પદ્માસનથી મળશે શાંતિ
સમગ્ર દિવસ દરમ્યાન તરોતાજ રહેવાનો સૌથી સરળ ઉપાય છે પદ્માસન. પદ્માસનના પ્રતિદિન અભ્યાસથી તમારું મન એકાગ્ર થશે.કોઈ પણ પરિસ્થિતિમાં તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધી જશે. તમે વધુ કાર્યક્ષમ બનશો.મન શાંત રહેશે.
પદ્માસનનો પ્રયોગ સમતળ જમીન પર ફક્ત ચાદર પાથરીને બેસવું.ડાબા પગની એડીને જમણા પગ પર એવી રીતે મુકવી કે એનાથી એડી નાભી પાસે આવી જાય. ત્યારબાદ જમણા પગને ઉપાડીને ડાબા પગ પર એવી રીતે રાખવો કે બંને એડીઓ નાભી પાસે મળી જાય. મેરુદન્ડ સહીત કમરના ઉપરના ભાગને એકદમ સીધો રાખવો. બંને ઘુંટણને જમીનથી ઉપર ના ઉપાડવા.હવે બંને હાથની હથેળીઓને પલાંઠીમાં મુકવી. આંખ બંધ કરીને ધ્યાનમાં બેસવું. વારંવાર પગને બદલ્યા કરવો.
પદ્માસનના લાભ આ આસન પગની દરેક સમ્સ્યાઓને દૂર કરે છે. કટિભાગ તથા પગના સાંધાના જોડાણ, નસોમાં લોહીનું પરિભ્રમણ વધારે છે.સાંધાને મજબૂત, દ્રઢ અને સ્ફુર્તિદાયક બનાવે છે.શ્વસન ક્રિયાને વધુ તેજ બનાવે છે. ઈન્દ્રિય અને મનને શાંત રાખે છે તેમજ એકાગ્ર રાખે છે. તેનાથી બુદ્ધિ વધે છે અને વધુ સાત્વિક બને છે. ચિત્તમાં સ્થિરતા આવે છે. સ્મરણ શક્તિ અને વિચારશક્તિ વધે છે. આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી વીર્યમાં પણ વૃદ્ધિ થાય છે.

0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો