શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

ઉચ્ચ રક્તચાપનાં કારણો અને બચવાના ઉપાય


ઉચ્ચ રક્તચાપનાં કારણો અને બચવાના ઉપાય





ઉચ્ચ રક્તચાપ આજના યુગનો એક ગંભીર રોગ છે. આ રોગ વિશે સૌથી ખતરનાક વાત એ છે કે આ રોગ ઘણાં વર્ષો સુધી માણસના શરીરમાં ગુપ્ત રીતે રહે છે. ઉચ્ચ રક્તચાપની પ્રારંભિક અવસ્થામાં આ રોગ ચૂપચાપ શરીરમાં પોતાનું વર્ચસ્વ જમાવે છે અને શરીરનાં અંગોને નુકસાન પહોંચાડતો રહે છે. આ જ કારણે આ રોગથી પીડાતા વ્યક્તિને જ્યારે આ રોગની જાણકારી થાય છે ત્યાં સુધી તો આ રોગ તેમના મગજહૃદયકિડની અને આંખોને પણ નુકસાન કરી ચૂક્યો હોય છે. આ રોગ આજના ભૌતિક અને આધુનિક યુગની દેણ છે. આજ તો સ્થિતિ છે કે ૪૦ વર્ષની ઉંમર પછી ૧૦માંથી એક વ્યક્તિ ઉચ્ચ રક્તચાપથી પીડિત છે. કારણ કે આ રોગ ઘણાં વર્ષો સુધી શરીરમાં ગુપ્ત રીતે રહે છે તેથી ૯૦ ટકા આ રોગનો ઉપચાર થતો નથી. ઉચ્ચ રક્તચાપ અને હૃદયરોગ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. ઉચ્ચ રક્તચાપ અસામાન્ય રક્તદબાણવાળા વયસ્ક વ્યક્તિની એ અવસ્થા હોય છે જે આંતરિક કારણોથી તેનું રક્તદબાણ વધતાં ૧૪૦ / ૯૦ની લક્ષ્મણરેખા ઓળંગી જાય છે.
ઉચ્ચ રક્તચાપની ફરિયાદ મોટાભાગે ૪૦ વર્ષની ઉંમર પછી ઊભી થાય છે. ઉંમર વધવાની સાથે સાથે રક્તાહિનીઓ સખત થઈ જાય છે. જાન્યુઆરીફેબ્રુઆરીમાર્ચએપ્રિલ મહિનામાં રોગીઓમાં રક્તચાપ વધે છે. ઓગસ્ટસપ્ટેમ્બરઓક્ટોબર મહિનામાં આ રોગ ઓછો વિતાડે છે. મેજૂનજુલાઈમાં પરસેવાને કારણે રક્ત શુદ્ધ થતું રહે છે. તેથી આ મહિનામાં અકસર રોગીઓનો રક્તચાપ સામાન્ય રહે છે.
લક્ષણ
રોગની શરૃઆતમાં રોગીમાં આ રોગના કોઈ સ્પષ્ટ લક્ષણ દેખાતાં નથી. પણ જ્યારે રોગ જૂનો થઈ જાય છે ત્યારેજ્યારે રોગી સવારે સૂઈને ઊઠે છે ત્યારે તેની ગરદન અને માથાની પાછળના ભાગમાં દરદ થાય છે.
ઘણીવાર રોગીને ચક્કર આવવા માંડે છે અને તેમને નબળાઈ જેવું લાગે છે.
રોગીના હૃદયના ધબકારા વધી જાય છેથોડી પણ મહેનતથી રોગીનો શ્વાસ ફુલે છેરોગીને માનસિક તણાવ પણ થાય છેરોગીને ઊંઘ આવતી નથી.
આ રોગમાં ઘણા લોકોને ડાબા ખભા અથવા છાતીમાં દુખાવો થાય છે.
શરીરમાં થાકનો અનુભવ થાય છે.
રોગની ગંભીર સ્થિતિમાં રોગીના માથામાં દુખાવો રહ્યા કરે છે અને રાત્રે રોગીનો શ્વાસ ફુલવા માંડે છે.
કારણ વગર જ રોગીના નાક અને પેશાબની સાથે લોહી આવવા માંડે છે.
રોગીનું વજન સતત વધતું જાય છે.
રોગીની આંખો લાલચોળ રહે છે. ઘણીવાર આંખોમાં કાળો મોતિયો આવી જાય છે.
કારણ
૮૫ ટકા બાબતોમાં તપાસ્યા પછી પણ ઉચ્ચ રક્તચાપના ખરા કારણો વિશે ખબર જ નથી પડતી. આ અવસ્થાને પ્રાયમરી હાઈપરટેન્શન કહેવાય છે. આમ તો આ પ્રકારના બ્લડપ્રેશરના કારણ વિશે ખબર જ નથી પડતી. પણ આના કેટલાંક નિશ્ચિત કારણો વિશે જાણી શક્યાં છે. આ કારણોમાં છે આજની આરામભરી જીવનશૈલીધૂમ્રપાનવારસાગતદોડભાગવાળી જિંદગીને કારણે જીવન પર પડનારા કુપ્રભાવખરાબ ટેવોઆળસુ જીવનએકાંકી જીવનહતાશા,નિરાશા અને વ્યગ્રતાભર્યા પળ. આ બધાં કારણોથી બ્લડપ્રેશરમાં વૃદ્ધિ થાય છે.
દિવસમાં સૂવુંતણાવમાનસિક ચિંતાભયશોકઊંઘ ન આવવાને કારણે પણ ઉચ્ચ રક્તચાપની સમસ્યા ઊભી થઈ શકે છે.
ડાયાબિટીઝગુર્દાની પથરીગુર્દામાં સોજોકોલેસ્ટ્રોલમાં વધારાને કારણે હાઈબ્લડપ્રેશર થઈ શકે છે.
હંમેશાં તણાવભર્યા વાતાવરણમાં જીવવાથીસ્નાયુઓના રોગોથી મહેનતુ લોકોરાત - દિવસ શારીરિકમાનસિક કાર્યમાં પ્રવૃત્ત લોકોને પણ આ રોગ થઈ શકે છે.
ખાનપાનની અનિયમિતતાભેળસેળવાળા ખાદ્યપદાર્થ ખાવાથી જંતુનાશકો અને રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ પણ ઉચ્ચ રક્તચાપનું કારણ બને છે.
બચવાના ઉપાય : જડીબુટ્ટીઓ દ્વારા ઉચ્ચ રક્તચાપ પર સારી રીતે કાબૂ મેળવી શકાય છે.
જડીબુટ્ટીઓનો ઉપચાર
જટામાસીશંખપુષ્પીસર્પગંધાબ્રાહ્મી અને વચનું ચૂરણ સરખા પ્રમાણમાં મેળવી લો. તેમાં આના કરતા અડધા પ્રમાણમાં અકીક પિષ્ઠી મેળળી એક શીશીમાં ભરી લો. ઉચ્ચ રક્તચાપના રોગી વ્યક્તિએ નિયમિત રૃપે આ મિશ્રણમાંથી ચતુર્થાંસ ચમચી જેટલું ઠંડા પાણી સાથે લેવું અને ખાનપાન પર સારી રીતે નિયંત્રણ રાખો તો રોગ ઉગ્ર થતો નથી.
હરડબહેડાઆંબળા અને સર્પગંધાનું સરખા પ્રમાણમાં ચૂરણ લો. તેનેે સીલના પાંદડાના રસ સાથે સારી રીતે ખલમાં ઘોંટો. સૂકાય ત્યારે કોઈ વસ્તુમાં ભરી લો. તેમાંથી અડધી ચમચી જેટલું દિવસમાં બેવાર તાજાપાણી સાથે લેવું જોઈએ.
લસણને પાણીમાં ઉકાળી ગાળી લો. આ પાણીને દિવસમાં વારંવાર પીઓ. આમ કરવાથી ધમનીઓમાં જામેલી ચરબી નીકળવા માંડશે અને રક્તચાપ સામાન્ય થશે.
યૌગિક ઉપચાર : શવાસન અને શ્વસન ક્રિયાઓ દ્વારા અનુલોમ - વિલોમચંદ્ર અનુલોમ - વિલોમ દ્વારા ઉચ્ચ રક્તચાપના રોગી લાભ લઈ શકે છે.
પ્રાકૃતિક ઉપચાર : એમાં જરાપણ શંકા નથી કે પ્રાકૃતિક ઉપચાર દ્વારા રક્તચાપ ઓછું કરવામાં સફળતા મેળવી શકાય છે. જળ ચિકિત્સા અને માટી ચિકિત્સા દ્વારા રોગને કાબૂમાં કરી શકાય છે. માટી ચિકિત્સામાં રોગીના આખા શરીર પર માટીનો લેપ કરવામાં આવે છેપણ કરોડ અને માથા પર માટીની પટ્ટીઓ મૂકવામાં આવે છે અને તપેલી રેતનું સ્નાન કરાવવામાં આવે છે. જળ ચિકિત્સામાં રોગીને સૌપ્રથમ એનિમા આપવામાં આવે છે. પછી ગરમ પાદપ સ્નાન કરાવવામાં આવે છે. જળ માલિશ સાથે સ્નાન કરવામાં આવે છે. ઠંડું કટિ સ્નાનકરોડનું ઠંડું સ્નાનપૂરી ભીની ચાદર લપેટ અને સૌમ્ય બાષ્પ સ્નાન રોગીને કરાવવામાં આવે છે.
આહાર પથ્ય
મીઠું ઓછું ખાવું જોઈએ.
ડેરી ઉત્પાદનોખાંડરિફાઈન્ડ ખાદ્યપદાર્થોતળેલી શેકેલી વસ્તુઓકેફીન અને જંકફૂડનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
બાજરોઘઉંનો લોટજુવારઆખા મગ તથા અંકુરિત દાળોનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ.
પાલકફુલાવરબથવો જેવા લીલા શાક તથા દૂધીલીંબુતૂરિયાફુદીનોપરવળસરગવો,કોળુંટિન્ડા કારેલા વગેરે ખાવા જોઈએ.
અજમોમુનક્કા અને આદુંનું સેવન રોગીને ફાયદો પહોંચાડે છે.
ફળોમાં મોસંબીદ્રાક્ષદાડમપપૈયુંસફરજનનારંગીજાયફળઅનાનાસ વગેરે આપી શકો છો.
બદામ અને મલાઈ વિનાનુંદૂધછાશસરસિયાનું અને સૂરજમુખીનું તેલશુદ્ધ ગાયનું ઘી,ગોળખાંડમધમુરબ્બો વગેરે લઈ શકાય છે.
અપથ્ય
કેકપેસ્ટ્રીનાનરૃમાલી રોટલીનૂડલ્સપિત્ઝાબર્ગરતળેલા અને ડબ્બાબંધ ખાદ્યપદાર્થ,માખણઘીમાવોમલાઈ વગેરેનું સેવન કરવું નહીં.

1 ટિપ્પણી(ઓ):

Unknown કહ્યું...

thank q so much....so helpfull

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger