યોગ અને સુંદરતા

ચહેરાની ત્વચાને સુંદર અને ચમકદાર રાખવા માટે આપણે બજારમાં મળતી ઘણીબધી પ્રોડકટનો ઉપયોગ કરતાં હોઇએ છીએ, તેમ છતાં ઘણી વાર નિષ્ફળતા મળતી હોય છે. કુદરતી સુંદરતા જાળવી રાખવા માટે યોગ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. તેનાથી ત્વચા જ નહીં, પણ મન પણ સુંદરતા અને તાજગીનો અનુભવ કરે છે. ત્વચાની સુંદરતા માટે યોગ સૌથી સારો ઉપાય છે. યોગ કરવાથી ત્વચાની કરચલીઓ દૂર થાય છે. ડાર્ક સર્કલ્સ અને લચી પડેલી ત્વચામાં પણ ઘણો ફેર જોવા મળે છે. શારીરિક શક્તિ વધારવાની સાથે યોગ તન-મનની સુંદરતામાં પણ વધારો કરે છે.
રોજ તમે જો વીસ મિનિટ યોગ કરો તો તેનાથી ત્વચા કસાયેલી રહે છે. તેનાથી ત્વચા ચમકદાર અને કોમળ બને છે અને એક મહિનો નિયમિત યોગ કરવાથી તેની અસર તમે ત્વચા અને શરીર પર થતી જોઇ શકો છો. જો ત્વચાની કરચલીઓ વધારે હોય તો તમે યોગ દરમિયાન કરચલીવાળા ભાગ પર હાથની આંગળીઓ દ્વારા હળવા હાથે મસાજ કરવાની સાથે ઊંડા શ્વાસ લો.
રોજ પાંચથી સાત મિનિટિ આ રીતે કરવાથી ફાયદો થશે. આ પ્રયોગ કરવાથી કરચલીને ઘણા અંશે ઓછી કરી શકાય છે. ચહેરા પર પડેલા ડાઘ દૂર કરવા માટે ઊંડો શ્વાસ ભરી એક મિનિટ સુધી શ્વાસ રોકી રાખવાનો પ્રયત્ન કરો અને પછી ધીમે ધીમે તેને બહાર કાઢો. આ પ્રક્રિયા પાંચથી સાત વખત કરવી.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો