શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

પર્સનાલીટી ડેવલપ કરતું આસન..


પર્સનાલીટી ડેવલપ કરતું આસન..



 
 
 
પર્સનાલીટી ડેવલપ થશે આસનથી..વ્યક્તિત્વને સોહામણું બનાવવાનો ક્રેઝ હંમેશા રહે છે. સમાજમાં એવી પણ વ્યક્તિઓ છે જેમનું વ્યક્તિત્વ આકર્ષક રહે છે. પર્સનાલીટી ડેવલપ કરવા માટે યુવાનો અનેક પ્રકારના કાર્ય કરે છે. તેમના જ એક પ્રયત્નોમાંથી એક પ્રયત્ન સ્વરુપ આસન છે ઉદ્ધતાસન. તેનાથી તમને ખૂબ લાભ થશે.

સ્વસ્થ અને સુંદર વાતાવરણ વાળા સ્થળ પર ચાદર પાથરવી. સૌથી પહેલા એકદમ સીધા ઉભા રહેવું. ડાબા પગથી શરીરનું સંતુલન બનાવવું અને પોતાના જમણા પગને ઘુંટણથી વાળીને ઉપરના ભાગ સુધી લઈ જવો. જમણા હાથને ડાબા બગલ તરફ ઘુમાવતા પાછળથી લઈને આગળ તરફ લાવવાનો પ્રયત્ન કરવો. હવે ઉંડા શ્વાસ લેવા. શ્વાસ છોડતા ધીરે ધીરે નીચે તરફ લઈ જવો. જમણા હાથથી ફર્શને ચૂમવાનો પ્રયત્ન કરવો. પોતાના મસ્તિષ્કને ઘુંટણ પર ટકાવવાની કોશિષ કરવી. આ આસનથી જેટલું સંભવ હોય એટલું આગળ તરફ ઝુકવું. વારંવાર પગની સ્થિતિ બદલતા રહેવું. આ ક્રિયા ઓછામાં ઓછી 5 મિનિટ સુધી અવશ્ય કરવી.

ચરણ ઉદ્ધૃતાસનના લાભ
ચરણ ઉદ્ધૃતાસનના અભ્યાસથી હાથ અને પગની માંસપેશીઓ વધારે મજબૂત થાય છે. પગના સ્નાયુઓ સંબંધી રોગ દૂર થાય છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને શરીર સુંદર અને સ્વસ્થ બને છે. તમને તેનાથી આકર્ષક વ્યક્તિત્વ પ્રદાન થાય છે.

ચરણ ઉદ્ધૃતાસન માટેની સાવધાની

આ આસન પ્રારંભમાં ઘણું કઠિન હોય છે. પરંતુ ધીરે ધીરે તેનો અભ્યાસ કરવાથી તેની પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત થાય છે. સંભવ હોય ત્યાં સુધી તમારા શિરને નીચે તરફ ઝુકાવવું. હાથને ફર્શ પર ટેકવાની કોશિષ કરવી. ઉતાવળ ન કરવી. તે અનેક બિમારીઓને દૂર ભગાડે છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger