શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

કેવી રીતે કરશો ફેશિયલ યોગા


કેવી રીતે કરશો ફેશિયલ યોગા

ગરદન સીધી રાખીને આઈબ્રો ઉપર-નીચે કરો. 

આઈબ્રોને સંકોચો, જેથી કરીને કપાળ પર આડી અને ઉભી રેખાઓ પડે. 

ગરદન સીધી રાખીને ઉપર-નીચે કરો. 

આંખોને બંને દિશામાં ગોળ ફેરવો. 

સવારે અને રાત્રે આંખોને ઠંડા પાણી વડે ધુઓ. 

નસકોરા ફુલાવો અને ઢીલા છોડી દો. 

આખુ મોઢુ ખોલો અને બંધ કરો. 

જડબુ ડાબી અને જમણી બંને બાજુ હલાવો. 

હોઠને દબાવો અને એકદમ ખેંચીને પહોળા કરો. 

દાંત દેખાડો અને બંધ કરો. 

મોઢામાં હવા ભરીને ફુગ્ગો ફુલાડો. 

દાંત પર દાંત મુકીને જોરથી દબાવો. 

ગરદનની ચામડીને ખેંચો અને જડબુ એકદમ ટાઈટ કરો. 

દસ ગણતાં ગરદનને પાછળની તરફ લઈ જાવ. 

મોઢામાં પાણી ભરીને હલાવો. 

સુતા પહેલા દરરોજ ચહેરાને સાફ કરો. જો તમે કામકાજી મહિલા હોવ તો ડીપ ક્લિંઝીગ મિલ્કથી સાફ કરો. 

વ્યાયામ સિવાય સંતુલિત ભોજન તમારી ત્વચામાં વધારે ચમક લાવે છે. જેથી કરીને ભોજનમાં દૂધ, ઘી, સલાડ, ફળ, લીલા શાકભાજીને અવશ્ય લેવા. પુરતુ પાણી પીવો અને સુર્યના આકરા તાપથી પણ બચો. 

દરેક ફેશિયલ યોગા 8-10 થી 20 વખત દિવસમાં 5 થી 7 મિનિટ સુધી દરરોજ કરો. આનાથી તમને 15 દિવસમાં જ ફરક જણાશે.



.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger