શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

રક્ત સંચાર યોગ્ય કરનારું આસન


રક્ત સંચાર યોગ્ય કરનારું આસન





 
 
 
આ આસનની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા માટે નિયમિત અભ્યાસ અતિ આવશ્યક છે. કોઈ પણ સમતળ સ્થાન પર ચાદર પાથરીને સીધા ઉભા રહેવું. બંને પગના મધ્યમાં લગભગ 1 મીટરનું અંતર રાખવું. લાંબા શ્વાસ અંદર રોકીને રાખવા. ડાબા હાથની જમણા પગને સ્પર્શવું. જ્યારે ધીરે ધીરે સ્વાસ છોડવો અને નીચે વળવું. ધ્યાન એ વાતનું રાખવું કે પગ હંમેશા સીધા જ રહે. આ આસનમાં કમર વધારે ઝુકેલી રહેશે. છાતીના ભાગને પગના વિશેષ રુપથી ફેરવવા જોઈએ. આ ક્રિયાથી છાતીના ફેફસા મજબૂત થશે.

આસન માટેની સાવધાની

આ આસન ગર્ભવતી મહિલાઓએ ના કરવું , તે હાનિકારક સાબિત થઈ શકે છે.

આસનના લાભ

આ આસનથી કમર પાતળી રહે છે. તેના નિયમિત અભ્યાસથી હ્રદય અને શ્વાસ સંબંધિત રોગમાં ખૂબ ફાયદો થાય છે. તેનાથી પેટના આંતરડા સ્વસ્થ રહે છે. કમર દર્દથી છુટકારો મળે છે. આ યોગથી તમારા શરીરને વ્યાયામ મળે છે. શરીરનું રક્ત સંચાર વધે છે. શરીરને બળ મળે છે. કમર, દર્દ, ગરદન અને હાથ માટે આ આસન ખૂબ લાભકારક છે. સાથે જ શરીર સુગઠિત રહે છે.


1 ટિપ્પણી(ઓ):

obesy.blogspot કહ્યું...

Really it is very good for obese people.

www.obesy.blogspot.com

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger