શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

મેદસ્વીપણું દૂર કરતા યોગાસન


મેદસ્વીપણું દૂર કરતા યોગાસન





મેદસ્વીપણું એ આધુનિક યુગની તંદુરસ્તીને લગતી સૌથી મોટી સમસ્યા છે અને તે ઘણાં ગંભીર અને જીવલેણ રોગોનું મુખ્ય કારણ છે. મેદસ્વીતાને કારણે બ્લડ પ્રેશરહૃદયની બિમારીઓ,ડાયાબિટીસ જેવી બિમારીઓ ઘર કરે છે. બાળપણમાં પૂરતું ધ્યાન ના અપાયું હોયતો શરીરનું વજન ક્રમશઃ વધવા માંડે છે. સમય જતાં વજન ઘણું જ વધી જાય છે. પ્રમાણસર આહાર,વ્યવસ્થિત જીવનશૈલી અને નિયમિતપણે યોગાસન કરવાથી મેદસ્વીપણાથી કાયમી છૂટકારો મેળવી શકાય છે. એટલું જ નહીંઉપર જણાવેલા દરદો પણ મટી શકે છે. યોગાસનથી તમામ પ્રકારની બિમારીઓમાં ઘણી રાહત મળે છે. મેદ ઉતારવાના કેટલાંક આસન અહીં આપવામાં આવ્યા છેઃ
દ્વિચક્રિકાસન
પદ્ધતિ
૧. જમીન પર ચત્તા સૂઈ જાઓ. એક પગ ઊંચો કરીને સાઇકલ ચલાવતા હોવ તેવી રીતે તેને ફેરવો. આવું ૧૦થી ૩૦ વખત કરો. ત્યાર પછી બીજો પગ ઉઠાવીને તેવી રીતે ફેરવો. પગ ફેરવતી વખતે તે પણ જમીનને ના અડકે તેનું ધ્યાન રાખવું.
૨. થાક લાગેતો પગ જમીન ઉપર રાખીને થોડો આરામ કરવો અને આ એક્સરસાઇઝ ઊંધી દિશામાં કરવી. જો થાક લાગેતો ફરીથી થોડો આરામ કરી લેવો.
૩. પહેલાં વારાફરતી પગ ફેરવ્યા પછી બંને પગ સાથે સાઇકલ ચલાવતા હોવ તેવી રીતે ફેરવવા. થોડી વાર પછી અવળી દિશામાં ફેરવવા. આવું તમારી શક્તિ અનુસાર પાંચથી ૧૦ વખત કરવું.
લાભઃ ૧. વજન ઉતારવા માટેની આ શ્રેષ્ઠ કસરત છે. આ આસન નિયમિતપણે પાંચથી દસ મિનિટ સુધી કરવાથી બિનજરુરી ચરબી દૂર થાય છે અને વજન ઝડપથી ઘટે છે.
૨. આ આસન કરવાથી પેટની ચરબી દૂર થાય છે અને પેટ સુડોળ બને છે. મરડોકબજિયાત અને એસિડિટી જેવા દરદો દૂર થાય છે.
૩. પીઠના દુખાવાની સમસ્યા હોય તેમણે આ એક્સરસાઇઝ બંને પગ એકસાથે રાખીને કરવી નહીં. વારાફરતી એક-એક પગથી કસરત કરવી. આમ કરવાથી પીઠના દુખાવામાં પણ રાહત મળશે.
પાદવૃત્તાસન
પદ્ધતિ
૧. જમીન પર ચત્તા સૂઈ જાવ. જમણો પગ ઊંચો કરો અને પગને ઘડિયાળની માફક ગોળાકાર ફેરવો. પગને જમીન પર અડકાડયા વિના પાંચથી ૨૦ વખત આ કસરત કરો.
૨. એક દિશામાં ફેરવ્યા પછી દિશા બદલો. વચ્ચે થાક લાગે ત્યારે પગ જમીન ઉપર રાખીને આરામ કરી લેવો. ત્યાર પછી બીજો પગ ઉઠાવીને આ કસરત કરવી.
૩. એક-એક પગે આ કસરત કરી લીધા પછી બંને પગ સાથે રાખીને આ કસરત કરવી. બંને પગ સાથે બને તેટલું મોટું ગોળ બનાવવું. એક દિશામાં ફેરવી લીધા બાદ બંને પગને સાથે રાખીને બીજી દિશામાં ફેરવવા.
લાભઃ ૧. આ આસન પણ વજન ઘટાડવામાં મદદરુપ બને છે.
૨. આ આસન કરવાથી ખાસ કરીને નિતંબસાથળ અને કમર ઉપર જમા થયેલી વધારાની ચરબી દૂર થાય છે અને પેટ સુડોળ બને છે.
અર્ધ હલાસન
પદ્ધતિ
આ આસન ઉત્તાનપાદાસન જેવું જ છેફરક માત્ર એટલો છે કે ઉત્તાનપાદાસનમાં પગ ૩૦ ડિગ્રીએ ઊંચા કરવામાં આવે છેજ્યારે અર્ધ હલાસનમાં બંને પગ ૯૦ ડિગ્રીએ ઊંચા કરવામાં આવે છે.
૧. જમીન ઉપર ચત્તા સૂઈ જાવ. બંને હાથને શરીર સાથે સીધા જમીન પર અડાડી રાખો અને હથેળી જમીન પર રાખવી. બંને પગને સીધા અને એકબીજાની નજીક રાખો.
૨. શ્વાસ લઈને હળવેકથી બંને પગને જમીન પરથી ઉઠાવીને ૯૦ ડિગ્રી સુધી લઈ જાવ અને આ પોઝિશન થોડા સમય સુધી જાળવી રાખો. પગ ઊંચા કરતી વખતે તે ઢીંચણથી વળી ના જાય તેનું ધ્યાન રાખવું.
૩. પછી હળવેકથી પગ નીચા લાવવા. આમ કરતી વખતે આંચકો ના લાગે તેનું ધ્યાન રાખવું. પગ જમીન પર લાવ્યા પછી થોડો આરામ કરવો. આવું છ વખત કરવું.
૪. પીઠનો દુખાવો હોય તેવી વ્યક્તિઓએ એક જ પગ ઉઠાવીને આ કસરત કરવી. એક પગની કસરત કરી લીધા બાદ તેને જમીન પર મૂકી દીધા બાદ બીજા પગે આ કસરત કરવી.
લાભઃ ૧. વજન ઘટાડવામાં આ આસન મદદરુપ છે.
૨. કબજિયાતગેસની ફરિયાદ દૂર થાય છે.
૩. નાભિ ખસતી હોય તેવી સમસ્યા માટે આ આસન લાભદાયી છે. ઉપરાંતહૃદયની બિમારીઓપેટનો દુખાવો તેમજ શ્વાસોચ્છવાસની બિમારીમાં પણ રાહત મળે છે.
૪. પીઠના દુખાવામાં એક જ પગે કસરત કરવી લાભદાયી છે.
 

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger