મંગળવાર, 8 માર્ચ, 2011

તણાવ ઓછો કરે છે સ્વસ્તિકાસન

તણાવ ઓછો કરે છે સ્વસ્તિકાસન જો તમે ઓફીસ અને ઘરની સમસ્યાથી વધારે તણાવ મહેસુસ કરો છો તો સ્વસિકાસન અમને અવશ્ય રાહત અપાવશે. સાથે જ આ આસન શરીરની માંસપેશિઓ અને રીઢ માટે ઘણુ ફાયદાકારક છે. સ્વસ્તિકાસનની વિધિ સમતલ સ્થાન પર કોઇ કપડુ પાથરીને તેની પર બેસી જાવ. તેના પછી ડાબા પગને ગોઠણથી વાળીને સામાન્ય સ્થિતિમા જમણા પગના ગોઠણ વચ્ચે દબાવીને રાખવા અને ડાબા પગને ગોઠણથી વાળીને ડાબા પગની પિંડલી પર રાખવા. પછી બન્ને હાથને બન્ને ગૉઠણ પર રાખીને જ્ઞાન મુદ્રા બનાવવી. જ્ઞાન મુદ્રા માટે ત્રણ આંગળીને ખોલીને તથા અંગુઠાને સાથે રાખો. હવે તમારી નજરને નાકના આગળણા ભાગ પર સ્થિર કરીને મનને એકાગ્ર કરવુ. આસનની આ સ્થિતિમા જેટલુ સંભવ હોય તેટલુ રહેવુ. આ આસન કરવાથી મનની એકાગ્રતા...

ટાઈપીંગથી આંગળીઓ દર્દ કરી રહી છે?

ટાઈપીંગથી આંગળીઓ દર્દ કરી રહી છે? તમારો મોટા ભાગનો સમય કમ્પ્યુટર સામે કામ કરતા પસાર થાય છે. કમ્પ્યુટર પસ કામ કરતા તમારી આંગળીઓ થાકી જાય છે. એવામાં સ્વાભાવિક છે કે તમારી આંગળીઓમાં દર્દ થાય અને ટાઈપ કરતા તમારી આંગળીઓ થાકી જાય. ઓફિસમાં કે અન્ય કોઈ જગ્યાએ કમ્પ્યુટર પર કામ કરતા થાકી ગયેલી આંગળીઓને કસરત આપવી ખૂબ જરુરી છે. થોડી કસરત કરવાથી તમે એ આંગળીઓનો થાક દૂર કરી શકો છો. આંગળીઓનો તણાવ સમાપ્ત થઈ જશે અને તમે તમારું કાર્ય વધુ સારી રીતે કરી શકશો. કેવી રીતે કરશો આંગળીઓની કસરત ખુરશી પર બેઠા બેઠા તમારા હાથને ખભાની બરાબર સામે લાવવા. બંને હથેળીઓને નીચે તરફ વાળીને મુઠ્ઠી વાળવી. મુઠ્ઠી વાળતી અંગૂઠો અંદરની તરફ રાખવો. બંને હથેળીઓને એકબીજા તરફ ફેરવવી. ગોળ ગોળ ફેરવવી અને બધી દિશાઓ તરફ વાળવી. આમ કરતી વખતે શ્વાસની ગતિ સામાન્ય રાખવી. આ કસરત તમે દિવસમાં પાંચ- પાંચ મિનિટ સુધી કરી શકો છો. તેનાથી...

ગોમુખાસન એવી મહિલાઓ ખાસ કરે કે જેઓને...

ગોમુખાસન એવી મહિલાઓ ખાસ કરે કે જેઓને...   આજકાલ યુવાનોમાં નશો કે પછી સ્મોકિંગ ક્રેઝ વધી રહ્યો છે. જેના કારણે ટીબી જેવી ખતરનાક બિમારીઓનું ગમે તે સમયે આગમન થઇ શકે છે. નશાના વધુ પડતા દુષિત વાતવરણના કારણે શ્વાસ સંબંધિત બિમારીઓ થવાની પણ સંભાવના છે. જો થોડો સમય યોગાસન કરવામાં આવે તો આ બધી બિમારીઓથી બચી શકાય છે. બીજી તરફ અસંતુલિત આહાર અને અન્ય બિમારીઓના કારણે મહિલાઓનું શરીર પૂર્ણ વિકસિત થતું નથી તેમના માટે પણ યોગ લાભકારક છે. ગોમુખાસન આસનના નિયમિત પ્રયોગથી મહિલાઓને પૂર્ણ સૌંદર્ય પ્રાપ્ત થાય છે. સાથે જ ફેફસા સંબંધિત બિમારીઓ...

સંગીત અને યોગથી રાખો મગજને તંદુરસ્ત

સંગીત અને યોગથી રાખો મગજને તંદુરસ્ત  શરીરનો મહત્વનો ભાગ ગણાતા મગજને પણ ખોરાકની જરૂર હોય છે. મગજને બૂસ્ટ કરવાની અનેક રીતો છે. તેમાંની કેટલીક ખાસ છે... અનેક શોધ અને સંશોધનોમાં જોવા મળ્યું છે કે યોગ્ય માહોલ અને ઉચિત વ્યવહારથી મગજને ક્રિયાશીલ રાખી શકાય છે. એટલે કે સાચો આહાર, સંગીત, ગેમ્સ અને કસરત દ્વારા મગજના પાવરને વધારી શકાય છે. મોઝાર્ટ સાંભળો: સંગીતની મગજ પર સકારાત્મક અસર થાય છે. યુનિવર્સિટી ઓફ કેલફિોનિgયામાં થયેલો અભ્યાસ જણાવે છે કે, જે લોકો સતત પિયાનો વગાડતા રહે છે કે કોરસમાં ગીત ગાતા રહે છે, તેઓ ઝડપથી કોયડો ઉકેલી શકતા હોય...

યોગથી જાળવો સુંદરતા

યોગથી જાળવો સુંદરતા ત્વચાને સુંદર અને આકર્ષક બનાવવા માટે બજારમાં મળતી ઘણીબધી પ્રોડકટસનો ઉપયોગ મહિલાઓ કરતી હોય છે. પણ સુંદર થવા માટે યોગ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. યોગ કરવાથી તમારી ત્વચાના રિંકલ્સ, ડાર્ક સર્કલ્સ અને નિસ્તેજ ત્વચાથી તમે છુટકારો મેળવી શકશો. યોગથી શારીરિક શક્તિ સારી રહે છે અને સાથે જ તમારી સુંદરતામાં પણ વધારો કરે છે. - રોજ વીસ મિનિટ સુધી યોગ અભ્યાસ કરવાથી ઢીલી પડી ગયેલી ત્વચા ટાઇટ બને છે. તેથી ત્વચાની કાંતિ ખીલે છે અને કોમળ બને છે. - એક મહિનો...

કપાલ ભાતિ દૂર કરે છે શરીરની ચરબી

કપાલ ભાતિ દૂર કરે છે શરીરની ચરબી આ ક્રિયા કરવાથી ફેફસાના નીચેના ભાગમાં ભેગી થયેલી હવા-કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છેઅવ્યવસ્થિત દિનચર્યા અને અસંતુલિત ખોરાકને કારણે મોટાભાગના લોકોને બિનજરૂરી શરીર વધવાની સમસ્યાથી પીડાતા હોય છે. જેના લીધે આપણા સ્વાસ્થ્યને અનેક જોખમી બીમારીઓનો સામનો કરવો પડે છે. શરીરની આ ચરબી ઝડપથી દૂર કરવા માટે યોગ ક્રિયાની મદદ લઇ શકાય છે. આવી જ એક ક્રિયા છે કપાલ ભાતિ, જેનાથી નિશ્વિત રૂપે શરીરની ચરબી પર નિયંત્રણ લાવી શકાય છે. કપાલ ભાતિ કરવાની વિધિ –સમતળ જમીન પર સ્વચ્છ કપડું પાથરી પોતાની સુવિધા અનુસાર આસન પર બેસી જાવ. બેસ્યા બાદ પેટને ઢીલું મૂકી દો. હવે ઝડપથી શ્વાસ બહાર કાઢો અને પેટને અંદરની તરફ ખેંચો. શ્વાસને બહાર કાઢવો...

પ્રાણાયમના અનેક લાભ

પ્રાણાયમના અનેક લાભ  પ્રાણાયમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત રોગ તથા બીમારીઓ દૂર થાય છે.  - યોગમાં પ્રાણાયમ ક્રિયા સિદ્ધ થતા પાપ અને અજ્ઞાનતાનો નાશ થાય છે. - પ્રાણાયામની સિદ્ધિ દ્વારા મન સ્થિર બની યોગ માટે સમર્થ અને સુપાત્ર બને છે. - પ્રાણાયમના માધ્યમ દ્વારા જ આપણે અષ્ટાંગ યોગની પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને અંતમાં સમાધિની અવસ્થા સુધી પહોંચીએ છીએ. - પ્રાણાયમ દ્વારા આપણા શરીરનો સંપૂર્ણ વિકાસ થાય છે. ફેફસામાં વધારે માત્રામાં શુદ્ધ હવા ભરાવાથી શરીર સ્વસ્થ રહે છે. - પ્રાણાયમથી આપણો માનસિક વિકાસ પણ થાય છે. પ્રાણાયમ કરીને આપણે મનને એકાગ્ર બનાવી શકીએ છીએ. જેનાથી મન આપણા નિયંત્રણમાં આવી જાય છે. - પ્રાણાયમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત રોગ તથા બીમારીઓ...

Pages 381234 »

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger