પરીક્ષા માથા ઉપર છે ને, ભણવામાં મન નથી લાગતું?

સારા ટકા મેળવવા માટે જરૂરી છે મન દઈને ભણવું. જે વિદ્યાર્થીઓના મન અભ્યાસમાં રહે છે તેઓ દરેક પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરે છે. તેનાથી ઊલટું જે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓનું મન આડુ-અવળુ ભટકે છે, કંઈ યાદ નથી કરતા તેને પરીક્ષાઓમાં નિરાશા જ હાથ લાગે છે. જો મનને એકાગ્ર અને શાંત કરશો તો તમે આ નિરાશાથી બચી શકશો.
અષ્ટાંગ યોગના અંગ ધ્યાનથી મનને એકાગ્ર અને શાંત કરી શકાય છે. નિયમિત રીતે થોડો સમય ધ્યાન કરવાથી સારો અનુભવ પ્રાપ્ત થાય છે, દિવસ સારો વિતે છે અને મન પ્રસન્ન રહે છે. કોઈ પણ શાંત અને સ્વચ્છ સ્થળે બેસી સુવિધાજનક આસન ઉપર બેસી જાઓ અને પ્રણાયામ શરૂ કરો. મનને શાંત કરીને ધ્યાન કરો. ધ્યાન કરતી વખતે હનુમાન ચાલીસાનો જપ તમને વધુ ચમત્કારિક પરિણામ આપશે. વિદ્યાર્થીઓને સારા ટકા મેળવવા માટે ધ્યાન સાથે હનુમાન ચાલીસાની પંક્તિ—
विद्यावान गुनी अति चातुर। राम काज करिबे को आतुर।। આ પંક્તિનો જપ કરવો જોઈએ.
આ પંક્તિનો અર્થ છે કે રામદૂત શ્રીહનુમાન વિદ્યાવાન અર્થાત જ્ઞાનનો ભંડાર છે, ગુણવાન છે અને ઘણા ચતુર પણ છે. તેઓ દરેક સમયે રામની સેવા માટે તત્પર રહે છે. હનુમાનજી પોતાના ભક્તોને પણ શ્રેષ્ઠ જ્ઞાન અને ગુણ પ્રદાન કરે છે. એટલે ભક્તિના પ્રભાવથી વિદ્યાર્થીઓનું મન ભણવા-વાંચવામાં લાગે છે. આમ કરવાથી માત્ર સ્વાસ્થ્યલાભ જ નહીં પણ ધર્મલાભ પણ પ્રાપ્ત થાય છે જેનાથી વ્યક્તિ ભવિષ્યમાં ઉચ્ચ સ્તરેનું જીવન પ્રાપ્ત કરવા સક્ષમ બને છે.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો