આ આસનની છેલ્લી અવસ્થામાં પહોંચ્યા પછી અમારા શરીરની આકૃતિ થોડી થોડી ઉંટ જેવી લાગે છે, આથી આ આસનને ઉષ્ટ્રાસન કહે છે.
વિધિ - વજ્રાસનની સ્થિતિમાં બેસવામાં આવે છે, ત્યારબાદ ઘૂંટણના સહારે ઉભા થઈને એડી-પંજા મળેલા અને પગના અંગૂઠાની આકૃતિ અંદરની તરફ રાખે છે.
હવે બંને હાથને સામેથી ઉપરની બાજુ લઈ જવામાં આવે છે, બંને હાથને કાન સાથે મેળવીને રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં બંને હાથની વચ્ચે માથુ રહે છે.
ત્યારબાદ માથા પરથી જાંઘની પાછળના ભાગની તરફ ઉંધા હાથના પંજાથી એડિઓને પકડો અથવા પગતળિયા પર હથેળીઓ રાખે છે. ત્યારબાદ ગર્દનને ઢીલી છોડીને કમરની ઉપરની તરફ લઈ જશે અને માથુ પાછળની તરફ લટકેલુ રાખશે અર્થાત નમેલુ રહેશે.
પાછા ફરતી વખતે બંને હાથને ફરાવતા પાછા લાવવામાં આવે છે અને વજ્રાસન ખોલી દેવામાં આવે છે.

W.D
લાભ - આ આસનથી ઘૂંટણ, બ્લડર, કિડની, નાના આંતરડા, લીવર, છાતી, લંગ્સ અને ગરદન સુધીનો ભાગ એક સાથે પ્રભાવિત થાય છે, જેનાથી ઉપરના અંગ સમૂહની કસરત થઈને તેમાં નિરોગીપણુ બની રહે છે. શ્વાસ, યકૃત, પિંડલીઓ, પગ, ખભા, કોણીઓ અને મેરુદંડ સંબંધી રોગમાં પણ ફાયદો થાય છે.
ઉદર સંબંધી રોગ, જેવા કોસ્ટ્રયૂપેશન, ઈનડાઈજેશન, એસિડિટી રોગ નિવારણમાં આ આસનથી મદદ મળે છે. ગળા સંબંધી રોગમાં પણ આ આસન લાભદાયક છે.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો