શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

ફેશિયલ યોગા : સુંદર દેખાવા માટેનો લેટેસ્ટ ટ્રેન્ડ


ફેશિયલ યોગા : સુંદર દેખાવા માટેનો લેટેસ્ટ ટ્રેન્ડ



 
 
 
યોગ વિજ્ઞાન એ આજ કાલનું નહી પણ ભારતની સંસ્કૃતિનો કરોડો વર્ષ જૂનો એવો ખજાનો છે જે આજે પણ લોકોને અનેક રીતે લાભદાયી છે. ભારતમાં આજકાલ ફેશિયલ યોગા (યોગ) ખૂબ ચર્ચીત છે. સુંદર દેખાવું કોને ના ગમે? ખાસ કરીને જયારે સુંદરતા દર્દ વગર અને ઓછા નાણા ખર્ચતા મળી રહેતી હોય તો? પરંતુ આમ છતાં ફેશિયલ યોગથી સુંદરતા માટેના અસાધારણ ફાયદા થઈ શકે છે.

ફેશિયલ યોગા એ તમારા ચહેરાનું તેજ અને યુવાની વધારે છે. બહુ ફાયદાકારક પઘ્ધતિ છે. સુંદરતા મેળવવા માટેની આ પઘ્ધતિમાં કોઈ સર્જરી કરાવવી પડતી નથી કે કોઈ ઈન્જેકશન લેવા પડતા નથી. ભારતમાં તો આ પઘ્ધતિ ખૂબ લોકપ્રિય છે. હાલનો લેટેસ્ટ ટ્રેન્ડ છે ફેશિયલ યોગ.. ઉંમર છૂપાવવી હોય, યુવાની બરકરાર રાખવી હોય, સ્વસ્થ રહેવું હોય તો ફેશિયલ યોગ ખૂબ ઉપયોગી નીવડે છે.

ફેશિયલ યોગ એ ખાસ કરીને ચહેરા માટેનો વ્યાયામ અને પઘ્ધતિઓ છે. જેના ઘ્વારા ચહેરા પરની કરચલીઓ અને રેખાઓ બિલકુલ ખર્ચા વગર અને સાદાઈથી દૂર થઈ શકે છે. ફેશિયલ યોગથી તમે બિલકુલ યુવાન અને તરોતાજા દેખાઈ શકો છો. ચહેરાના રંગને એકદમ નિખાર આપે છે. અને એક અલગ જ પ્રકારની ચમકથી પ્રકાશિત કરે છે.ફેશિયલ યોગ માટેની ટેકનીકો શીખવી ખૂબ સરળ છે. આ વિશિષ્ટ કસરતો તમારા ચહેરા અને ગળાના તમામ ૫૭ સ્નાયુઓને વ્યવસ્થિત કાર્યરત કરે છે, મજબૂતાઈ બક્ષે છે અને ટોન કરે છે. ચહેરાને વિશિષ્ટ પ્રકારની ક્રાંતિ બક્ષે છે. ચહેરો ગ્લો કરે છે.

ફેશિયલ યોગની કસરતોમાં આંખની કસરતો ખૂબ મહત્વની છે. ઓફિસમાં કામ કરતી વ્યકિત પણ પોતાના રોજિંદા કામમાંથી ૧૦ મીનીટ જેટલો સમય કાઢીને આ કસરતો કરી શકે છે. આ કસરતો તમારી આજૂબાજૂના તણાવને ઓછુ કરવામાં મદદરૂપ છે. આંખને ખૂબ રાહત મળે છે. આ કસરતો જે લોકો ઓફિસ સ્થળોએ સતત કોમ્પ્યુટરના સંપર્કમાં હોય તેઓએ ખાસ કરવી જોઈએ..



0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger