મન: શાંતિ - યોગાસન, પ્રાણાયામ, ધ્યાન
માનસિક તાણથી બચવા માટે દૂરદ્દષ્ટા ભારતીય ઋષિમુનિઓ અને બીજા ઘણા ધર્મના ધર્મગુરૂઓ, માનવજાતને માનસિક અને શારીરિક સ્વસ્થતા મેળવવા માટેનું સચોટ માર્ગદર્શન આપી ગયા છે. માનસિક ઉદ્વેગથી ઉદભવતી 'લડો અથવા ભાગો ની પ્રતિક્રિયાથી તદ્ન વિરોધી પ્રતિક્રિયા - જે વિશ્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખાય છે એ - 'ધ્યાન (યોગાસન) ના અભ્યાસથી કેળવી શકાય છે. યોગના શાસ્ત્રમાં દર્શાવેલી 'ધ્યાનની પ્રક્રિયા જુદાં જુદાં અનેક નામો અને પદ્ધતિઓ દ્વારા આચરણમાં મૂકાય છે. ધ્યાનની પ્રક્રિયાથી મન પરનો કાબૂ વધી શકે અને ગુસ્સો ઘટાડી શકાય. સાથોસાથ, પરિસ્થિતિનો જે તે સ્વરૂપે સ્વીકાર કરવાની વૃત્તિ, સહિષ્ણુતા, કરૂણા, ક્ષમા અને દયાભાવ જેવા સદ્ગુણો કેળવવાથી કાયમ માનસિક શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ કરી શકાય છે.
મહ(ર્ષ પતંજલિએ યોગનાં આઠ અંગો વર્ણાવ્યા છે. 'અષ્ટાંગ યોગ તરીકે પ્રચલિત આ આઠ અંગો યોગનાં આઠ પગથિયાં તરીકે વર્ણવી શકાય. દરેક પગથિયાનું મહતત્વ છે અને પહેલું પગથિયું શીખીને આત્મસાત કર્યા પછી જ બીજા પગથિયા પર જવું હિતાવહ છે.
આ અષ્ટાંગ યોગનાં આઠ પગથિયાં છે - (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન અને (૮) સમાધિ.
યમ એટલે સ્વ-વર્તન અંગેના કાયમી આગ્રહો - અહિંસા; સત્ય; અસ્તેય; બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પાંચ શાશ્વત મૂલ્યોે માણસને પશુવૃત્તિથી ઉપર ઉઠાવી માનવીય બનાવે છે. નિયમ એટલે દિનચર્યામાં રોજ સમાવવાની પ્રવૃત્તિઓ. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન આ પાંચ નિયમનું પાલન કરવું શાંત અને સુખમય જીવન જીવવા માટે જરૂરી છે. આસન, પ્રાણાયામ અને ધ્યાન વિષે નીચે વિગતે વાત કરી છે. પ્રત્યાહાર એટલે બાહ્ય જગતની ગતિવિધિઓથી મનને અલિપ્ત કરવું. ધારણા એટલે કોઇ એક વિચાર પર મનને કેન્દ્રિત કરવું. સમાધિ એ ધ્યાનની પરાકાષ્ઠા છે જેમાં માત્ર ધ્યેયનું જ ભાન રહે છે અને બીજી બધી બાબતો ગૌણ બની જાય છે.


09:52 AM
Asha Ahir
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો