દિવ્ય શક્તિ પ્રદાન કરતુ આસન

સિદ્ધાસનની વિધિ
એક સ્વસ્છ સ્થાન પર આસન પાથરીને તેના પર બેસી પગને ખુલ્લા છોડી દો. હવે જમણાં પગની એડીને ગુદા અને જનનેન્દ્રિય વચ્ચે રાખો. ડાબા પગની એડીને જનનેન્દ્રિયની ઉપર એ રીતે રાખો કે જેથી જનનેન્દ્રિય અને અંડકોષ ઉપર કોઇ દબાણ આવે નહીં. પગોનો ક્રમ બદલી પણ શકાય છે. બન્ને પગના તળિયા જાંઘની મધ્યભાગમાં રાખો. હથેળી ઉપરની તરફ રહે. આ રીતે બન્ને હાથ એક બીજા ઉપર ખોળામાં રાખો. અથવા તો બન્ને હાથોને બન્ને પગના ઘૂંટણ પર જ્ઞાનમુદ્રામાં રાખો. આંખો ખુલી અથવા બંધ રાખો. શ્વાસ સામાન્ય રાખો અને ધ્યાન કેન્દ્રિત કરો. પાંચ મિનિટ સુધી આ આસનનો અભ્યાસ કરી શકો છો. ધ્યાનની તીવ્ર ક્ષણ આવતા શરીર પરથી મનની પકડ છૂટી જાય છે.
સિદ્ધાસનથી લાભ
સિદ્ધાસન શરીરની સમસ્ત નાડીઓનું શુદ્ધિકરણ કરે છે. ધ્યાન લગાવવું સરળ હોય છે. પાચનક્રિયા નિયમિત થાય છે. શ્વાસના રોગ, હૃદય રોગ, જીર્ણજ્વર, અજીર્ણ, અતિસાર, શુક્રદોષ વગેરે દૂર થાય છે. મંદાગ્નિ, મરોડા, સંગ્રહણી, વાતવિકાર, ક્ષય, દમા, મધુપ્રમેહ, પ્લીહાની વૃદ્ધિ વગેરે રોગો દૂર થાય છે. બ્રહ્મચર્ય પાલનમાં આ આસન વિશેષ રૂપથી સહાયક થાય છે. વિચાર પવિત્ર બને છે. સિદ્ધાસનનો અભ્યાસી ભોગ-વિલાસથી બચી શકે છે. વીર્યની રક્ષા થાય છે. સ્વપ્નદોષના રોગીઓએ આ આસન અવશ્ય કરવું જોઇએ, માનસિક શક્તિઓનો વિકાસ થાય છે. કુંડલિની શક્તિ જાગૃત કરવા માટે આ આસન સોપાન છે
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો