મંગળવાર, 8 માર્ચ, 2011

તણાવ ઓછો કરે છે સ્વસ્તિકાસન


તણાવ ઓછો કરે છે સ્વસ્તિકાસન


જો તમે ઓફીસ અને ઘરની સમસ્યાથી વધારે તણાવ મહેસુસ કરો છો તો સ્વસિકાસન અમને અવશ્ય રાહત અપાવશે. સાથે જ આ આસન શરીરની માંસપેશિઓ અને રીઢ માટે ઘણુ ફાયદાકારક છે.

સ્વસ્તિકાસનની વિધિ
સમતલ સ્થાન પર કોઇ કપડુ પાથરીને તેની પર બેસી જાવ. તેના પછી ડાબા પગને ગોઠણથી વાળીને સામાન્ય સ્થિતિમા જમણા પગના ગોઠણ વચ્ચે દબાવીને રાખવા અને ડાબા પગને ગોઠણથી વાળીને ડાબા પગની પિંડલી પર રાખવા. પછી બન્ને હાથને બન્ને ગૉઠણ પર રાખીને જ્ઞાન મુદ્રા બનાવવી. જ્ઞાન મુદ્રા માટે ત્રણ આંગળીને ખોલીને તથા અંગુઠાને સાથે રાખો. હવે તમારી નજરને નાકના આગળણા ભાગ પર સ્થિર કરીને મનને એકાગ્ર કરવુ. આસનની આ સ્થિતિમા જેટલુ સંભવ હોય તેટલુ રહેવુ.

આ આસન કરવાથી મનની એકાગ્રતા વધે છે. ધ્યાન લગાવવાથી વિચારવાની ક્ષમતામા ગુણાત્મક વ્રુદ્ધિ થાય છે. દિવસ ભર મન શાંત રહે છે.

ટાઈપીંગથી આંગળીઓ દર્દ કરી રહી છે?


ટાઈપીંગથી આંગળીઓ દર્દ કરી રહી છે?

 તમારો મોટા ભાગનો સમય કમ્પ્યુટર સામે કામ કરતા પસાર થાય છે. કમ્પ્યુટર પસ કામ કરતા તમારી આંગળીઓ થાકી જાય છે. એવામાં સ્વાભાવિક છે કે તમારી આંગળીઓમાં દર્દ થાય અને ટાઈપ કરતા તમારી આંગળીઓ થાકી જાય.
ઓફિસમાં કે અન્ય કોઈ જગ્યાએ કમ્પ્યુટર પર કામ કરતા થાકી ગયેલી આંગળીઓને કસરત આપવી ખૂબ જરુરી છે. થોડી કસરત કરવાથી તમે એ આંગળીઓનો થાક દૂર કરી શકો છો. આંગળીઓનો તણાવ સમાપ્ત થઈ જશે અને તમે તમારું કાર્ય વધુ સારી રીતે કરી શકશો.

કેવી રીતે કરશો આંગળીઓની કસરત

ખુરશી પર બેઠા બેઠા તમારા હાથને ખભાની બરાબર સામે લાવવા. બંને હથેળીઓને નીચે તરફ વાળીને મુઠ્ઠી વાળવી. મુઠ્ઠી વાળતી અંગૂઠો અંદરની તરફ રાખવો. બંને હથેળીઓને એકબીજા તરફ ફેરવવી. ગોળ ગોળ ફેરવવી અને બધી દિશાઓ તરફ વાળવી. આમ કરતી વખતે શ્વાસની ગતિ સામાન્ય રાખવી.
આ કસરત તમે દિવસમાં પાંચ- પાંચ મિનિટ સુધી કરી શકો છો. તેનાથી આંગળીઓ અને હાથનો તણાવ દૂર થી શકે છે.

ગોમુખાસન એવી મહિલાઓ ખાસ કરે કે જેઓને...

ગોમુખાસન એવી મહિલાઓ ખાસ કરે કે જેઓને...

 

 

આજકાલ યુવાનોમાં નશો કે પછી સ્મોકિંગ ક્રેઝ વધી રહ્યો છે. જેના કારણે ટીબી જેવી ખતરનાક બિમારીઓનું ગમે તે સમયે આગમન થઇ શકે છે. નશાના વધુ પડતા દુષિત વાતવરણના કારણે શ્વાસ સંબંધિત બિમારીઓ થવાની પણ સંભાવના છે. જો થોડો સમય યોગાસન કરવામાં આવે તો આ બધી બિમારીઓથી બચી શકાય છે. બીજી તરફ અસંતુલિત આહાર અને અન્ય બિમારીઓના કારણે મહિલાઓનું શરીર પૂર્ણ વિકસિત થતું નથી તેમના માટે પણ યોગ લાભકારક છે. ગોમુખાસન આસનના નિયમિત પ્રયોગથી મહિલાઓને પૂર્ણ સૌંદર્ય પ્રાપ્ત થાય છે. સાથે જ ફેફસા સંબંધિત બિમારીઓ તથા અન્ય બિમારીઓ દૂર રહે છે.

આ આસનમાં આપણી સ્થિતિ ગાયના મુખ જેવી હોય થઇ જાય છે. તેથી તેને ગોમુખાસન કહેવામાં આવે છે. સ્વાધ્યાય તથા ભજન, સ્મરણ વગેરેમાં આ આસનનો પ્રયોગ કરવામાં આવે છે. આ સ્વાસ્થ્ય માટે પણ ઘણો જ લાભકારક છે.

ગોમુખાસનની વિધિ

કોઇ શુદ્ધ વાતાવરણ ધરાવતા સ્થાન પર આસન બિછાવીને તેના પર બેસી જાઓ. ત્યાર બાદ પોતાના ડાબા પગને ઘૂટણને વાળીને જમણા પગની નીચેથી કાઢીને એડીને પાછળ નિતંબને અડાડીને રાખો. હવે જમણા પગને પણ ડાબા પગની ઉપર રાખીને એડીને પાછળ નિતંબ સાથે અડાડો. આટલું કર્યા બાદ ડાબા હાથની કોણીને વાળીને કમર કે પછી બગલમાંથી પીઠ તરફ લઇ જાઓ થતા જમણા હાથની કોણીને વાળીને ખભાની ઉપર માથા પાછળ લઇ જાઓ. બન્ને હાથોની આંગળીઓને હૂકની તરફ એકસાથે જોડી લો. માથુ અને કરોડરજ્જૂને એકદમ ટટ્ટાર રાખો અને છાતીને પણ તાણો. આ સ્થિતિમાં ઓછામાં ઓછા બે મિનિટ સુધી રહો.

પછી હાથ અને પગની સ્થિતિ બદલીને બીજી તરફ પણ આ આસનને આ જ રીતે કરો. ત્યાર બાદ 2 મિનિટ આરામ કરો અને ફરીથી આસન કરો. આ આસન બન્ને તરફ ચાર-ચાર વખત કરવું જોઇએ. શ્વાસક્રિયા સામાન્ય રાખો.

ગોમુખાસનનો લાભ

આ આસનથી ફેફસા સંબંધિત બિમારીઓમાં વિશેષ લાભ થાય છે. છાતી લાંબી અને મજબૂત થાય છે. ખભા, ઘુટણ, જાંઘ, કોણી, કમરમાં મજબૂતી આવે છે. તથા હાથ અને પગ શક્તિશાળી બને છે. તેનાથી શરીરમાં તાજગી, સ્ફૂર્તિ અને શક્તિનો વિકાસ થાય છે. આ આસન દમ, ક્ષયની બિમારીથી પિડાતા લોકોએ કરવું જરૂરી છે. આ આસન અન્ડકોષ સંબંધિત રોગને દૂર કરે છે. તેનાથી પ્રમેહ, મૂત્રકૃચ્છ, ગઠિયા, મધુમેહ, ધાતુ વિકાર, સ્વપ્નદોષ, શુક્ર તારલ્ય જેવા રોગોમાંથી આઝાદી મળે છે. તે ગુર્દામાંથી વિષાત્ક દ્રવ્યોને બહાર કાઢીને રોકાયેલા પેશાબને બહાર કાઢે છે. જેમને ઘુટણનો દુખાવો રહે છે કે પછી ગુદા સંબંધિત રોગ થાય છે તેમને પણ ગોમુખાસન કરવું જોઇએ.

મહિલાઓ માટે વિશેષ લાભ

આ આસન તે મહિલાઓ ખાસ કરવું જોઇએ, જેઓના સ્તન કોઇ કારણોથી દબાઇ ગયા હોય, નાના હોય અથવા તો અવિકસિત રહી ગયા હોય. તે સ્ત્રીઓની સુંદરતા વધારે છે અને તે પ્રદર રોગમાં લાભકારી છે.

સંગીત અને યોગથી રાખો મગજને તંદુરસ્ત

સંગીત અને યોગથી રાખો મગજને તંદુરસ્ત

 

શરીરનો મહત્વનો ભાગ ગણાતા મગજને પણ ખોરાકની જરૂર હોય છે. મગજને બૂસ્ટ કરવાની અનેક રીતો છે. તેમાંની કેટલીક ખાસ છે...

અનેક શોધ અને સંશોધનોમાં જોવા મળ્યું છે કે યોગ્ય માહોલ અને ઉચિત વ્યવહારથી મગજને ક્રિયાશીલ રાખી શકાય છે. એટલે કે સાચો આહાર, સંગીત, ગેમ્સ અને કસરત દ્વારા મગજના પાવરને વધારી શકાય છે.

મોઝાર્ટ સાંભળો: સંગીતની મગજ પર સકારાત્મક અસર થાય છે. યુનિવર્સિટી ઓફ કેલફિોનિgયામાં થયેલો અભ્યાસ જણાવે છે કે, જે લોકો સતત પિયાનો વગાડતા રહે છે કે કોરસમાં ગીત ગાતા રહે છે, તેઓ ઝડપથી કોયડો ઉકેલી શકતા હોય છે. જેનો સંગીત સાથે સંબંધ ન હોય એવા લોકો આ મામલે પાછળ રહેતા હોય છે.

જોગિંગ કરો: અઠવાડીયામાં દરરોજ જોગિંગ કરવાથી પણ મગજ ક્રિયાશિલ રહે છે. જોગિંગની અસર બાળકોમાં પણ જોવા મળી છે. નિષ્ણાતો અનુસાર દરરોજ 20 મિનિટ જોગિંગ કરવાથી ડિમેન્શિયાનું જોખમ ઘટી જાય છે.

વીડિયો ગેમ રમો: થોડા સમય અગાઉ થયેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, છોકરીઓ જો પરિવારની સાથે વીડિયો ગેમ રમે તો તેમના સામાજિક વ્યવહારમાં પરિવર્તન આવે છે. હવે યુનિવર્સિટી ઓફ રોનચેસ્ટરમાં થયેલું સંશોધન જણાવે છે કે વીડિયો પર વોર ગેમ રમવાથી પણ મગજને ફોકસ કરવાની ક્ષમતા સામાન્ય વ્યક્તિ કરતાં વધી જાય છે.

વિદેશી ભાષા શીખો: બાયલેગ્યુઅલ (દ્વિભાષી) લોકો પર વૈશ્વિક સ્તર પર થયેલા આકલનથી જાણવા મળ્યું છે કે આવા લોકો મલ્ટી ટાસ્કર હોય છે. તેનાથી જાણવા મળ્યું કે વધુ ભાષાઓ શીખવી બ્રેઈન એિકટવિટીને વધારે છે.

યોગની શક્તિ: શરીર અને મનને ઉર્જા આપવા માટે યોગથી વધુ શ્રેષ્ઠ બીજું કશું જ નથી. યોગના નિષ્ણાતો જણાવે છે કે મગજને બૂસ્ટ કરવાના અનેક આસન છે. મને શાંત રાખવા, મગજને ક્રિયાશિલ રાખવા અને યાદશક્તિ વધારવા માટે પણ તમે યોગની મદદ લઈ શકો છો.

બાળકોની જેમ ઊંઘો: આનો અર્થ એવો છે કે બાળકોની જેમ નિશ્વિંત અને તણાવમુકત બનીને ઊંઘો. વૈજ્ઞાનિકો જણાવે છે કે સારી ઊંઘનો શરીર અને મન પર વિશેષ પ્રભાવ હોય છે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ઊંઘવાથી મગજને ન્યુરોજિનેસિસનું યોગદાન મળે છે, જે નવા નર્વ સેલ બનાવવામાં મદદ કરે છે.

ધ્યાન માટે ચોકલેટ
શરુઆત ખોરાકથી કરીએ, જે પોષણ આપનારું સૌથી મોટું સ્ત્રોત હોય છે. આમ તો ઉચિત ખાણી-પીણીની શરીર પર સાચી અસર પડતી હોય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ધ્યાન વધારવામાં ચોકલેટ અસરકારક પુરવાર થઈ છે. આ ઉપરાંત સુકો માવો પણ ઓમેગા-૩ અને ૬ ફેટી એસિડ, વિટામિન ઈ, વિટામિન બી-૬થી ભરપૂર હોય છે અને નર્વસ સિસ્ટમ માટે તે ઉત્તમ સ્ત્રોત છે.

યોગથી જાળવો સુંદરતા

યોગથી જાળવો સુંદરતા

ત્વચાને સુંદર અને આકર્ષક બનાવવા માટે બજારમાં મળતી ઘણીબધી પ્રોડકટસનો ઉપયોગ મહિલાઓ કરતી હોય છે. પણ સુંદર થવા માટે યોગ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. યોગ કરવાથી તમારી ત્વચાના રિંકલ્સ, ડાર્ક સર્કલ્સ અને નિસ્તેજ ત્વચાથી તમે છુટકારો મેળવી શકશો. યોગથી શારીરિક શક્તિ સારી રહે છે અને સાથે જ તમારી સુંદરતામાં પણ વધારો કરે છે.

- રોજ વીસ મિનિટ સુધી યોગ અભ્યાસ કરવાથી ઢીલી પડી ગયેલી ત્વચા ટાઇટ બને છે. તેથી ત્વચાની કાંતિ ખીલે છે અને કોમળ બને છે.

- એક મહિનો નિયમિત રીતે યોગ કરવાથી તેના ફાયદા તરત જ દેખાય છે.

- જો તમે ત્વચા પર પડેલી કરચલીઓથી વધારે પરેશાન હો તો કરચલીવાળા ભાગ પર હળવા હાથે મસાજ કરવો અને ઊંડો શ્વાસ લેવો. રોજ સવારે પાંચથી સાત મિનિટ આમ કરવાથી ઘણો ફાયદો થાય છે. આનો નિયમિત પ્રયોગ કરવાથી કરચલીઓ દૂર કરી શકાય છે.

- ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે મોઢામાં ઊંડો શ્વાસ ભરી રાખો. આ હવાને રોકીને રાખવાનો પ્રયત્ન કરો, પછી ધીમે ધીમે તેને બહાર કાઢો. આ પ્રક્રિયાને પાંચથી સાત વખત કરવી.

- આંખ પણ અંતરનો આયનો છે, તેથી એને સ્વસ્થ રાખવી જરૂરી છે. આંખને આકર્ષક રાખવા માટે જીભને જેટલી બહાર કાઢી શકો તેટલી કાઢો અને તેની સાથે જ આંખને જેટલી પહોળી કરી શકો તેટલી કરવાનો પ્રયત્ન કરો.

- સારા દેખાવા માટે સારું અનુભવવું પણ જરૂરી છે. જો નકારાત્મક વિચારો તમારા મનમાં આવતાં હોય તો સુખાસન કે શવાસન કરવાથી તમને ફાયદો થશે.

- પોતાને સુંદર બનાવી રાખવા માટે રોજ ૧૦થી૧૫ મિનિટ સુધી ધ્યાન જરૂરી છે. ધ્યાન માટે બંને આંખને બંધ કરો અને તમારું ધ્યાન બંને આઇબ્રોની વચ્ચે કેન્દ્રિત કરો.

કપાલ ભાતિ દૂર કરે છે શરીરની ચરબી

કપાલ ભાતિ દૂર કરે છે શરીરની ચરબી

 

આ ક્રિયા કરવાથી ફેફસાના નીચેના ભાગમાં ભેગી થયેલી હવા-કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે
અવ્યવસ્થિત દિનચર્યા અને અસંતુલિત ખોરાકને કારણે મોટાભાગના લોકોને બિનજરૂરી શરીર વધવાની સમસ્યાથી પીડાતા હોય છે. જેના લીધે આપણા સ્વાસ્થ્યને અનેક જોખમી બીમારીઓનો સામનો કરવો પડે છે. શરીરની આ ચરબી ઝડપથી દૂર કરવા માટે યોગ ક્રિયાની મદદ લઇ શકાય છે. આવી જ એક ક્રિયા છે કપાલ ભાતિ, જેનાથી નિશ્વિત રૂપે શરીરની ચરબી પર નિયંત્રણ લાવી શકાય છે.

કપાલ ભાતિ કરવાની વિધિ –
સમતળ જમીન પર સ્વચ્છ કપડું પાથરી પોતાની સુવિધા અનુસાર આસન પર બેસી જાવ. બેસ્યા બાદ પેટને ઢીલું મૂકી દો. હવે ઝડપથી શ્વાસ બહાર કાઢો અને પેટને અંદરની તરફ ખેંચો. શ્વાસને બહાર કાઢવો અને પેટને અંદર ખેંચવાની વચ્ચે થોડું અંતર રાખો. શરૂઆતમાં દસ-બાર વખત આ ક્રિયા કરો, ધીમે-ધીમે 60 સુધી પહોંચી જાવ. વચ્ચે-વચ્ચે વિશ્રામ કરી શકો છો. આ ક્રિયા કરવાથી ફેફસાના નીચેના ભાગમાં ભેગી થયેલી હવા-કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે અને સાયનસ સાફ થઇ જાય છે. સાથે પેટ પર જામેલી નકામી ચરબી દૂર થાય છે.

સાવધાની
- શ્વાસ સંબંધિત બીમારીઓથી પીડાતી વ્યક્તિ આ ક્રિયા ન કરે. - કપાલ ભાતિ ક્રિયા વહેલી સવારે ખાલી પેટે કરવી.- કોઇ યોગ વિશેષજ્ઞની સલાહ લઇને આ ક્રિયા કરવી.

પ્રાણાયમના અનેક લાભ

પ્રાણાયમના અનેક લાભ

 

 

પ્રાણાયમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત રોગ તથા બીમારીઓ દૂર થાય છે. 

- યોગમાં પ્રાણાયમ ક્રિયા સિદ્ધ થતા પાપ અને અજ્ઞાનતાનો નાશ થાય છે.
- પ્રાણાયામની સિદ્ધિ દ્વારા મન સ્થિર બની યોગ માટે સમર્થ અને સુપાત્ર બને છે.
- પ્રાણાયમના માધ્યમ દ્વારા જ આપણે અષ્ટાંગ યોગની પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને અંતમાં સમાધિની અવસ્થા સુધી પહોંચીએ છીએ.
- પ્રાણાયમ દ્વારા આપણા શરીરનો સંપૂર્ણ વિકાસ થાય છે. ફેફસામાં વધારે માત્રામાં શુદ્ધ હવા ભરાવાથી શરીર સ્વસ્થ રહે છે.
- પ્રાણાયમથી આપણો માનસિક વિકાસ પણ થાય છે. પ્રાણાયમ કરીને આપણે મનને એકાગ્ર બનાવી શકીએ છીએ. જેનાથી મન આપણા નિયંત્રણમાં આવી જાય છે.
- પ્રાણાયમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત રોગ તથા બીમારીઓ દૂર થાય છે. 

પેટ સંબંધિત બીમારીઓ દૂર કરે છે સેતુબંધ

પેટ સંબંધિત બીમારીઓ દૂર કરે છે સેતુબંધ

 

 

આ આસન કમર દર્દને દૂર કરવામાં મદદરુપ બને છે.
અસંતુલિત ખોરાકને કારણે કોઇને પણ પેટ સંબંધિત અનેક બીમારીઓ થઇ શકે છે. જેવી કે કબજિયાત, એસીડીટી, સમયે ભૂખ ન લાગવી, આંતરડા સંબંધિત બીમારી, કમર દર્દ વગેરે. જો આપ પણ આ બધી બીમારીઓથી પરેશાન છો તો નિયમિતરુપે સેતુબંધ આસન કરો. સેતુબંધ આસન નિશ્વિત રુપે આપને એક નવી ઊર્જા પ્રદાન કરશે અને બીમારીઓમાં રાહત આપશે.

સેતુબંધ આસનની વિધિ – 
સમતળ જમીન પર કોઇ કપડું પાથરી પીઠના બળે સૂઇ જવું. બંને હાથ સીધા અને જમીનની નજીક રાખો તેમજ હથેળીઓને જમીન તરફ રાખો. બંને પગને ઘૂંટણની ઉપર તરફ ઉઠાવો જેથી પગના તળિયા જમીન સાથે જોડાઇ જાય. હવે શ્વાસ અંદર ખેંચો, થોડી ક્ષણ માટે શ્વાસ રોકી રાખો અને ધીમે-ધીમે કમરને પણ જમીનથી ઊપર ઊઠાવો. કમરને એટલી ઊપર લઇ જાવ કે છાતી દાઢીને અડી જાય. સાથે જ હાથને કોણીમાંથી વાળીને હથેળીઓને કમરની નીચે જોડી દો.

હવે આ અવસ્થામાં કમર અને શરીરનો ભાર આપના કાંડા અને હથેળી પર આવી જશે. શ્વાસ સામાન્ય કરી લો. આમ તો આ આસનમાં આટલું જ કરવું પર્યાપ્ત છે પણ વધારે લાભ મેળવવા માટે પગને આગળની તરફ સરકાવો જેથી ઘૂંટણ સીધા થઇ જાય. બંને પગને એકબીજા સાથે જોડી રાખો. થોડી ક્ષણ સુધી આ અવસ્થામાં રોકાવ અને પછી ધીમે-ધીમે શ્વાસ છોડી હાથ સીધા કરી કમરને નીચે લઇ આવો. પગને પણ સીધા કરી થોડીવાર શવાસનમાં વિશ્રામ કરો.

સાવધાનીઓ –
- સંતુબંધ આસનને પૂર્ણ નિયંત્રણની સાથે કરવું જોઇએ. ધ્યાન રાખવું કે શરીરને કોઇ પ્રકારે ઝટકો નલાગે.
- જો આપની કમર, હથેળી અને કાંડા પર વધારે ભાર લાગે તો પહેલા અભ્યાસ એક-બે મહિના સુધી ભુજંગાસન, શલભાસન અને પૂર્વોત્તાનાસનનો કરો.
- જેમને પહેલેથી જ વધારે કમર-દર્દ, સ્લિપ ડિસ્ક કે અલ્સરની સમસ્યા હોય તેઓ સેતુબંધાસનનો અભ્યાસ ન કરે અથવા યોગ શિક્ષકની દેખરેખ હેઠળ અભ્યાસ કરે.

સેતુબંધ આસનના લાભ 
- સેતુબંધ આસન સ્પાઇનની બધી કોશિકાઓને પોતાના સ્થાન પર સ્થાપિત કરવામાં મદદરુપ બને છે.
- આ આસન કમર દર્દને દૂર કરવામાં મદદરુપ બને છે. પેટના બધા અંગો જેવા કે લીવર, પેનક્રિયાજ અને આતરડામાં ખેંચાણ ઉત્પન્ન થાય છે. કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને ભૂખ પણ સમયે લાગે છે.

પાચનતંત્ર વ્યવસ્થિત કરે છે નૌકાસન

પાચનતંત્ર વ્યવસ્થિત કરે છે નૌકાસન

 

જો આપને વધારે ઊંઘ આવતી હોય તો તેને નિયંત્રિત કરવામાં આ આસન સહાયક બનશે. 

શું આપના પાચનતંત્રમાં કોઇ સમસ્યા છે?
આંતરડામાં કોઇ નાની-મોટી બીમારી છે?
હર્નિયાના રોગથી પીડાવ છો?
વધારે ઊંઘ આવે છે?
જો આપ આમાંથી કોઇપણ સમસ્યાથી પરેશાન છો તો આ સમસ્યાઓમાં નૌકાસન ફાયદો કરાવશે.

નૌકાસન – આ આસનમાં આપણું શરીર નૌકા સમાન દેખાય છે, માટે જ તેને નૌકાસન કહે છે.

નૌકાસન કરવાની વિધિ – સમતળ સ્થાન ઊપર કોઇ આસન પાથરી તેના પર પીઠના બળે સૂઇ જાવ. હવે ચિત્રમાં બતાવ્યા મુજબ બંને હાથ, પગ અને માથાને ઊપર તરફ ઉઠાવો. આ અવસ્થાને નૌકાસન કહે છે. થોડી ક્ષણો સુધી આ પોઝીશન જાળવી રાખો. પછી ધામે-ધીમે હાથ, પગ અને માથું જમીન પર પરત લઇ આવો.

લાભઆ આસન કરવાથી આપનું પાચનતંત્ર સ્વસ્થ રહેશે, હર્નિયાની સમસ્યામાં રાહત મળશે. અંગુઠાથી લઇને આંગળી સુધી ખેંચાણ થવાથી શુદ્ધ રક્ત વધારે ઝડપથી પ્રવાહિત થશે, જેનાથી શરીર નિરોગી બનશે. જો આપને વધારે ઊંઘ આવતી હોય તો તેને નિયંત્રિત કરવામાં આ આસન સહાયક બનશે.

હાઈટ વધારવા માટે તાડાસન કરવુ

હાઈટ વધારવા માટે તાડાસન કરવુ

 

જો કોઈ માણસ પોતાની હાઈટથી સંતોષ ન હોય તો તેની માટે તાડાસન સૌથી સારો ઉપાય છે. આ આસનમા જરૂરથી હાઈટ વધી જાય છે. આ આસન નાની ઉમરના લોકો માટે વધારે ફાયદાકારક છે.

તાડાસનની વિધિ -
સીધા સ્થાન પર ચાદર રાખી સીધા ઉભા રહો અને પ્રયાસ કરો કે તમારા પગ એક બીજાને અડતા રહે. સાથે હાથને પોતાની બાજુમા રાખવા. પુરા શરીરને સ્થીર રાખવું અને એ ધ્યાન રાખવુ કે પુરા શરીરનો વજન બન્ને પગ બરાબર રૂપથી આવે. બન્ને હાથની આંગળીને મેળવીને માથા પર રાખવી.

હથીળીઓની દિશા ઉપરની તરફ હોવી જોઇએ. શ્વાસ લેતા-લેતા પોતાના હાથને ઉપરની તરફ ખેંચો, તામારા ખભા અને છાતીમા પણ ખેંચાવ આવશે. સાથે જ પગની એડીને પણ પગની આંગળીઓ પર સંતુલન રહે તેમ કરવું. આવુ થોડી વાર માટે રાખવું. થોડા સમય પછી હાથને ફરીથી માથા પર લઈ જવા. આ આસનને ઓછામા ઓછા 5 થી 10 વાર કરી શકો છો.

આના લાભ - 
- પગની આંગળીઓની સાથે-સાથે નખ પણ મજબુત બને છે.
- આપણી છાતી અને પીઠની માંસપેશિઓમાં થોડો-થોડો ખેંચાવ લાવી શકીએ છીએ પરંતુ તાડાસન કરવાથી છાતી, ખભો અને પીઠની માંસપેશિઓમા ખેંચાણ આવે છે. આનાથી શરીરની લંબાઈ વધી જાય છે અને એક્ટિવ થઈ જઈએ છીએ.
- આ આસનથી હાડકા પણ મજબુત બને છે. શરીરની લંબાઈ વધવાની સંભાવના વધી જાય છે તથા સ્લિપ ડિસ્કની સંભાવના નથી રહેતી.
- ખભા મજબુત બને છે અને ઉંડા શ્વાસ લેવા-છોડવાની પ્રક્રિયામા સુધાર આવી જાય છે.

પ્રસવ-પીડા ઓછી કરશે બદ્ધ કોણાસન

પ્રસવ-પીડા ઓછી કરશે બદ્ધ કોણાસન

 

બદ્ઘ કોણાસન એ મહિલાઓ માટે છે જેઓ ટૂંક સમયમાં જ મા બનવાની છે. ગર્ભાવસ્થા દરમ્યાન બદ્ધકોણાસન ખૂબ ફાયદાકારક છે. આ આસન કરવાથી પ્રસવ પીડા ઓછી થાય છે.પુરુષો પણ આ આસન કરી શકે છે.કોણાસનથી શરીરના અનેક રોગ દૂર થાય છે.

બદ્ધકોણાસનની વિધી-સમતળ સ્થાને કંબલ અથવા અન્ય કોઈ કપડું પાથરીને બંને પગને સામેની તરફ લંબાવીને સુઈ જવું. પછી બંને ધુંટણોને વાળીને પલાંઠીની જેમ વાળવા ત્યાર બાદ બંને પગના ઘૂંટણ પગના તળીયા સાથે જોડવા. બંને હાથની આંગળીઓને પણ એકબીજા સાથે જોડવી. પગની આંગળીઓને બંને હાથની આંગળીઓથી પકડી લેવી તથા પીઠને સીધી રાખીને શાંતિથી આસન કરવાનો પ્રયત્ન કરવો. આ આસનને તમે તિતલી આસન પણ કહી શકો છો. બંને હાથને સીધા કરીને પગ સાથે વધુમાં વધુ નજીક લાવવાનો પ્રયત્ન કરવો. આ આસનની આ પ્રારંભની સ્થિતિ છે. ઉંડા શ્વાસ લઈને શ્વાસ છોડતા કમરથી આગળની તરફ ઝુકો અને તમારા મસ્તિષ્કને જમીન સાથે સ્પર્શ કરાવો. જો આ સંભવ ના થાય તો તમારી કોણી અને પગના અંગૂઠાને શ્વાસ છોડતા સામાન્ય સ્થિતિમાં લાવો.અંતે શ્વાસ લઈને વળી પાછા પ્રારંભિક સ્થિતિમાં આવી જાઓ. બે કે ત્રણ વાર આ આસનનો પ્રયત્ન કરવાથી તમે તન મનમાં તાજગીનો અહેસાસ કરશો.

બદ્ધ કોણાસનની પ્રારંભિક સ્થિતિ તીતલી આસન જેવી છે. ગર્ભવતી મહિલાઓ આ બંને આસનોનો અભ્યાસ યોગ શિક્ષક પાસે કરે એ વધુ સલાહભર્યુ છે. ગર્ભાવસ્થાની શરુઆતના 6 મહિના સુધી તમે આ આસન કરી શકો છો.ગર્ભવતી મહિલાઓએ વિશેષ ધ્યાન રાખવું કે તેઓ આગળની તરફ ના ઝુકે તેમણે કોણાસનની ફક્ત બેસવાની સ્થિતિને જ અનુસરવી. તેમણે કમરને હંમેશા સીધી રાખવી જેથી તિતલી આસનમાં બેસવાની સરળતા રહે. આ ઉપરાંત પદ્માસનમાં બેસવાથી પણ ચોકક્સ ફાયદો થશે. પર્વતાસનનો અભ્યાસ પણ સરળ છે.

બદ્ધ કોણાસનનો લાભકિડની, યુરીનરી બ્લેડર અને પ્રોસ્ટેટની સમસ્યામાં ફાયદાકારકહર્નિયાની સમસ્યાને પણ જાકારો આપે છે. જે બદ્ધ કોણાસનનો નિયમીત અભ્યાસ કરે છે તેમને ભવિષ્યમાં હર્નિયાની સમસ્યા નડતી નથી. ગર્ભવતી મહિલાઓ પણ બદ્ધ કોણાસનને નિયમિત સ્વરુપે એક કે બે મિનિટ માટે કરે તો તેનો ફાયદો અચૂક થાય છે.પરંતુ ગર્ભવતી મહિલાઓ માત્ર બેસવાનો અભ્યાસ કરે , તેમણે આગળની તરફ કયારેય ઝૂકવું નહીં. આ આસનનો અભ્યાસ કરવાથી પ્રસવ પીડા ઓછી થાય છે.

પશ્વિમોત્તાનાસન

પશ્વિમોત્તાનાસન

 

આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ અને શક્તિશાળી બને છે.

વિધી- સમતળ જમીન પર આસન પાથરીને બંને પગોને સામેની તરફ સીધા કરીને બેસવું. ધીમે-ધીમે શરીરનો ઉપરનો હિસ્સો આગળની તરફ નમાવતા નમાવતા બંને પગના અંગૂઠા પકડવાનો પ્રયાસ કરવો. ઘૂંટણને વાળવા નહીં અને મસ્તક ઘૂંટણે અડે તે રીતે નમાવવું. આ સ્થિતિમાં થોડીવાર રોકાવું. જ્યારે સારી રીતે અભ્યાસ થઇ જાય તો બંને હાથની આંગળીઓ એકબીજા સાથે ભરાવી બંને પગના તળીયાને પકડવાનો પ્રયત્ન કરવો. આ આસનને ત્રણ આવૃત્તિમાં કરવું. જેને કમરમાં પીડા થતી હોય તેમણે આ આસન ન કરવું.

લાભ- આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ અને શક્તિશાળી બને છે. તેની સાથે-સાથે તન અને મનના અનેક પ્રકારના રોગો પણ આ આસન કરવાથી દૂર થાય છે. આત્મવિશ્વાસમાં વધારો થાય છે. શરીર સ્વસ્થ, પ્રસન્ન અને કાંતિમય બને છે. ભય અને નિરાશા દૂર થાય છે. પ્રાણની ગતિ એટલી સૂક્ષ્મ બની જાય છે કે વ્યક્તિ એક મિનિટમાં પાંચ શ્વાસ લઇને જ પોતાનું કામ ચલાવી શકે છે. જેનાથી વ્યક્તિ દીર્ધાયુ બને છે. આ આસન કરવાથી ચર્મ રોગ દૂર થાય છે અને કમર પાતળી તેમજ સુડોળ બને છે. આ આસન કરવાથી અનિદ્રા દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે.

પીઠનું દર્દ દૂર કરશે-પર્વતાસન

પીઠનું દર્દ દૂર કરશે-પર્વતાસન

 

જો તમે પીઠના દુખાવાથી પરેશાન છો તો તમારા માટે પર્વતાસન ખૂબ લાભદાયી છે. આ આસનથી ખભાનો અને પીઠનો દુખાવો દૂર થાય છે અને તેનાથી હાડકાની મજબૂતી પણ વધે છે.પર્વતાસનથી હાડકા વધુ મજબુત બને છે. કરોડરજ્જુની મજબુતાઈમાં વધારો થાય છે.

પવર્તાસનનો પ્રયોગસપાટ જમીન પર કપડું કે ચાદર પાથરીને સુઈ જવું. કમરને સીધી રાખવી. બંને હાથની આંગળીઓ એકબીજા સાથે ઈંટરલોકની જેમ જોડી દેવી.હથેળીને વાળીને મસ્તિષ્ક ઉપર લાવવી. પર્વતાસન કરવા માટે બંને હાથને ઉપરની તરફ ખેંચો. બંને બાજુઓ સીધી કરો. હાથ અને બંને બાજુઓના હાડકામાં ખેંચાણનો અનુભવ કરો. આ સ્થિતિમાં એક કે બે મિનિટ સુધી રહેવું. ઉંડો શ્વાસ લેવો, અંતે બંને હાથોને નીચે લાવવા. પગની સ્થિતિને બદલવી હવે એક વાર ફરી પર્વતાસનનો અભ્યાસ કરવો.પર્વતાસન કરતી વખતે કમરને હંમેશા ટટ્ટાર રાખવી.

પર્વતાસનના લાભપર્વતાસનના અભ્યાસથી પીઠનો દુખાવો ઓછો થાય છે. સાથે સાથે શરીરના અન્ય હાડકાના દુખાવામાં પણ ફાયદાકારક છે. જ્ઞાનતંતુઓમાં સ્ફુર્તિ પેદા કરે છે.શ્વાસ લેવામાં સરળતા રહે છે. ફેફસાની ક્ષમતા વધે છે.બંને હાથને ઉપરની તરફ ખેંચવામાં આવે ત્યારે પેટની માંસપેશીઓ વધુ મજબુત બને છે. ગર્ભવતી મહિલાઓ શરુઆતના 6 મહિના સુધી આ આસનનો અભ્યાસ કરી શકે છે.

સુંદર દેખાવા માટે ગર્ભાસન બેસ્ટ

સુંદર  દેખાવા માટે ગર્ભાસન બેસ્ટ

જો તમે હરહંમેશ અને લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાવવા માંગતા હોવ તો અત્યારથી જ ગર્ભાસન કરવાનું શરુ કરી દો. ગર્ભાસનથી ચહેરાની ચમક લાંબા સમય સુધી ટકી રહેશે. તેનો નિયમિત અભ્યાસ કરવાથી ચહેરા પર કરચલીઓ બહુ ઓછી પડે છે.ગર્ભ સંબંધી દરેક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ગર્ભાસન.

ગર્ભાસનનો પ્રયો સમતળ સ્થાને ચાદર પાથરીને બેસી જાઓ.પદ્માસન કે પલાંઠી વાળીને બેસો. બંને હાથને જાંઘ તથા પગના ઘુંટણ વચ્ચેથી પસાર કરો. કોણીઓને બહારની તરફ ખેંચો. બંને કોણીઓને વાળીને બંને ઘુંટણ તરફ ઉપર ઉઠાવો. શરીરને સંતુલિત કરતા બંને હાથેથી કાન પકડવાની કોશિષ કરો. આસનની સ્થિતિમાં આવો ત્યારે શરીરનો સંપૂર્ણ ભાર નિતમ્બ તરફ ઝુકાવી દો.આ સ્થિતિમાં 1થી 5 મિનિટ સુધી રહો અને ફરી સામાન્ય સ્થિતિમાં આવી જાઓ.

ગર્ભાસન માટે સાવધાનીઆ આસન શરુ કરતી વખતે શરુઆતમાં થોડી મુશ્કેલીઓ નડશે પરંતુ થોડા દિવસમાં જ તમને તેનું સારું પરિણામ મળશે. થોડા દિવસ અભ્યાસ કરવાથી તમારું મન પ્રસન્ન રહેશે.આસનથી કરોડરજ્જુ મજબુત થાય છે. શરીરમાં માંસપેશીઓના દોષ દૂર થાય છે.આસન શરીરને હળવું બનાવે છે.સ્નાયુઓની દુર્ભળતાને દૂર કરે છે.સ્ત્રીઓ માટે તે ખૂબ લાભદાયી છે.ગર્ભાશયના રોગમાં ખૂબ ફાયદો કરનારું છે. તેનાથી ક્યારેય ગર્ભાશયની બિમારી થતી નથી.આ આસન પ્રસુતિના 40 દિવસ બાદ ફરી કરવું. તેનાથી શરીરની નબળાઈ દૂર થશે. મુખડું વધારે સુંદર બનશે. સ્ત્રી પુરુષ બંનેની સુંદરતા ટકાવી રાખવા માટે તે ખૂબ ફાયદાકારક છે.

પદ્માસનથી મળશે શાંતિ

પદ્માસનથી મળશે શાંતિ


સમગ્ર દિવસ દરમ્યાન તરોતાજ રહેવાનો સૌથી સરળ ઉપાય છે પદ્માસન. પદ્માસનના પ્રતિદિન અભ્યાસથી તમારું મન એકાગ્ર થશે.કોઈ પણ પરિસ્થિતિમાં તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધી જશે. તમે વધુ કાર્યક્ષમ બનશો.મન શાંત રહેશે.

પદ્માસનનો પ્રયોગ સમતળ જમીન પર ફક્ત ચાદર પાથરીને બેસવું.ડાબા પગની એડીને જમણા પગ પર એવી રીતે મુકવી કે એનાથી એડી નાભી પાસે આવી જાય. ત્યારબાદ જમણા પગને ઉપાડીને ડાબા પગ પર એવી રીતે રાખવો કે બંને એડીઓ નાભી પાસે મળી જાય. મેરુદન્ડ સહીત કમરના ઉપરના ભાગને એકદમ સીધો રાખવો. બંને ઘુંટણને જમીનથી ઉપર ના ઉપાડવા.હવે બંને હાથની હથેળીઓને પલાંઠીમાં મુકવી. આંખ બંધ કરીને ધ્યાનમાં બેસવું. વારંવાર પગને બદલ્યા કરવો.
પદ્માસનના લાભ આ આસન પગની દરેક સમ્સ્યાઓને દૂર કરે છે. કટિભાગ તથા પગના સાંધાના જોડાણ, નસોમાં લોહીનું પરિભ્રમણ વધારે છે.સાંધાને મજબૂત, દ્રઢ અને સ્ફુર્તિદાયક બનાવે છે.શ્વસન ક્રિયાને વધુ તેજ બનાવે છે. ઈન્દ્રિય અને મનને શાંત રાખે છે તેમજ એકાગ્ર રાખે છે. તેનાથી બુદ્ધિ વધે છે અને વધુ સાત્વિક બને છે. ચિત્તમાં સ્થિરતા આવે છે. સ્મરણ શક્તિ અને વિચારશક્તિ વધે છે. આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી વીર્યમાં પણ વૃદ્ધિ થાય છે.

ઉષ્ટ્રાસન અનેક બિમારીઓનો એક ઈલાજ

ઉષ્ટ્રાસન અનેક બિમારીઓનો એક ઈલાજ


જો તમે શ્વાસ, ઉદર, પિંડીઓ, પગ, ખભા, કોણી અને મેરુદંડ સંબંધી કોઈ રોગથી પિડીત છો તો તમારા માટે ઉષ્ટ્રાસન બહુ લાભકારક છે. આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી દરેક રોગમાં ચમત્કારિક લાભ થાય છે.આ આસનમાં આપણા શરીરની અવસ્થા ઉંટ સમાન બને છે, આ જ કારણથી તેને ઉષ્ટ્રાસન કહેવામાં આવે છે.થોડી વાર આ જ અવસ્થામાં રહીને તમારા શરીરની સ્થિતિને અનુભવો અને ધીરે ધીરે પુન વ્રજાસનની સ્થિતિમાં આવી જાઓ.

સાવધાની
ક્યારેય જોર દઈને કે ઝાટકાથી આ પ્રકારનું આસન ન કરવું. પાછળ વળતી વખતે જાંઘ હંમેશા સીધી રાખવાનો પ્રયત્ન કરવો. અંતિમ સ્થિતિમાં ઘુંટણથી ગરદન સુધીનો ભાગ સીધો રાખવો. આસનની મૂળ સ્થિતિમાં આવતી વખતે ઘુંટણ સુધીનો ભાગ સીધો રાખવો. જે લોકોને હર્નિયાની બિમારી હોય તેને આ આસન ન કરવું જોઈએ.

આ આસનથી ઘુંટણ, બ્લેડર, કિડની, નાનું આંતરડું, લીવર, છાતી, જાંઘ અને ગરદનનો ભાગ સૌથી વધારે પ્રભાવિત થાય છે. જેનાથી ઉપર્યુક્ત અંગ સમૂહનો વ્યાયામ થાય છે અને વ્યક્તિ નીરોગી બને છે. ઉદર સંબંધી રોગ જેમ કે અપચો, ડીહાઈટ્રેડેશન, એસિડીટી નિવારણમાં આ આસન કરવાથી સહાયતા મળે છે. ગળા સંબંધી રોગમાં પણ આ આસન લાભદાયક છે.

સિદ્ધાસનથી પ્રાપ્ત થશે અલૌકિક સિદ્ધીઓ

સિદ્ધાસનથી પ્રાપ્ત થશે અલૌકિક સિદ્ધીઓ


સિદ્ધ મહાપુરુષોનું પ્રિય આસન છે સિદ્ધાસન.સિદ્ધાસનને દરેક આસનોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ આસનના નિયમિત અભ્યાસથી અલૌકિક શક્તિઓની પ્રાપ્તિ થાય છે.

સિદ્ધાસનની વિધી
સમતલ સ્થાન પર ચાદર કે આસન પર બેસીને પગને ખુલ્લા રાખવા. હવે જમણા પગની એડીને ગુદાની વચ્ચે ખેંચવી. ડાબા પગની એડીને જનનેન્દ્રિયની ઉપર એ પ્રકારે ખેંચવી જેનાથી જનનેન્દ્રિય અને અંડકોષની ઉપર કોઈ દબાણ ન થાય. જમણા પગની એડીનો ક્રમ બદલી પણ શકાય છે.બંને પગના તળીયા જાંઘ અને મધ્ય ભાગની વચ્ચે રાખવા.હથેળી ઉપરની બાજુએ રાખવી અને બંને હાથને પલાંઠીની વચ્ચે રાખવી. બંને હાથને જ્ઞાનમુદ્રાની વચ્ચે રાખવા. આંખો ખુલ્લી અથવા બંધ રાખવી.શ્વાસ સામાન્ય રાખવા અને ધ્યાન કેન્દ્રિત કરવું. પાંચ મિનિટ સુધી આસનનો અભ્યાસ કરવો.

સિદ્ધાસનના લાભ
સિદ્ધાસનથી શરીરની દરેક નાડીઓનું શુદ્ધિકરણ થાય છે. ધ્યાન પણ સરળ બને છે. પાચનક્રિયા નિયમિત થાય છે. શ્વાસના રોગ, હ્રદય રોગ,જીર્ણજ્વર, અજીર્ણ, અતિસાર, શુક્રદોષ વગેરે દૂર રહે છે. મંદાગ્નિ, મરોડા, સંગ્રહિણી,વાતવિકાર, ક્ષય, દમ, મધુપ્રમેહ વગેરે રોગોથી દૂર રહેવા મળે છે. બ્રહ્મચર્ય પાલનમાં આ આસન વિશેષ રુપથી સહાયક બને છે. રોગિષ્ટ લોકોએ તેનો ફાયદો લેવો જોઈએ. માસનસિક શક્તિઓને વધારે છે અને કુંડલિની શક્તિઓને જાગૃત કરવાનું પ્રશમ સોપાન છે.

યુવાની અને સુંદરતા વધારશે વક્રાસન

યુવાની અને સુંદરતા વધારશે વક્રાસન

વક્રાસન આસનમાં આપણા શરીરની અવસ્થા દેડકા જેવી બને છે. આ જ કારણે તેને વક્રાસન કહેવામાં આવે છે. આ આસનમાં આપણા શરીરમાંથી આંતરિક તેમજ બાહ્ય શક્તિમાં ગુણોત્તર વૃદ્ધિ થાય છે. થોડા સમયમાં જ આસનના લાભથી તમારું શરીર શાંતિનો અનુભવ કરશે.

વક્રાસનની વિધી
સમતળ સ્થાન પર ચાદર પાથરીને બેસવું. હવે બંને હાથોને સામેની ભૂમિ પર રાખવા. શ્વાસ સામાન્ય રાખવા. બંને ઘુંટણને બંને હાથની કોણીઓ સાથે સ્થિર કરવી. શ્વાસ અંદર તરફ ખેંચવો અને શરીરને ધીરે ધીરે હથેળીઓના સહાર ઉપર તરફ ખેંચવું. આ આસન ઘણું કઠિન છે પરંતુ તેનો નિરંતર અભ્યાસ કરવાથી આસનની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત થાય છે. પરંતુ ધ્યાનમાં રાખવું કે હાથમાં જો કોઈ મુશ્કેલી હોય તો આસન ન કરવું.

વક્રાસનના લાભ
વક્રાસનથી આપણા શરીરનો પુરેપુરો ભાર હાથ પર આવી જાય છે. તેનાથી આપણા હાથના સ્નાયુઓ નબળા મજબુત થાય છે અને આરોગ્ય પણ વધે છે. મુખની કાન્તિ વધે છે. સુંદરતામાં ખૂબ વધારો થાય છે.યુવાની વધે છે અને શરીર હ્રુષ્ટ પુષ્ટ બને છે. આ આસનથી શરીરની નાની મોટી અનેક બિમારીઓ દૂર થાય છે. 


ઉત્તાનપાદ આસન

ઉત્તાનપાદ આસન


આ આસનના અભ્યાસથી મણિપૂરક ચક્ર જાગૃત થાય છે.

વિધિ - એકાંત સ્થળે સમતળ જમીન પર આસન પાથરો, પીઠના બળે જમીન પર આડા પડો. બંને હાથને શરીરની બાજુમાં રાખો. પોતાની આંખો ખુલ્લી રાખો તથા શ્વાસને અંદર ખેંચતા ખેંચતા બંને પગને એકસાથે લગભગ એક ફૂટ ઊંચા ઊઠાવો. પોતાના માથાને જમીન પર ટેકવી રાખો. હવે ધીમે-ધીમે પગને એકસાથે જમીન પર મૂકો અને થોડીવાર વિશ્રામ કરો. અભ્યાસ થયા બાદ આ ક્રિયા નિયમિત પાંચ વખત કરો.

સાવધાની – આસનનો અભ્યાસ ધીરજપૂર્વક કરો. ઉતાવળમાં શરીર પર વધારે જોર ન આપવું.

લાભ – ઉત્તાનપાદ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી પેટ સંબંધિત બધી બીમારીઓ મટી જાય છે. આ આસન નાભી પર પ્રભાવ પાડે છે. નાભી સ્થળ 72 હજાર સુક્ષ્મ નાડીઓનું કેન્દ્ર છે. આ આસનના અભ્યાસથી 72 હજાર નાડીઓમાં સક્રિયતા અને ચેતનાની વૃદ્ધિ થાય છે. આ આસનના અભ્યાસથી મણિપૂરક ચક્ર જાગૃત થાય છે. આના અભ્યાસથી ખૂલીને ભૂખ લાગે છે.

આ આસન પેટની બીમારી જેવી કે અપચો, ગેસ, ભૂખ ન લાગવી, ખાવાનું ન પચવું, કબજિયાત, પેટમાં દુખાવો જેવા બધા રોગોને દૂર કરે છે. આ આસનમાં શ્વાસ, પ્રશ્વાસ કરવાથી એકાગ્રતા વધે છે. મન શાંત અને સ્થિર થાય છે. આથી આપણે કહી શકીએ છીએ કે આસનના નિયમિત અભ્યાસથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. 

માંસપેશિઓનું સ્વાસ્થ્ય સુધારે છે ત્રિકોણાસન

માંસપેશિઓનું સ્વાસ્થ્ય સુધારે છે ત્રિકોણાસન

 

 
ત્રિકોણાસનથી શરીરના પાછળના ભાગની ચરબી ઓછી થાય છે. પૃષ્ઠાંશની માંસપેશીઓ પર બળ પડવાથી તેનું સ્વાસ્થ્ય સુધરે છે.

વિધિ- બંને પગની વચ્ચે લગભગ દોઢ ફૂટનું અંતર રાખીને સીધા ઊભા રહો. બંને હાથને ખભાની સમાંતર ખોલી દો. શ્વાસ લઇને ડાબા હાથને સામે લાવતા લાવતા ડાબા પંજા પાસે જમીન પર ટેકવી દો. અથવા હાથને એડી સાથે જોડો તથા હાથને ઉપરની તરફ ઉઠાવી, ગળાને જમણી તરફ ફેરવીને જમણા હાથને જુઓ. પછી ધીમે-ધીમે શ્વાસ છોડતા પહેલાની સ્થિતિમાં આવી આ અભ્યાસ ફરીથી કરો.

સાવધાની - આસનનો અભ્યાસ ધૈર્યપૂર્ણ રીતે કરો. ઉતાવળ ન કરવી અને ઝડપમાં શરીર પર વધારે જોર ન કરવું.

લાભશરીરના પાછળના ભાગની ચરબી ઓછી થાય છે. પૃષ્ઠાંશની માંસપેશીઓ પર બળ પડવાથી તેનું સ્વાસ્થ્ય સુધરે છે. છાતીનો વિકાસ થાય છે. 

શવાસન કરવાથી દૂર થાય છે માનસિક અને શારીરિક થાક


શવાસન કરવાથી દૂર થાય છે માનસિક અને શારીરિક થાક

 આ આસન કરવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. સૂક્ષ્મ ઊર્જા કેન્દ્ર જાગૃત થાય છે અને થાકમાંથી મુક્તિ મળે છે.

વિધિ- આ આસનમાં આપે કંઇજ વિશેષ કરવાનું નથી. આપ એકદમ સહજ અને શાંત બની જાવ તો મન અને શરીરને આરામ મળશે. દબાણ અને થાક દૂર થઇ જશે. શ્વાસ અને નાડીની ગતિ સામાન્ય થઇ જશે. આ કરવા માટે પીઠના બળ પર સૂઇ જવું. પગને ઢીલા છોડી બંને હાથને શરીરની સમાંતર રાખી બાજુમાં રાખો. શરીરને જમીન પર સંપૂર્ણપણે સ્થિર થઇ જવા દો. હવે શરીરના દરેક અંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને એકદમ શાંત અને સ્વસ્થ અનુભવો. એવી કલ્પના કરો કે શરીરનું એક-એક અંગ શાંત, સ્વસ્થ, નિરોગી અને શક્તિશાળી બની રહ્યું છે. શવાસનમાં આપનું મન જેટલું વધારે શાતં અને એકાગ્ર થશે તેટલો વધારે લાભ થશે.

લાભ- આ આસન કરવાથી શારીરિક અને માનસિક થાક તુરંત જ દૂર થશે. જેઓ માનસિક રુપે ઝડપથી થાકી જાય છે અને સતત તણાવમાં રહે છે તેમના માટે આ આસન અતિ ઉત્તમ છે. શવાસન કરવાથી માનસિક બીમારીઓ જેવી કે ડિપ્રેશન, હિસ્ટેરિયા, ચિંતા, ગભરામણ, અનિદ્રા વગેરેમાં રાહત મળે છે. આ આસન ડાયાબીટિસ, હૃદયરોગમાં લાભદાયક છે. શવાસન મનની બેચેની, ચંચળતા, ગભરામણ, ઉતાવળાપણું દૂર કરે છે. પ્રત્યેક અઘરા આસન બાદ પણ આ આસન કરવું જોઇએ. આ આસન કરવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. સૂક્ષ્મ ઊર્જા કેન્દ્ર જાગૃત થાય છે અને થાકમાંથી મુક્તિ મળે છે. આ એક એવું આસન છે જે સાંજે કરી શકાય છે.

અનેક બિમારીઓનો એક ઈલાજ- શીર્ષાસન


અનેક બિમારીઓનો એક ઈલાજ- શીર્ષાસન

 

યોગાસનના નિયમિત અભ્યાસથી આપણું શરીર હંમેશા સ્વસ્ત અને નિરોગી બને છે. જો યોગાસનનો અભ્યાસ નિયમિત કરવામાં આવે તો આપણી કાર્યક્ષમતા વધે છે. આ દરેક આસનોમાં એક મહત્વપૂર્ણ આસન છે શીર્ષાસન
શી્ર્ષાસન એક એવું આશન છે જેના અભ્યાસથી આપણે સદૈવ અનેક મોટી બિમારીઓથી દૂર રહીએ છીએ. જો કે આ આસન ખૂબ મુશ્કેલ છે. દરેક વ્યક્તિ માટે તે સહજ નથી. શીર્ષાસન કરવાથી આપણું પાચનતંત્ર ખૂબ સારું રહે છે. 
શીર્ષાનની વિધી
શીર્ષાસન કરવા માટે સૌથી પહેલા સમતળ સ્થાન પર શેતરંજી પાથરીને વર્જાસનની અવસ્થામાં બેસવું. જ્યારે બંને હાથ આગળની તરફ ઝુકાવવામાં આવે ત્યારે આગળ નમીને કોણીઓને જમીન પર ટેકવી દેવી. બંને હાથ તથા આંગળીઓને એકબીજા સાથે જોડી દેવા.હવે શિરને એટલે કે તમારા માથાને બંને હથેળીઓની મધ્યમાં રાખવું અને ધીરે ધીરે આગળ કરવું. શ્વાસ સામાન્ય રાખવો.માથાને જમીન પર ટેકવ્યા બાદ ધીરે ધીરે શરીરનું સંપૂર્ણ વજન માથા પર છોડી દેવું.શરીરને ઉપર તરફ ખેંચવું. શરીરને સીધું કરવું.બસ આ અવસ્થાને શીર્ષાસન કહેવામાં આવે છે. આ આસનને માથાના બળ પર કરવામાં આવે છે. એટલા માટે તેને શીર્ષાસન કહેવામાં આવે છે.
શીર્ષાસનના લાભ
શીર્ષાસનથી આપણું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તેના લીધે મસ્તિષ્કમાં સંચાર વધે છે. જેનાથી સ્મરણ શક્તિ ખૂબ નધી જાય છે. હિસ્ટીરીયા અને અંડકોષની વૃદ્ધિ , હર્નિયા તથા કબજિયાતમાં ફાયદો રહે છે. અનેક રોગ દૂર કરે છે. વાળના રોગ અને તેને ખરતા અટકાવે છે. આ આસનથી આપણી માંસપેશીઓ એક્ટિવ થાય છે અને આ આસનથી શરીરને બળ મળે છે. આત્મવિશ્વાસ વધે છે. અનેક પ્રકારના મનના ડર દૂર થાય છે.
શીર્ષાસન માટે સાવધાની
જો તમે સંપૂર્ણ સ્વસ્થ ના હો તો શીર્ષાસન કરવું ટાળવું. યોગ શિક્ષક પાસે શીખવું ખૂબ જરુરી છે. બ્લડ પ્રેશર હોય તો આ આસન કોઈ પણ હિસાબે ન કરવું. આંખોથી સંબંધિત બિમારી હોય તો પણ ના કરવું.ગરદનની બિમારી હોય તો પણ ના કરવું

આયાસ વિનાનો પ્રયાસ

આયાસ વિનાનો પ્રયાસ

 

આસનનું મૂળ તો માણસની ત્રણ સ્થિતિ- ઊભા રહેવું, બેસવું, સૂવું- પર આધારિત હોય છે. આસન એ કંઈ જેને યાંત્રિક ઢબે કરી શકાય એવી ક્રિયાઓની શૃંખલા જ માત્ર નથી. દરેક આસન પાછળ એક તર્ક હોય છે, જેનો યોગ્ય રીતે અભ્યાસ કરવાથી જ એને આત્મસાત્ કરી શકાય છે.
સંસ્કૃત શબ્દ આસનનો અર્થ ક્યારેક ‘મુદ્રા’ તો ક્યારેક ‘સ્થિતિ’ એવો કરવામાં આવે છે, પરંતુ બન્ને શબ્દો એકદમ સચોટ નથી. આ બન્ને શબ્દ આસનના સાચા અર્થને વ્યક્ત નથી કરતા. આસનની અંતિમ મુદ્રા ત્યારે જ મેળવી શકાય જ્યારે શરીરનાં તમામ અંગ સાચી અવસ્થા, જાગૃતિ તથા બૌદ્ધિકતાની સ્થિતિમાં હોય. એ મેળવવા માટે આસનની પ્રત્યેક સંરચનાને સારી રીતે સમજવી જરૂરી છે.
ઘણી વાર લોકો યોગની શરૂઆત પૂર્વાગ્રહ સાથે કરતા હોય છે. કેટલાકો લોકો એનાથી તરત રોગમુક્તિ ઇચ્છે છે. કેટલાક માને છે કે સૌથી સરળ આસાન પણ મુશ્કેલ હોય છે. આવું એટલા માટે થાય છે કે શરૂઆતમાં શરીરના સ્નાયુ અક્કડ હોય છે અને મુદ્રા મોટે ભાગે ખોટી. સ્વસ્થ લોકો પણ જો શરીર અને દિમાગની સ્થિરતા ન સ્થાપી શકતા હોય તો એમને સાચા અભ્યાસની જરૂર પડે છે. યોગની શરૂઆત કરનારે એકડે એકથી જ શરૂઆત કરવી જોઈએ અને અભ્યાસ નિયમિત ચાલુ રાખવો જોઈએ. એનાથી છેવટે શરીર પર સારો પ્રભાવ પડશે જ.

આરંભ
શરૂઆતમાં આસન એટલી જ હદે કરો જેટલી હદે તમે આરામથી કરી શકો. તમારી શક્તિ કે ક્ષમતાથી વધુ આસન કરવાની કોશિશ ન કરો. સરળ વ્યાયામથી શરૂઆત કરો. સ્નાયુ, હાડકાં તથા શરીરનાં અન્ય અવયવોની પુન:રચનામાં સમય લાગતો હોય છે. અયંગર યોગમાં પગ વાળવો કે આગંળીઓને બાંધવી વગેરે જેવી ક્રિયાઓને ગતિ (મોશન) કહેવામાં આવે છે. ગતિ તમને મુદ્રા સુધી પહોંચાડે છે અને ક્રિયા એને સમજવામાં મદદ કરે છે.

એટલે પહેલાં ગતિઓને સમજવાની કોશિશ કરો. ક્રિયાઓને સાચી રીતે સમજવા કરતાં વધુ મહત્વનું છે આસનના તત્વને સમજવાનું. ધીમે ધીમે દરેક સરળ આસન સાથે તમે શારીરિક ક્રિયાઓની જટિલતા સમજતા જશો. આસનની ક્રિયાવિધિ સમજયા બાદ તમે અભ્યાસ દ્વારા આસનનાં લય-ગતિ પણ સમજી શકશો.

અભ્યાસ
એ જરૂરી છે કે જ્યાં સુધી તમે એકદમ આસાનીથી આસન ન કરી શકો, આસનની અંતિમ મુદ્રા સુધી ન પહોંચી શકો ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખો. તો જ તમે આસનનો લાભ મેળવી શકશો. ઋષિ પાતંજલિએ યોગસૂત્ર ૧૧.૪૭માં કહ્યું છે: ‘આસનની પૂર્ણતાને ત્યારે જ પામી શકાય, જ્યારે એને કરવાના પ્રયાસમાં પ્રયાસ ન હોય અને સૂક્ષ્મ અથવા નાનામાં નાનાં લક્ષ્યને પામી લેવામાં આવે.’

પ્રાણાયામ. . . .

પ્રાણાયામ. . . . 

પ્રાણાયામ વિષે ઘણા પ્રકારની સાચી ખોટી ગેરસમજ સમાજમાં પ્રર્વતતે છે. જનમાનસમાં ઘણા પ્રશ્નો ઉદભવે છે કે પ્રાણાયામ એટલે શું? પ્રાણાયામ કયારે કરવા જોઇએ? શું પ્રાણાયામથી અસ્થમાં ટી બી હદયરોગ જેવા રોગો મટે ખરા? શું એ વાત સાચી કે યોગ્ય ગુરુ વગર પ્રાણાયામ ન થઇ શકે? સ્ત્રી પ્રાણાયામ કરી શકે? રાત્રે સુતાં પહેલાં પ્રાણાયામ થાય કે કેમ? પ્રાણાયામ અને સિદ્ધિઓ વચ્ચે કંઇ સંબંધ ખરો કે? પ્રણાયામથી કુંડલીની શકિત જાગત થાય? ..વગેરે

આ બઘાં જ પ્રશ્નોનો વિચાર કરતાં એમ લાગે છે કે યોગમાર્ગમાં રસ ધરાવનાર ઘણા માનવોને મનમાણ પ્રાણાયામનાં અભ્યાસ અંગેભયની લાગણી રહી છે.

જો પ્રાણાયામને બરાબર સમજી લેવામાં આવે તો પ્રાણાયામ અંગેનીદ્વિધામાંથી બહાર નીકળી શકાય.

પ્રાાણાયામ બે શબ્દોનો સમન્વય છે. પ્રાણ અને આયામ. પ્રાણ એટલે પ્રાણશકિત આયામ એટલે કંટોલ સંયમ પ્રાણાયામ એટલે પ્રાણશકિત પર સંયમ. એવો પ્રાણાયામ નો શાબ્દિક અર્થ થાય.



તે પછી પ્રાણાયામ શા માટે શીખવા જોઇએ શારીરિક ફાયદાની દષ્ટિએ વિચારીએ તો પણ એક વાત સ્પષ્ટ છે કે પ્રાણાયામ કરવાથી અનેક શારીરિક ફાયદાઓ થાય છે.

પુખ્તવયનાંશરીરમાં આશરે કરોડ કોષ એટલે શરીરનો નાનામાં નાનો અવયવ. આ પ્ર ત્યેક કોષને પ્રત્યેક સેકંડે એક જ વસ્તુનીજરુર રહે છે અને તે ઓકિસજનની જો આપણાં લોહીનાં પરિભ્રમણ દ્વારા લોહીમાં રહેલો ઓકિસજન જે તે કોષને સતત મળતો રહે તો સ્વાસ્થાયુષ્ય બની રહે અને કોષોને ઓકિસજન ન મળે તો અનેક ગંભીર સમસ્યાઓ સર્જાય છે. ઘણીવાર પિકચરમાં અથવા ટીવીમાં ઓપરેશનનું દશ્ય બતાવવામાં આવે છે ત્યારે અચાનક બીપ બીપ એવો અવાજ સંભળાય છે. જો તમે ઘ્યાનથી જોશો તો દેખાશે કે પેશન્ટનાં હાથની એક આંગળી પર એક સાધનની કલીપ પહેરાવવામાં આવી હોય છે, જે સાધન સતત પેશન્ટનાં લોહીમાં રહેલા ઓકિસજનનુ પ્રમાણ ચેક કરે છે. જો પેશન્ટના લોહીમાં ઓકિસજનનું પ્રમાણ

અમુક લેવલ કરતાં ઓછું થાય ત્યારે પેશન્ટ ને બેભાન કરનાર ડોકટરનૂં ધ્યાન ખેંચવા માટે તરત જ તે સાધનમાંથી બીપ બીપ બીપ એમ અવાજ થાય છે. આ અવાજ સાંભળતાં જ ડોકટર બધા જ કામ પડતાં મુકી પેશન્ટને વધુ ઓકિસજન મળે એ માટે પ્રયત્નો કરે છે. જેથી પેશન્ટને થનારા નુકશાનને અટકાવી શકાય.

આ ગરમીનાં દિવસોમાં અત્યંત ઉપયોગી પંખા કે એ.સી. મશીનની ખરીદી રુપિયાથી થાય છે. આપણે જે કોઇ સ્કુટર ગાડી વાપરીએ છીએ તે વાહન પણ રુપિયાથી ખરીદીએ છીએ. પણ એ પંખો કે સ્કુટર રુપિયાથી ચાલતા નથી, પણ પંખો ઇલેકટીક સીટીથી કે વાહન પેટોલથી ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તો પંખાનો ડાઇવીંગ ફોર્સ ઇલેકટીસીટી છે. જયારે સ્કુટરનો ડાઇવીંગ ફોર્સ પેટોલ છે.

યેગશાસ્ત્રનાં મતાનુસાર મનનો ડાઇવીંગ ફોર્સ શ્વાસ છે. સ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા અને મનની સ્થિતિ એ એક જ સિકકાની બે બાજુ છે. એનો અર્થ એ થયો કે માનવનો શ્વાસ ઊત્તમ રીતે ચાલતો હોય એમનું મન શાંતૃિ સ્િ થરતા અને પ્રસન્નતાનો અનુભવ કરે છે. પરંતુ મારો છેલ્લા છ વર્ષનો અનુભવ તો કહે છે કે પ્રાય માણસોનો શ્વાસ એકદમ ટૂંકો છીછરો, અનિયમિત અને અનિયંત્રિત છે.

પ્રાણાયામની તાલિમ શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયાની તાલીમ છે. મનને નિયંત્રણમાં રાખવાની તાલીમ છે. પ્રાણાયામ શ્વાચ્છોશ્વાસની કસરત Breathing exercise નથી. નાના મોટા સૌ જે સ્ટે્રસ અનુભવાય છે. તેની અસર ઓછી કરનારુ સાધન એટલે પ્રાણાયામ. પ્રાણાયામ એટલે હેલ્થ આપનારો માર્ગ કારણ Health is not merely an absence of disease, but stale of physical, mental & social well being.

ઊંડા શ્વાસોશ્વાસ અને પ્રાણાયામ

ઊંડા શ્વાસોશ્વાસ અને પ્રાણાયામ

 

 ઊંડા શ્વાસોશ્વાસ:

માત્ર એક મિનિટની ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી વધેલું બ્લડપ્રેશર ઘટે છે અને ઘટાડાની અસર આશરે ત્રીસેક મિનિટ સુધી ચાલુ રહે છે! જો નિયમિત પેટથી ઊંડા શ્વાસોશ્વાસ લેવાની ટેવ પાડી શકાય તો ઘણા બધા રોગોમાંથી બચી શકાય.
જે લોકોમાં (ઊંડા શ્વાસોશ્વાસથી કે અન્ય કસરતો કરીને) ફેફસાંની ક્ષમતા (વાઇટલ કેપેસિટી) વધારે હોય છે એ લોકોને હાર્ટ એટેક આવવાની શકયતા અન્ય લોકો કરતાં ઘણી ઓછી હોય છે. વળી, હ્રદયરોગને કારણે થતા દુ:ખાવા ઉર્ફે એન્જાઇનાનું દર્દ પણ ઊંડા શ્વાસોશ્વાસ લેવાથી ઘટી શકે છે એવું સાબિત થયુ છે. આમ, હ્રદયરોગને અટકાવવામાં અને એનો દુ:ખાવો થાય તો એને ઘટાડવામાં ઊંડા શ્વાસોશ્વાસ મદદરૂપ થાય છે.
ગુસ્સો કે હતાશાની પરિસ્થિતિ ઉદભવે ત્યારે એકાદ મિનિટ ટટ્ટાર બેસીને ઊંડા શ્વાસ લેવાથી ગુસ્સા-નિરાશાની લાગણીઓ ઓગળી જાય છે. ઊંડા શ્વાસોશ્વાસ તમારી માનસિક ક્ષમતા વધારે છે અને ચિંતા - ટેન્શન ઘટાડે છે!! તમારા મનને વધુ તેજ કરવાની; ઝડપથી ઊંઘવામાં મદદરૂપ થવાની; ગુસ્સાને ઓગાળી નાંખવાની; ચિંતાને ભગાડી મૂકવાની; હ્રદયરોગથી શરીરને બચાવવાની વગેરે અનેક શરીરને ઉપયોગી પ્રવૃતિ કરવાની ક્ષમતા આ ઊંડા શ્વાસોશ્વાસ લેવાની પદ્ધતિમાં રહેલી છે. માત્ર જરૂર છે એ અંગે સામાન્ય જાણકારી મેળવીને એને અમલમાં મૂકવાની.
શ્વાસોશ્વાસ લેવાની સૌથી કુદરતી અને તંદુરસ્ત પદ્ધતિ ઊંડા સહજ શ્વાસોશ્વાસની છે, જેમાં દરેક શ્વાસ લેતી વખતે પેટ બહાર તરફ આવે અને ઉચ્છ્વાસ કાઢતી વખતે પેટ અંદર તરફ સંકોચાય. નાનું બાળક શાં(ંતથી ઊંઘતુ હોય ત્યારે એનો શ્વાસોશ્વાસ આવો કુદરતી જ હોય છે. આપણા પેટ અને છાતી વચ્ચે ખાસ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવા માટે જ મોટા સ્નાયુઓ ઉદરપટલમાં આવેલા હોય છે. જયારે વ્યક્તિ શ્વાસ લે ત્યારે આ ઉદરપટલના સ્નાયુઓ પેટના અવયવોને નીચે તરફ ધકકો મારે છે, જેને કારણે પેટની આગળની દિવાલ સહેજ આગળ આવે છે (પેટ ફુલે છે.) અને ઉચ્છ્વાસ વખતે ઉદરપટલના સ્નાયુઓ ઢીલા પડે છે અને ઉદરપટલ ઉપર તરફ ધકેલાય છે.
તમે ઊંડા શ્વાસ, ઉદરપટલ અને પેટના હલન ચલન સાથે લો છો એની ચોકસાઇ કરવા માટે સૌથી સરળ રસ્તો છે - પેટ પર હળવેકથી એક હાથ મૂકવાનો. પેટ પર એક હાથ રાખી મૂકીને પછી ઊંડો શ્વાસ ધીમે ધીમે લો. તમારો પેટ પરનો હાથ આગળ તરફ ધકેલાશે, હવે હળવેથી શ્વાસ છોડો હાથ અને પેટ અંદર તરફ ધકેલાશે. શરત એટલી જ કે શ્વાસ લેવાની પ્રક્રિયા ધીમી ગતિએ થવી જોઇએ. તમને શ્વાસોશ્વાસની આ પ્રક્રિયાથી થાક ન લાગવો જોઇએ - આરામ અને શાંતિનો અનુભવ થવો જોઇએ. શ્વાસ લેવાની પ્રક્રિયા એકદમ લયબદ્ધ સરળ રહેવી જોઇએ. શકય હોય તો શ્વાસ લેવાનો અને કાઢવાનો સમય પણ લગભગ સરખો જ રાખવો. ઊંડો શ્વાસ લેનાર વ્યક્તિનું પેટ સૌથી પહેલાં બહાર આવે પછી પાંસળીઓનો ભાગ ફૂલે તો સાચી રીતે શ્વાસ લીધો છે એવું કહી શકાય.
દુર્ભાગ્યે, આમ સાચી રીતે શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ આજનો માણસ કરી નથી શકતો. જયારે માણસ ઉતાવળ, ચિંતા, ટેન્શનમાં હોય છે ત્યારે એનો શ્વાસોશ્વાસ એકદમ છીછરો થઇ જાય છે. પેટને બદલે માત્ર છાતીથી જ માણસ શ્વાસ લે છે અને પછી કાયમી ટેવ જ છાતીથી છીછરા શ્વાસ લેવાની પડી જાય છે. આને પરિણામે ફેફસાંની ક્ષમતા (વાઇટલ કેપેસિટી) માં ઘટાડો થાય છે, અને ટેન્શનમાં વધારો.
જયારે પણ તમે ગુસ્સામાં આવો, ચિંતા કે ભયની લાગણી થાય, માનસિક તાણ અનુભવો કે ખૂબ ઝડપથી કોઇ કામ કરવું પડે એમ હોય ત્યારે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટેનો સૌથી સરળ અને અસરકારક રસ્તો ઊંડા શ્વાસોશ્વાસ લેવાનો છે. રાત્રે સૂતી વખતે અને સવારે ઉઠતાંની સાથે ઊંડા શ્વાસોશ્વાસ કરવાથી પણ ઘણો ફાયદો થાય છે. રાત્રે ઊંઘ લાવવામાં અને સવારે પૂર્ણ-જાગૃતિ લાવવામાં ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા મદદરૂપ થાય ે.
સામાન્ય રીતે માત્ર એકાદ-બે મિનિટ સુધી ઊંડા શ્વાસોશ્વાસ લેવાથી ચિંતા, ટેન્શન, ગુસ્સો, હતાશા, કંટાળો વગેરે દૂર થાય છે. ઊંડા શ્વાસોશ્વાસની ટેવ ન હોય એટલે અને ઘીમે ઘીમે લેવાને બદલે ખૂબ ઝડપથી લેવાવા લાગે તો કયારેક અમુક લોકોને સહેજ ચકકર આવવાનો અનુભવ થાય છે. આવું થાય કે તરત જ ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ કરી રૂટીન શ્વાસ લેતા હો એ પ્રમાણે લેવા લાગવો જેથી ચકકર કે અન્ય તકલીફ થઇ હોય તો આપોઆપ જતી રહેશે. દિવસમાં જયારે જયારે યાદ આવે ત્યારે આ પ્રમાણે શ્વાસ લેવાથી ફાયદો થાય છે. ધીમે ધીમે તમને ઊંડા અને ધીમા શ્વાસ, પેટના હલનચલન સાથે લેવાની ટેવ જ પડી જશે જે તમને લાંબા ગાળાનો ફાયદો કરી શકે.
આજથી જ આ બહુ સીધી સાદી ટેકનીકનો અમલ શરૂ કરીને તમે તમારી અનેક માનસિક-શારીરિક સમસ્યાઓ ભગાડી શકો છો અથવા હળવી બનાવી શકો છો. તમારા અતિવ્યસ્ત ટાઇમટેબલમાંથી માત્ર એક મિનિટનો સમય કાઢીને ઊંડા શ્વાસોશ્વાસની પ્રેકિટસ શરૂ કરી દો અને તમે જાતે જ એના ફાયદા અનુભવો. ઓફીસે ખુરશીમાં બેઠાં બેઠાં, બસ કે કારમાં જતાં જતાં; ઘેર બેઠાં બેઠાં કે ઉભાં ઉભાં ગમે ત્યાં તમે આ ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા અમલમાં મૂકી શકો છો.
પ્રાણાયામનું વિજ્ઞાન:
પ્રાણાયામ એટલે પ્રાણ(શ્વાસ)નું નિયમન કરવાની પ્રક્રિયા. શ્વાસોશ્વાસ એ મન તથા શરીરને જોડતી કડી છે એવું માનવામાં આવે છે. જયારે તમારા શરીરમાં કોઇ ફેરફાર થાય ત્યારે શ્વાસોશ્વાસમાં ફેરફાર થાય છે - દા.ત. શારીરિક કસરત કરવાથી શ્વાસોશ્વાસ ઝડપી બને છે. જયારે તમારા મનમાં ફેરફાર થાય ત્યારે પણ શ્વાસોશ્વાસમાં ફેરફાર થાય છે - દા.ત. જયારે તમે ચિંતામાં હો છો ત્યારે તમારો શ્વાસોશ્વાસ ઝડપી અને છીછરો થઇ જાય છે.
શ્વાસોશ્વાસ તમારી જાણ બહાર સતત ચાલતી પ્રક્રિયા છે અને તે છતાં તમે એની ઉપર કાબૂ રાખી શકો છો - વધારી કે ઘટાડી શકો છો. ટૂંકમાં, શ્વાસોશ્વાસ પર અનિચ્છાવર્તિ અને ઇચ્છાવર્તિ - બંને પ્રકારના ચેતાતંત્ર અસરો કરે છે. એથી વિરુદ્ધ - શ્વાસોશ્વાસ તમારા મન અને શરીર બંને ઉપર સારી કે ખરાબ અસરો કરી શકે છે. દા.ત. ઊંડા - ધીમા શ્વાસોશ્વાસ માનસિક શાંતિ આપે છે અને શરીરની ક્ષમતામાં વધારો કરે છે.
શ્વાસ એ સક્રિય પ્રક્રિયા છે જયારે ઉચ્છ્વાસ એ આપોઆપ થતી પ્રક્રિયા છે છાતીમાં બંને બાજુએ આવેલાં ફેફસાંને પૂરતા પ્રમાણમાં ફુલાવવા માટે એની ઉપર, નીચે અને આસપાસ જુદા જુદા સ્નાયુઓ કામ કરતા હોય છે.
(૧) અધો-શ્વાસ: શ્વાસ લેવા માટે સૌથી અગત્યના સ્નાયુઓ પેટ અને છાતી વચ્ચે આવેલા ઉદરપટલ ઉર્ફે ડાયાફ્રામના સ્નાયુઓ છે. પેટ અને છાતીના અવયવોને એકબીજાથી જુદા પાડતા આ પડદા (ડાયાફ્રામ) ના સ્નાયુઓ જયારે સંકોચાય છે, ત્યારે પેટના અવયવોને નીચે તરફ ધક્ક્ો લાગે છે પરિણામે પેટની આગળની દિવાલ સહેજ બહાર આવે છે. નાના બાળકોમાં ઉદરપટલનો ઉપયોગ શ્વાસ લેવા માટે સૌથી વધુ પ્રમાણમાં થતો હોવાથી શાંતિથી સૂતેલ બાળકનું દરેક શ્વાસ સાથે પેટ ઉપર ઉઠતું અને ઉચ્છ્વાસ સાથે નીચે જતું જણાય છે. અંગ્રેજીમાં ડાયાફ્રાગ્મેટીક બ્રીધીંગ અથવા એબ્ડોમીનલ બ્રીધીંગ તરીકે; સંસ્કૃતમાં અધો-શ્વાસ તરીકે અને સાદી ગુજરાતીમાં 'પેટની શ્વાસોશ્વાસ લેવાની પ્રક્રિયા તરીકે ઓળખાય છે.
પેટથી શ્વાસોશ્વાસ લેવાનું ફાયદાકારક છે અને તણાવમુક્તિ માટે આ ખૂબ જ અગત્યની ટેકનીક છે. દુર્ભાગ્યે ખૂબ ઓછા લોકો આ સાદી સીધી પેટથી શ્વાસ લેવાની ટેકનીક જાણે છે અને ઉપયોગ કરે છે. તમે પેટથી શ્વાસ લો છો કે છાતીથી એ જાણવા માટે સ્થિર, ટટ્ટાર બેસી ડાબો હાથ પેટ ઉપર અને જમણો હાથ છાતી પર રાખો. દરેક શ્વાસ લેવાથી ડાબો હાથ આગળ આવે તો પેટથી શ્વાસ લો છો અને જમણો ઉપર આવે તો છાતીથી શ્વાસ લો છો એવું નક્ક્ી થાય. સૂતાં સૂતાં આ પ્રમાણેનું ચેકીંગ વધુ સારી રીતે થઇ શકે છે.
(૨) મધ્ય-શ્વાસ: છાતીમાં બે પાંસળીની વચ્ચે શ્વાસ લેવા માટેના સ્નાયુઓ આવેલા હોય છે જે સંકોચાવાથી પાંસળીઓ બહારની તરફ ખસે છે અને ફેફસાંને ફુલાવાની જગ્યા થાય છે. છાતીથી લીધેલ શ્વાસ સામાન્ય રીતે છીછરો અને ઝડપી હોય છે. માણસ ટેન્શનમાં હોય ત્યારે આ પ્રકારે શ્વાસ લેતો હોય છે. વળી, છાતીથી શ્વાસ લેવાથી ફેફસાંના નીચેના ભાગમાં ઓછી હવા પહોંચે છે. ફેફસાંના નીચેના ભાગમાં જ સૌથી વધુ લોહી પહોંચે છે જયાં પૂરતી હવા ન મળવાથી લોહી શુધ્ધ થઇ શકતું નથી. પેટથી શ્વાસ લેવાથી ફેફસાંનો નીચેનો ભાગ બરાબર ખૂલે છે અને લોહીનું શુ(ધ્ધકરણ સારી રીતે થાય છે.
(૩) આદ્ય-શ્વાસ: છેલ્લે, ગળાના સ્નાયુઓ પાંસળીના માળખાને ઉપર તરફ ખેંચીને શ્વાસ ભરવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને જયારે શ્વાસમાં રૂંધામણ થતી હોય ત્યારે આ સ્નાયુઓ કાર્યરત થઇને વધારાનો શ્વાસ ભરી આપે છે. ટટ્ટાર બેસીને હાંસડીને ઉપર તરફ તથા ખભાને પાછળ તરફ ખેંચવાથી ફેફસાંનો સૌથી ઉપરનો ભાગ ફૂલે છે અને હવાથી ભરાઇ જાય છે. અંગ્રેજીમાં આને કલેવીકયુલર બ્રીધીંગ અને સંસ્કૃતમાં આદ્ય શ્વાસ કહેવામાં આવે છે.
જયારે પેટ, છાતી અને ગળાના સ્નાયુઓ વારાફરતી ઉપયોગમાં લઇને ફેફસાંનો દરેકે દરેક ખૂણો હવાથી ભરી દેવામાં આવે ત્યારે એને પૂર્ણ શ્વાસ કહેવાય છે. ટટ્ટાર બેસીને ધીમે ધીમે (ઝાટકા વગર) પહેલાં પેટથી શ્વાસ ભરવો, પછી પેટ ફુલેલું રાખીને જ છાતી ફુલાવવી અને છેલ્લે ગળા હાંસડી અને ખભાની આસપાસના સ્નાયુઓ સંકોચી ત્યાંનો ફેફસાંનો ભાગ ફુલાવવો. કોઇ પણ જાતના જોર કે ઝાટકા વગર સહજપણે આ પ્રક્રિયામાં ફેફસું નીચેથી ઉપર સુધી ક્રમબદ્વ ફુલતું અનુભવાશે.
પ્રાણાયામની પદ્ધતિ:
(૧) સુખ પ્રાણાયામ
સુખાસન, પદ્માસન કે વજાં ટટ્ટાર બેસો શરીરના બધા સ્નાયુઓને ઢીલા મૂકી દો
ચહેરા પર કોઇ તણાવ ન રાખો, હસતું મોઢું રાખો પૂરક: બંને નસકોરાં વડે ઊંડો શ્વાસ શકય એટલી ધીમી ઝડપે ભરો. પહેલાં પેટ (અને ઉદરપટલનાં) પછી છાતી અને ગળાના સ્નાયુઓ શ્વાસ લેવા માટે વાપરો.
કુંભક: ઊંડો શ્વાસ ભર્યા પછી સહજ રીતે (કોઇપણ જાતના પ્રયત્ન વગર) જેટલો સમય શ્વાસ ભરાયેલો રહે એટલો સમય રાખો. જરા પણ સમય ન રહે તો પણ કોઇ વાંધો નથી. ધીમે ધીમે આપોઆપ આ સ્થિતિ આવશે. રેચક: પછી ધીમે ધીમે શ્વાસ છોડો. ઉચ્છ્વાસનો કુલ સમય શ્વાસ ભરવાના કુલ સમય કરતાં બમણો હોય તો સારું.
કુંભક: શ્વાસ છોડયા પછી સહજ રીતે (કોઇ પણ જાતના પ્રયત્ન વગર) જેટલો સમય શ્વાસ લીધા વગરનો રહે એ સમયને માણો..... આવી સ્થિતિ ન આવે તો એને માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર નથી. ધીમે ધીમે આપોઆપ આવી સ્થિતિ આવશે. ટૂકમાં, કહીએ તો ધીમે ધીમે ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા સુખ પ્રાણાયામ છે, અને અભ્યાસથી દિવસના દરેક સમયે સમયે આ પ્રક્રિયા ચાલુ હોવી જોઇએ. ઊભાં ઊભાં કે ખુરશી પર બેઠાં બેઠાં પણ આ પ્રાણાયામ થઇ શકે છે.
(૨) નાડીશુ(ધ્ધ પ્રાણાયામ
સુખાસન, પદ્માસન, સિદ્ધાસનમાં કે ખુરશી પર ટટ્ટાર બેસો.
જમણા હાથની પ્રથમ બે આંગળી વાળેલી રાખો, બાકીની આંગળી અને અંગૂઠો સીધો રાખો - આને નાસિકામુદ્રા કહેવાય છે. નાસિકામુદ્રામાં જમણા હાથને નાક પર રાખીને જમણુ નસકોરું બંધ કરો અને ડાબા નસકોરા વડે શ્વાસને ધીમે ધીમે અંદર ખેંચો.
થોડો વખત શ્વાસ છાતીમાં સહજપણે રહે એમ રાખોહવે જમણા હાથની ત્રીજી આંગળી વડે ડાબું નસકોરું દબાવો અને જમણા નસકોરા વડે શ્વાસ બહાર કાઢો.
થોડો સમય સહજપણે થોભો. જમણા નસકોરા વડે શ્વાસ અંદર લો.
થોડો સમય થોભોડાબા નસકોરા વડે શ્વાસ બહાર કાઢો.
આ એક ચક્ર પૂરું થયું આવાં પાંચથી દશ ચક્ર નિયમિતપણે પૂરાં કરવાં જોઇએ.
(૩) ભસ્ત્રિકા પ્રાણાયામ
સુખાસન, પદ્માસન, વજા્રસનમાં કે ખુરશીમાં ટટ્ટાર બેસો. ચહેરા અને શરીરના સ્નાયુઓ ઢીલા મૂકી દો, હસતું મોં રાખો.
ધમણની જેમ ઝાટકાભેર પેટના સ્નાયુઓનું સંકોચન કરીને ઝડપથી ઉચ્છ્વાસને બહાર કાઢો (જે થોડો અવાજ કરશે). આ રીતે દશેક (દશથી વીસ) ઝાટકા પછી અટકી જવું. ત્યારે શ્વાસોશ્વાસ પણ થોડા સમય માટે અટકી જાય છે (કુંભક). ધીમે ધીમે અનુભવથી કુંભકનો સમય વધતો જાય છે. અહીં આ પ્રાણાયામનુ એક ચક્ર પૂરું થાય.
આ રીતે ત્રણ ચક્ર ભસ્ત્રિકા પ્રાણાયામનાં કરવાં જોઇએ આ પ્રાણાયામથી ચેતનાનો સંચાર થતો અનુભવાય છે.
જો આમાંથી કોઇ પણ પ્રાણાયામ વખતે ચકકર આવે; બેચેની લાગે કે શરીરને માફક ન આવે તો તરત જ અટકી જઇને, સામાન્ય શ્વાસોશ્વાસ લેવાનું શરૂ કરી દેવું જોઇએ. કોઇ નિષ્ણાતની હાજરીમાં જ પ્રાણાયામ શીખવા જોઇએ. હાઇબ્લડપ્રેશર અને હ્રદયરોગના દર્દીઓએ પ્રયત્નપૂર્વક કુંભક કરવાની બિલકુલ કોશિશ ન કરવી. એનાથી લાભ કરતાં નુકસાન વધારે થશે. ભારે કસરત કર્યા પછી તરત પ્રાણાયામ ન કરવા. હળવાશ અને સહજતાથી ધીમે ધીમે યોગાસન, પ્રાણાયામ, ધારણા-ધ્યાન વગેરે કરવું જરૂરી છે. 'ન હઠાત્ ન બલાત્ સિદ્ધાંત હંમેશા યાદ રાખવો (હઠથી કે બળથી યોગ કરવો નહીં). આ પ્રાણાયામ યોગ્ય માર્ગદર્શકની હાજરીમાં જ શીખવા જોઇએ.

પ્રાણોના સંચારની વિધિ પ્રાણાયમ

પ્રાણોના સંચારની વિધિ પ્રાણાયમ

 
જે ક્રિયા દ્વારા આપણે શ્વાસ લેવાની પ્રક્રિયાને નિયંત્રિત કરીએ છીએ તેને પ્રાણાયમ કહીએ છીએ

અષ્ટાંગ યોગના પ્રથમ ત્રણ ચરણો યમ, નિયમ અને આસન બાદ ચોથું ચરણ છે પ્રાણાયમ. પ્રાણાયમના માધ્યમથી ચિત્તની શુદ્ધિ કરવામાં આવે છે. ચિત્તની શુદ્ધિનો અર્થ છે આપણા મન-મસ્તિષ્કમાં કોઇ ખરાબ વિચાર ન આવે. આવો જાણીએ પ્રાણાયમની ક્રિયા શું છે -

અષ્ટાંગ યોગમાં પ્રાણાયમ ચોથું ચરણ છે. પ્રાણ એટલે શ્વાસ અને આયામનો અર્થ છે તેનું નિયંત્રણ. અર્થાત્ જે ક્રિયા દ્વારા આપણે શ્વાસ લેવાની પ્રક્રિયાને નિયંત્રિત કરીએ છીએ તેને પ્રાણાયમ કહીએ છીએ.

પ્રાણાયમથી મન-મસ્તિષ્કની સફાઇ કરવામાં આવે છે. આપણી ઇન્દ્રિઓ દ્વારા ઉત્પન્ન થતા દોષ પ્રાણાયમથી દૂર થાય છે. કહેવાનો અર્થ છે કે પ્રાણાયમ કરવાથી આપણા મન અને મસ્તિષ્કમાં આવતા ખરાબ વિચારોનો અંત આવે છે અને મનમાં શાંતિનો અનુભવ થાય છે. પ્રાણાયમથી જ્યારે ચિત્ત શુદ્ધ થાય છે ત્યારે યોગની ક્રિયાઓ સરળ થઇ જાય છે.

શીતકારી પ્રાણાયામથી સારી ઊઘ આવી શકે

શીતકારી પ્રાણાયામથી સારી ઊઘ આવી શકે

શીતકારી પ્રાણાયામ શરીરમાં શીતળતા લાવે છે, તેથી તેનું નામ શીતકારી પ્રાણાયામ પડયું છે. જે ઘરમાં સરળતાથી કરી શકાય છે. તમે તે ઘરમાં કોઈ પણ ઘ્યાનાત્મક આસનમાં કરી શકો છો. જો ઘૂંટણમાં તકલીફ હોય તો તમે ખુરશી પર પગ લંબાવીને બેસી શકો છો. આ યોગાસન તમે કોઈ પણ સમયે કરી શકો છે.


આ પ્રાણાયામથી શારીરિક અને માનસિક બંને લાભ મળે છે
સૌપ્રથમ તો બંને હોઠ ખુલ્લા કરી દો અને દાંતના માઘ્યમથી મોં વડે શ્વાસને અંદર ખેંચો. મોં બંધ કરીને નાક વડે શ્વાસ ધીમે ધીમે બહાર નીકાળો.

હવે પહેલાની જેમ મોંથી શ્વાસને અંદરની બાજુએ ખેંચો અને નાકથી ધીમે ધીમે બહાર નીકાળો. આ પ્રક્રિયાનો અભ્યાસ એક મિનિટથી વધારીને પાંચ મિનિટ સુધી કરો.

આ પ્રાણાયામ કરતી વખતે મોં સામે છથી નવ ઇંચના અંતરે હથેળી રાખો. આમ કરવાથી પવનની સાથે ઊડી રહેલી ધૂળના કણ અને નાનાં જીવજંતું અંદર આવતાં રોકી શકાય છે.


આ પ્રાણાયામમાં બહારની ગરમ અથવા સામાન્ય હવા જયારે દાંતોની વચ્ચેથી અંદર જાય છે ત્યારે તે ઠંડી લાગે છે. પરિણામ સ્વરૂપ મસ્તિષ્કને ઠંડક મળવાને કારણે ઊઘ સારી આવે છે.

આ પ્રાણાયામથી દાંત અને પેઢાં પણ સ્વસ્થ રહે છે. પિત્ત વિકાર દૂર થાય છે. શરીરમાં બળતરા પણ શાંત થાય છે. મસ્તિષ્ક પર પડતું દબાણ દૂર કરવામાં પણ તે મદદરૂપ થાય છે.

શીતકારી પ્રાણાયામ બાદ વ્યકિતએ ગરમ પાણી અને મધ તથા ગરમ દૂધ અવશ્ય પીવું જોઈએ.

પ્રાણાયામથી રહો એકદમ ફિટ

પ્રાણાયામથી રહો એકદમ ફિટ


પ્રાણાયામનો શાબ્દિક અર્થ છે પ્રાણનું આયામ એટલે કે વિસ્તાર. પ્રાણાયામની પરિભાષા મર્હિષ પતંજલિએ એવી આપી હતી કે, શ્વાસોચ્છવાસની ગતિને અટકાવી પ્રાણને રોકવાની ક્રિયા એટલે પ્રાણાયામ.
પ્રાણાયામ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને વધારાનો મેદ પણ ઓછો થાય છે. પ્રાણાયામ નિયમિત કરવાથી આયુષ્ય લાંબંુ થાય છે અને યાદશકિત પણ વિકસે છે. ઉપરાંત માનસિક રોગોમાં રાહત મેળવવા માટે પ્રાણાયામ કરવા ખૂબ જ સારા છે. નિયમિત પ્રાણાયામ કરવાથી તમારી ફિટનેસ પણ જળવાઈ રહે છે. તમે માનસિક તથા શારીરિક રીતે ફિટ હશો તો કામ પણ અસરકારક રીતે કરી શકશો. પ્રાણાયામ કરવાથી શરીરની સુસ્તી દૂર થઈ જાય છે. ઉપરાંત શરીરને નિખાર મળે છે. સવારમાં નિત્યકર્મથી પરવારીને પૂર્વ દિશામાં મોં રાખીને સુખાસનમાં બેસી જાવ. કમર તથા માથાને એકદમ સીધા રાખો. બંને એક જ લાઈનમાં હોવા જોઈએ. આંખો બંધ કરીને બેસવું. પછી જમણા હાથ વડે જમણા નાકનું નસકોરું બંધ કરો અને ડાબા નસકોરાથી શ્વાસ લો. શ્વાસને ખેંચો તથા તેને નાભિચક્ર સુધી લઈ જાવ. આ ક્રિયા એકદમ શાંતિ તથા ધીરજપૂર્વક કરવી. શ્વાસ ખેંચવાની (પૂરક ક્રિયા) તથા શ્વાસ છોડવાની (રેચક ક્રિયા) ની સાથેસાથે જ શ્વાસ રોકવાની (કંુભક ક્રિયા) નો પણ બરાબર અભ્યાસ કરવો. તે પછી ડાબા નસકોરાથી ધીરેધીરે શ્વાસ છોડો. શ્વાસ છોડવાની ગતિ એકદમ ધીમી હોવી જોઈએ.
  • રોજ તમે સાદી પલાઠી વાળીને શરીર હળવું કરીને બેસો અને આંખો બંધ કરી દો. પછી ધીરેધીરે ઊંડા શ્વાસ લેવાનું શરૃ કરો. જ્યારે શ્વાસ અંદર ખેંચાય પછી થોડીવાર માટે એ જ પરિસ્થિતિમાં બેસી રહો. પછી કુંભક ને રેચક ક્રિયા કરો. આ પ્રક્રિયાને પ્રાણાકર્ષણ પ્રાણાયામ કહે છે.
થોડીકવાર શ્વાસ બહાર રોકી રાખો. આ ક્રિયા ત્રણવાર કરવી જોઈએ. આ સેટ પતી જાય એટલે બંને નસકોરા વડે ઊંડા શ્વાસ લો અને તેને અંદર રોકી રાખો. પછી મોં વડે શ્વાસને બહાર કાઢો. આ ક્રિયાને અનુસોમ વિલોમ કહેવાય છે.
આ સિવાય રોજ તમે સાદી પલાઠી વાળીને શરીર હળવું કરીને બેસો અને આંખો બંધ કરી દો. પછી ધીરેધીરે ઊંડા શ્વાસ લેવાનું શરૃ કરો. જ્યારે શ્વાસ અંદર ખેંચાય પછી થોડીવાર માટે એ જ પરિસ્થિતિમાં બેસી રહો. પછી કુંભક ને રેચક ક્રિયા કરો. આ પ્રક્રિયાને પ્રાણાકર્ષણ પ્રાણાયામ કહે છે.  તેનાથી શરીરની ફિટનેસને ઘણા લાભ મળે છે, વ્યકિતત્વમાં પરિવર્તન આવે છે. એ ઉપરાંત આત્મબળમાં પણ ફેર પડે છે.
પ્રાણાયામથી થતાં ફાયદા
    • પ્રાણાયામથી આખો દિવસ તમે તાજગી અને ર્સ્ફુિત અનુભવી શકો છો.
    • પ્રાણાયામથી પેટ, યકૃત, મૂત્રાશય, આંતરડાં તથા પાચનતંત્રની પરિસ્થિતિ સારી રહે છે.
    • નિયમિત અભ્યાસના કારણે મનની ચંચળતા દૂર થતાં તમે દરેક બાબતમાં એકાગ્રતા કેળવી શકો છો.
    • પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શરીરના બધા અવયવો સુદૃઢ બને છે.
    • શારીરિક સૌષ્ઠવમાં પણ નિખાર આવે છે.
    • બધી જ વયના લોકો જો રોજિંદી જીવનશૈલીમાં નિયમિત રીતે પ્રાણાયામ કરે તો વ્યકિત એદકમ ફિટ રહીને અસરકારક કામ કરી શકે છે. 

પ્રાણાયામ કરો આ રીતે

પ્રાણાયામ કરો આ રીતે

  પ્રાણાયામનું ઘણું મહત્ત્વ છે. આપણા ઋષિ મુનિઓની તે આપણને ઉત્તમ દેણ છે. પ્રાણાયામના જુદા - જુદા પ્રકાર હોય છે અને તે કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, મન પ્રફુલ્લિત રહે છે, એકાગ્રતા વધે છે તથા પ્રાણાયામથી શરીરના પ્રત્યેક અંગમાં ઓક્સિજન પહોંચીને આપણને સ્વસ્થતા બક્ષે છે.
ધ્યાન આપવા યોગ્ય બાબતો
* પ્રાણાયામ સૂર્યોદય પહેલાં ખાલી પેેટે કરો. પ્રાતઃ ૫.૩૦ સુધીમાં પ્રાણાયામ કરવા અવશ્ય બેસી જાઓ. કારણ કે આ સમયે હવા શુદ્ધ અને નિર્મળ હોય છે.
* સવારે જલદી ઊઠીને શૌચ - સ્નાન કરીને પ્રાણાયામ કરો તો ઠીક છે નહિતર મોં, હાથ, પગ ધોઇને એક ગ્લાસ પાણી પીને પ્રાણાયામ કરવા બેસો.
* પ્રાણાયામ કરતી વખતે વસ્ત્રો ઢીલા અને આરામદાયક હોવા જોઇએ જેથી પેટ સરળતાથી ફૂલી શકે.
* પ્રાણાયામ માટે ઊનના આસન પર  વજ્રાસન, સુખાસન અથવા પદમાસનમાં બેસો. જો નીચે બેસવામાં તકલીફ હોય અથવા ડોક્ટરે ના પાડી હોય તો ખુરશીમાં આગળની તરફ બેસો. પાછળ ટેકો લઇને બેસો નહીં.
* પ્રાણાયામ માટે ઘરની છત, પાર્ક, ઘરનો બગીચો, આંગણું જ્યાં પણ સ્વચ્છ હવા આવી રહી હોય ત્યાં બેસો. ગંદા કે દૂષિત વાતાવરણમાં ક્યારેય પ્રાણાયામ કરશો નહીં. પ્રાણાયામ માટે એવી જગ્યા પસંદ કરવી જોઇએ જ્યાં ધૂળ, માટી, પ્રદૂષણ તેમજ અવાજ ન હોય.
* શક્ય હોય તો પ્રાણાયામ એકાંતમાં કરો જેથી કોઇ જુએ, બોલે કે અવાજ કરે તો તમારી એકાગ્રતા ન તૂટે.
* પ્રાણાયામ વખતે બંને હાથ આગળની તરફ ઘૂંટણ પર જ્ઞાન મુદ્રામાં રાખો. તેનાથી સ્મરણ શક્તિ તીવ્ર થાય છે. તેના માટે બંને હાથના અંગૂઠાને તર્જની આંગળીએ સ્પર્શ કરો. બાકીની ત્રણ આંગળીઓ સીધી રાખો. તેનાથી માનસિક રોગ, ચીડિયાપણું, અનિંદ્રા વગેરે દૂર થાય છે.
* પ્રાણાયામ કરતી વખતે આંખોને કોમળતાથી બંધ રાખો. શરીરના કોઇ પણ અંગને તણાવમાં ન રાખશો. હાથ, પગ, પેટ, આંખો, મસ્તિષ્ક વગેરે બધાને તણાવમુક્ત રાખો. કમર તથા કરોડરજ્જુને એકદમ સીધી રાખો. મોં સીધું અને સામેની બાજુ રાખો.
* પ્રાણાયામ કરતી વખતે મોં બંધ રાખો. પ્રાણવાયુને ખૂબ જ ધીરે - ધીરે સહજતાથી નાક દ્વારા (પેટ નહીં) ફેફસાંને ખૂબ ફૂલાવીને છાતી સુધી ભરી નાખો. તેમજ ધીરે - ધીરે શ્વાસને છોડો.
* શ્વાસ અંદર લેતી વખતે અને બહાર કાઢતી વખતે મનમાં ઓમ શબ્દનું ઉચ્ચારણ કરો. જો ગણીને પ્રાણાયામ કરવાનો હોય તો તે કામ આંગળીઓ પર છોડી દો.
* પ્રાણાયામ સુખપૂર્વક કરો. જો શરીરમાં કોઇ કષ્ટ થઇ રહ્યું હોય તો પ્રાણાયામ રોકીને શ્વાસને નિયમિત કરો. થોડીવાર આરામ કરીને ફરી પ્રાણાયામ શરૃ કરો. એક વાતનું ધ્યાન રાખો કે શરીરને કષ્ટ પડતો હોય તેવી સ્થિતિમાં પ્રાણાયામ કરવો જોઇએ નહીં.
* નિત્ય પ્રાણાયામના સમયમાં થોડો થોડો વધારો કરો અને હંમેશા સાદું, પૌષ્ટિક, ક્ષારયુક્ત ભોજન કરો. વધારે તેલ, ઘી કે મસાલો ન ખાશો.
* ધૂમ્રપાન કરવંુ જોઇએ નહીં. આ વ્યસન તમારા શરીર, પૈસા અને ઘરને વેરવિખેર કરી નાખે છે.
પ્રાણાયામ કરવાની રીત
અનુલોમ વિલોમ
ડાબા નાકથી ધીરે - ધીરે પ્રાણવાયુને ફેફસાં અને છાતીમાં ભરી લો. જમણા નાકથી ધીરે - ધીરે શ્વાસને બહાર કાઢો, ફરી ડાબા નાકથી શ્વાસ લઇને જમણા નાકથી બહાર કાઢો. આ એક રાઇન્ડ થશે. તેને કરવામાં ત્રીસ સેકન્ડ લાગશે.  એક મિનિટમાં બે રાઉન્ડ ભસ્ત્રિકા પ્રાણાયામ કરો, તેમાં પંદર સેકન્ડમાં એક વાર પ્રાણવાયુ લેવાનો તથા છોડવાનો છે. એકદમ કોમળતાથી ફેફસાંમાં શ્વાસ ભરો અને બહાર કાઢો. એક મિનિટમાં ચાર વાર આ પ્રાણાયામ કરો. કપાલભાતિને એક સેકન્ડમાં એક વાર કરો એટલે કે એક મિનિટમાં સાઇઠ વાર કરો, પરંતુ તેનાથી વધારે નહીં.
ભ્રામરી પ્રાણાયામને પંદર સેકન્ડમાં એકવાર કરો એટલે કે એક મિનિટમાં ચાર વાર કરો.
આસન પર બેસ્યા પછી સૌથી પહેલાં ભસ્ત્રિકા પ્રાણાયામ કરો ત્યાર બાદ અન્ય પ્રાણાયામ કરો. તેનાથી નાડી શુદ્ધ થાય છે.
આ પ્રમાણે અન્ય પ્રાણાયામનો અભ્યાસ ઘડિયાળ જોઇને કરો. દસથી પંદર દિવસમાં તમને તેનો અભ્યાસ થઇ જશે. ત્યારબાદ ગણવાની કે સમય જોવાની જરૃર રહેશે નહીં.
સાવચેતી
* પ્રાણાયામ કર્યા પછી અડધો કલાક કશું જ ખાશો - પીશો નહીં અને સ્નાન પણ ન કરશો.
* હવા તીવ્ર હોય ત્યારે પ્રાણાયામ કરશો નહીં.
* ભોજન કર્યા પછીના ત્રણ કલાક સુધી પ્રાણાયામ ન કરશો.
* નિર્બળ, રોગી, ગર્ભવતી મહિલા, ભૂખ્યા - તરસ્યા વ્યક્તિએ પ્રાણાયામ ન કરવો જોઇએ.
* મોં ઢાંકીને અથવા બંધ રૃમમાં પ્રાણાયામ ન કરશો.

 



યોગિક માલિશ

  યોગિક મસાજ 
યોગાસન કરવાથી શરીરની સારી રીતે માલિશ થાય છે. એને યોગિક મસાજ કહેવાય છે. યોગિક કસરતોથી શરીરને અને મનને ચુસ્ત અને તંદુરસ્ત રાખે છે. જેવાકે…………
વસ્ત્રાધોતી:-

      ગળું એ આપણા શરીરનું એક અંગ છે. સંગીતના ક્ષેત્રથી સંકળાયેલા લોકોએ આંગળીમાં મધ અને હળદરનું મિશ્રણ લઈ ગળાની અંદર હલકે હાથે મસાજ કરવો જોઈએ.
       પાચન યોગ્ય રીતે થાય તે માટે અન્નનળી [ફૂડપાઈપ] બરાબર રહે એ મહત્વનું છે.
વસ્ત્રા ધોતી ગળું અને ફૂડપાઈપને સાફ કરવાનો યોગ્ય અને સારો ઉપાય છે. [શરૂઆતમાં યોગ્ય નિરીક્ષણ હેઠળ કરવું વધ્હારે હિતાવહ છે.] કપડાંની પટ્ટીને મીઠાયુક્ત પાણીમાં ઝબોળવામાં આવ્યા બાદ ધીમે ધીમે ગળામાં સેરવવામાં આવે છે. થોડા વખત પછી કપડું ધીરેથી મોઢામાંથી બહાર કાઢવામાં આવે છે. આ ક્રિયા વડે અન્નનળી તથા ગળાની સફાઈ થશે.
રબર નેતિ:-
       આપણું નાક એમાં પણ નસ્કોરા શ્વાસોચ્છવાસ લેવા અને શ્વાસનાતાપમાનનું નિયંત્રણ રાખે છે. સાયનસ રોકવા નાકની અંગૂઠા વડે બહારથી માલિશ કરો. નસ્કોરાની અંદરથી માલિશ અને સાફાઈ કરવા રબર નેતિનો પ્રયોગ કરવામાં આવે છે. રબરના બે છેડા નાકમાં નાકહ્વામાં આવે છે જેને જમણા હાથનાં અંગૂઠા પહેલી આંગળીની મદદથી મોઢામાંથી બહાર કાઢવામાં આવે છે. રબર ટ્યુબને અંદર બહાર કરવાથી નાકની અંદરથી માલિશ થાય છે.
વજ્રાસન:-



ગરમ-ઠંડી મસાજ થેરેપીના રૂપમાં ગઠિયા અને ખાસ કરીને ઘૂંટણના દુઃખાવા માટે વજ્રાસન આદર્શ છે. મસાજમાં વારાફરતી ગરમ અને ઠંડુ પાણી ઘૂંટણ પર નાખવામાં આવે છે. વજ્રાસન આ માલિશનો ઉત્તમ વિકલ્પ છે. આ મુદ્રાથી ઘૂંટણના લિગામેંટસ અને ઍંકલ જોઈંટ્સ સ્ટ્રેચ થાય છે અને લવચીકતા આવે છે.


પવનમુક્તાસન:-
    સામાન્ય રીતે પીઠની તેલ વડે માલિશ થાય છે. આ માટે જમીન પર ઊંધા સૂઈ જવું પડે છે. પવનમુક્તાસન આ માલિશનો સારો વિકલ્પ છે. આ મુદ્રાથી પીઠની સારી માલિશ થાય છે. ઉપરાંત કરોડરજ્જુને પણ વ્યાયામ મળે છે. 

હલાસન:- 
આ મુદ્રાથી પેટની સારી માલિશ થાય છે. પીઠની માંસપેશીઓ પણ સારી રીતે સ્ટ્રેચ થાય છે. નિયમિત કરવાથી થાયરોઈડ અને પેરા થાયરોઈડ ગ્લાંડ્સની કામ કરવાની ક્ષમતા વધે છે. ડાયાબિટીસ અટકાવવામાં મદદ કરે છે.




વક્રાસન [સ્પાએનલ ટ્વીસ્ટીંગ]:-

      આ મુદ્રા વડે પેટ, પીઠ, છાતી અને કરોડરજ્જુના સ્નાયુઓની સારી માલિશ થાય છે. વક્રાસનથી પેટ પર દબાણ આવે છે અને બ્લડ સપ્લાય યોગ્ય રીતે થાય છે. દરરોજ વક્રાસન કરવાથી મહિલાઓમાં માસિક નિયનિત આવે છે. 


નૌકાસન:-

    આ મુદ્રા સર્પાકારની છે. તેનાથી પેટ પર દબાણ આવે છે અને શરીરની અંદરના ભાગની સારી માલિશ થાય છે. ગૅસ અને કબજિયાતમાં ફાયદો થાય છે.



મકરાસન:-
આ આસનથી પેટના નીચેના ભાગોની હલકીશી માલિશ થાય છે. આંતરડાની સમસ્યા માટે મકરાસન શ્રેષ્ટ છે. મહિલાઓને માસિક ધર્મ વખતે થતા દુઃખાવામાં રાહત આપે છે. 
કપાલભાતિ:-

    પ્રાણાયમની આ ક્રિયાથી પેટની સારી માલિશ થાય છે અને સાથે સાથે ચરબી પણ ઓછી થાય છે. ફાંદ ઘટે છે . શરદી, સાઈનસ તેમ જ અસ્થમા જેવી વ્યાધિમાંથી છૂટકારો મળે છે. શ્વાસ લેવાની ક્ષમતા વધે છે.
    યોગિક મસાજથી સેલ્ફ કંટ્રોલ વધે છે. શરૂઆતમાં આ ક્રિયાઓ નિરિક્ષકની હેઠળ કરવી જરૂરી છે પણ ત્યારબાદ કોઈપણ વ્યક્તિની મદદ વગર ગમે તે સમયે આરામથી આ યોગિક ક્રિયા કરી શકે છે. આંતરિક અવયવોની માલિશ તેલ અથવા અન્ય પ્રકારની થેરેપી શક્ય નથી. હા ઈલેક્ટ્રિક મસાજથી થઈ શકે પણ યોગાસનથી કોઈપન સાઈડ ઈફેક્ટ વિના આરામથી માલિશ થઈ શકે છે.

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger