શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

રોજ-રોજ યોગ શા માટે કરવા?


રોજ-રોજ યોગ શા માટે કરવા?


યોગાસનનો સૌથી મોટો ગુણ એ છે કે તે સહજ સાધ્ય અને સર્વ સુલભ હોય છે. યોગાસન એવી વૈજ્ઞાનિક તથા પ્રામાણિક વ્યાયામ પદ્ધતિ છે. જેનાથી કોઈ નુકસાન થતું નથી કે નથી જોઈતી વધુ પડતી સાધન-સામગ્રી.

-યોગાસન અમીર-ગરીબ, વૃદ્ધ-જવાન, સશક્ત-દુર્બળ બધા જ સ્ત્રી-પુરુષ કરી શકે છે.

-આસનોમાં જ્યાં સ્નાયુઓ સખત, સાંકડા કરવામાં આવે છે તેની સાથે જ શરીરન વાળવાની ક્રિયાઓ કરવી પડે છે તો બીજી તરફ તણાવ ખેચાણ કરનારી ક્રિયાઓ પણ થાય છે.

-જેનાથી શરીરમાં થાક મટી જાય છે અને આસનોને લીધે નાશ પામેલી શક્તિ પણ પાછી પ્રાપ્ત થાય છે. શરીર અને મન તાજુ કરવા અને નાશ પામેલી શક્તિને પાછી મેળવવા માટે આધ્યાત્મિક લાભની દ્રષ્ટિએ પણ યોગાસનોનું એક અલગ મહત્વ છે.

-યોગાસનોથી આંતરિક ગ્રંથીઓ પોતાનું કામ સારી રીતે કરવા લાગે છે. અને યુવાવસ્થા જાળવી રાખવામાં તથા વીર્ય રક્ષામાં સહાયક થાય છે.

-યોગાસનો દ્વારા પેટની યોગ્ય રીતે સફાઈ થાય છે અને પાચન અંગો પુષ્ટ બને છે. પાચન ક્રિયાઓમાં ગડબડીઓ ઓછી થઈ જાય છે.

-યોગાસન કરોડરજ્જૂના હાડકાંને વધુ લચીલા બનાવે છે અને વ્યય થયેલી નાડી શક્તિ પૂર્તિ કરે છે.

-યોગાસન સ્નાયુઓને શક્તિ પ્રદાન કરે છે. જેનાથી પેટની ચરબી ઘટે છે અને દુર્બળ-પાતળો વ્યક્તિ તંદુરસ્ત બને છે.

-યોગાસન સ્ત્રીઓના શરીરની રચના માટે ખાસ અનુકૂળ હોય છે. જેઓ યોગાસનો કરે તેઓ સુંદરતા પ્રાપ્ત કરવાની સાથે યોગ્ય વિકાસ, સુઘડતા અને ગતિ, વગેરે ગુણો ઉત્પન્ન કરે છે.

-યોગાસનોથી બુદ્ધિમાં વધારો થાય છે અને વિચાર શક્તિને નવી સ્ફૂર્તિ તથા તાજગી મળે છે. આગળ વધનારી પ્રવૃત્તિઓ જાગૃત થાય છે અને આત્મ સુધારનો પ્રયત્ન વધી જાય છે.

-યોગાસન સ્ત્રીઓ અને પુરુષોને સંયમી તથા આહાર-વિહારમાં મધ્યમમાર્ગનું અનુકરણ કરનાર બનાવે છે. મન અને શરીરના સ્નાયુ તથા સંપૂર્ણ સ્વાસ્થ્ય મળે છે.

-યોગાસન શ્વસનક્રિયાનું નિયમન કરે છે, હૃદય અને ફેંફસાઓને બળ આપે છે, રક્તને શુદ્ધ કરે છે અને મનમાં સ્થિરતા પેદા કરી સંકલ્પ શક્તિને વધારે છે.

-યોગાસન શારીરિક સ્વાસ્થ્ય માટે વરદાન સ્વરૂપ છે કારણ કે એમાં શરીરના સમસ્ત માર્ગો પ્રભાવિત થાય છે અને બધા જ સુચારુ રીતે કામ કરવા લાગે છે.

-આસન રોગ વિકારોને નષ્ટ કરે છે, રોગો સામે રક્ષા કરે છે, શરીરને નિરોગી, સ્વસ્થ્ય તથા બલિષ્ટ બનાવી રાખે છે.

-આસનોથી આંખોની જ્યોતિમાં વધારો થાય છે. આસનોનો નિરન્તર અભ્યાસ કરવાથી ચશ્માના નંબરો જતા રહે છે.

-યોગાસનથી શરીરના દ
રેક અંગોને વ્યાયામ થાય છે. જેનાથી શરીર પુષ્ટ, સ્વસ્થ્ય તથા સુદ્રડ બને છે. આસન શરીરના પાંચ મુખ્ય અંગોનું સંચાલન યોગ્ય થતા શરીર પૂર્ણ રીતે સ્વસ્થ્ય બની રહે છે અને કોઈ રોગ થતો નથી.

શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આત્મિક બધા ક્ષેત્રોના વિકસમાં આસનોનો અધિકાર છે. અન્ય વ્યાયામ પદ્ધતિઓ માત્ર બાહ્ય શરીરને જ અસર કરવા માટે ક્ષમતા ધરાવે છે. જ્યારે યોગાસન માનવીના ચહુર્મુખી વિકાસ કરે છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger