસિક તણાવથી દૂર રહી શકો છો.

-લગાતાર લાંબા સમય સુધી કાર્ય ન કરો. થોડી-થોડી વારે શરીર અને દિમાગને વિશ્રામ આપો,

-દિવસની શરૂઆત યોગ, વ્યાયામ,ધ્યાન વગેરેની સાથે કરો.

-માનસિક તણાવની સૌથી મોટું કારણ હોય છે રૂપિયા. રૂપિયા સાથે જોડાયેલી સમસ્યાઓ ઝડપથી ઉકેલ લાવો,

-પોતાના જીવન સાથી કે અવિવાહિતો પોતાના પ્રેમી-પ્રેમીકાની સાથે દરરોજ થોડો સમય ચોક્કસ વિતાવો.

-કામને યોગ્ય સમયે પૂરું કરો અને યોજના બનાવીને કાર્ય કરો.

-એકી સાથે ઘણા કામમાં ડૂબી જવાને બદલે, એક-એક કાર્ય હાથ ઉપર લઈ પૂરું કરવું જોઈએ.

-દરરોજ ઓછામાં ઓછી 6-8 કલાકની ઊઁઘ ચોક્કસ લો.

-ખાવા-પીવાનો સમય ચોક્કસ રાખો અને સમય થતા જ પૂર્ણ કરી લોવો.




0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger