શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

સંપૂર્ણ વ્યાયામ : યોગાસન


સંપૂર્ણ વ્યાયામ : યોગાસન



યોગાસન એક ખુલ્લા, હવાની અવર-જવર થઇ શકે તેવા ઓરડામાં કરવા જોઇએ, જેથી શ્વાસ દ્વારા શરીરમાં શુદ્ધ વાયુ પહોંચી શકે.

શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યાયામની અનેક વિધિઓ પ્રચલિત છે. પણ તેના માટે યોગાસન કરતા વધારે યોગ્ય કંઇ નથી. આસન શરીરને સ્વસ્થ રાખવા માટેનો વૈજ્ઞાનિક પ્રયોગ છે. આચાર્ય પતંજલિએ અષ્ટાંગયોગમાં યોગના આઠ અંગોનું વર્ણન કર્યું છે. આસન અષ્ટાંગ યોગમાં ત્રીજા ક્રમે આવે છે. આમ તો આસનોની સંખ્યા સેંકડોમાં છે પણ કેટલાક આસનો વધારે મહત્વના અને બધા માટે લાભદાયક છે. કારણ કે આસન સૂક્ષ્મ વ્યાયામ છે માટે તેને કરવા માટે કેટલાક નિયમો પાળવા જરૂરી છે.

આસનોની શરુઆત પહેલાની સાવધાની – 

આસનો શીખતા પહેલા કેટલીક આવશ્યક સાવધાનીઓ પર ધ્યાન રાખવું જરૂરી છે. આસન પ્રભાવકારી અને લાભદાયક ત્યારે જ બની શકે છે જ્યારે તેને યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે.

1. યોગાસન શૌચક્રિયા અને સ્નાન પતાવ્યા બાદ જ કરવા જોઇએ.

2. યોગાસન સમતળ જમીન પર એક આસન પાથરીને કરવા જોઇએ, દરમિયાન ઋતુ અનુસાર વસ્ત્રો પહેરવા.

3. યોગાસન એક ખુલ્લા, હવાની અવર-જવર થઇ શકે તેવા ઓરડામાં કરવા જોઇએ, જેથી શ્વાસ દ્વારા શરીરમાં શુદ્ધ વાયુ પહોંચી શકે. બહારના ખુલ્લા વાતાવરણમાં પણ આ અભ્યાસ કરી શકાય છે, પણ વાતાવરણ શાંત હોય તે જરૂરી છે.

4. આસન કરતી વખતે વધારે પડતુ જોર ન લગાવવું. પ્રારંભમાં આપની માંસપેશીઓ કઠણ થશે, પણ અમુક અઠવાડિયા પછી નિયમિત અભ્યાસ કરવાથી શરીર લચીલું બની જશે. આસનો ધૈર્ય રાખીને કરવા જોઇએ. શરીરની સાથે વધારે જબરદસ્તી ન કરવી.

5. માસિકધર્મ, ગર્ભાવસ્થા, તાવ, ગંભીર બીમારી વગેરે દરમિયાન આસનો ન કરવા.

6. યોગાભ્યાસીએ એવું જ ભોજન લેવું જોઇએ જે પચવામાં સરળ હોય. ભોજનની માત્રા પણ શરીરને યોગ્ય હોવી જોઇએ. વજ્રાસન સિવાયના બધા યોગ ખાલી પેટે કરવા જોઇએ.

7. આસનના પ્રારંભ અને અંતમાં વિશ્રામ કરો. આસન વિધિપૂર્વક કરો. પ્રત્યેક આસન બંને તરફથી કરવા તથા તેનો પૂરક અભ્યાસ પણ કરવો.

8. જો આસન કરતી વેળાએ શરીરના કોઇ અંગમાં વધારે પીડા થાય તો યોગ ચિકિત્સકની સલાહ લેવી.

9. જો આંતરડામાં વાયુ, વધારે ગરમી કે રક્તમાં વધારે અશુદ્ધતા હોય તો માથાના બળ પર કરવામાં આવતા આસનો કરવા.

10. યોગનો પ્રારંભ કરતા પહેલા અંગ-સંચાલન કરવું આવશ્યક છે. તેનાથી અંગો જકડાવાની મુશ્કેલી દૂર થશે તથા શરીર આસનો માટે તૈયાર થશે.

તેમ છતાં કોઇ યોગ ચિકિત્સકની દેખરેખ હેઠળ આસન કરવામાં આવે તે વધારે યોગ્ય છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger