શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

યોગાસન અંગેના વૈજ્ઞાનિક અભ્યાસો

યોગાસન અંગેના વૈજ્ઞાનિક અભ્યાસો



ત્રણ મહિના સુધી યોગના કેન્દ્રમાં રહીને યોગાસન-ધ્યાન તથા શુદ્ધ શાકાહારી (દૂધની છૂટ) ખોરાક લેવાથી હ્રદયરોગ માટેનાં જોખમી પરિબળોમાં નોંધપાત્ર ઘટાડો થાય છે ૩૭ . વ્યક્તિનું વજન, કુલ કોલેસ્ટેરોલ અને બ્લડપ્રેશર ઘટે છે (ખાસ તો જે વ્યક્તિઓમાં શરૂઆતમાં વધારે હોય તેમાં) એમના પેશાબમાં માનસિક તાણ સાથે સંકળાયેલા અંત:સ્ા્રાવો - એડિ્રનાલીન, નોર એડિ્રનાલીન, ડોપામીન અને આલ્ડોસ્ટેરોનનું પ્રમાણ ઘટે છે અને માનસિક શાંતિ સાથે સંકળાયેલ કોર્ટીસોલનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે.
યોગાસન-ધ્યાન કરનાર વ્યક્તિઓમાં મૂડ-ડીસ્ટર્બન્સનું અને ચિંતાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું રહે છે. લાંબા ગાળાના માનસિક તાણ સાથે સંકળાયેલ ઘણાં બધાં પરિબળો યોગાસન-ધ્યાન ન કરનાર વ્યક્તિઓમાં હતાં અને યોગાસન - ધ્યાન નિયમિત કરનારાઓમાં નહોતાં. યોગાસન-ધ્યાન કરનાર વ્યક્તિઓના પેશાબમાં એડિ્રનાલીન, નોરએડિ્રનાલીન, આલ્ડોસ્ટેરોનનું પ્રમાણ આછું હોય છે જયારે ડીહાઇડ્રોએપિએન્ડ્રોસ્ટેરોન તથા ૫-હાઇડ્રોકસીઇન્ડોલ એસિટીક એસિડનું પ્રમાણ વધારે હોય છે. આ હકીકત દર્શાવે છે કે નિયમિત યોગાસન-ધ્યાન કરનાર વ્યક્તિના શરીરમાં અંત:સ્ા્રાવો અને ક્ષારના એવાં ફેરફારો થાય છે જે વ્યક્તિને હાઇબ્લડપ્રેશર અને હ્રદયરોગથી બચાવવામાં મદદરૂપ થાય ૩૮ .
નિયમિત યોગાસન-ધ્યાન કરનાર લોકોમાં હ્રદયરોગનું જોખમ ઘટે છે એવું નિ:શંકપણે સાબિત થયુ છે ૩૯ . હાઇબ્ડપ્રેશરથી પીડાતા લોકોનું બ્લડપ્રેશર યોગાસન-ધ્યાન કરવાથી નોંધપાત્ર પ્રમાણમાં ઘટે છે. એન્જાઇના કે એટેક આવવાની શકયતાઓ નિયમિત યોગાસન-ધ્યાન કરનારાઓમાં ઘણી ઓછી જોવા મળે છે. નિયમિત ધ્યાન કરનાર વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર અન્ય વ્યક્તિઓ કરતા ૫૦ થી ૬૯ ટકા જેટલી ઓછી પડે છે ૪૦ . એ જ રીતે સાદી માંદગીમાં હોસ્પિટલમાં દાખલ થયા વગર દવા કરાવવાની જરૂરિયાત પણ ધ્યાન કરનાર વ્યક્તિઓમાં ૪૬ થી ૭૪ ટકા જેટલી ઓછી જણાય છે. કેન્સર થવાની શકયતામાં ૫૫ ટકા ઘટાડો; હ્રદયરોગની શકયતામાં ૮૩ ટકા ઘટાડો; માનસિક રોગોમાં અને ચેપી રોગોમાં પણ ૩૦ ટકા ઘટાડો થાય છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger