બુધવાર, 2 માર્ચ, 2011

યોગાસનો શરૂ કરતા પહેલા

યોગાસનો શરૂ કરતા પહેલા


(1) યોગાસનો, ભક્તિભાવપૂર્વક તેમજ અત્યંત શાંત સ્થાન પર બેસીને કરવા જરૂરી છે. પ્રારંભ ઈશ્વરનું
સ્મરણ કરી પ્રાર્થના સાથે કરવી.


(2) આસનો કરતી વેળા, વસ્ત્રો ચુસ્ત નહિ પણ ખુલતા હોવા જોઈએ .

(3) આસનો કે પ્રાણાયામ કરવા માટેનો સર્વોત્તમ સમય સામાન્યતઃ સવારનો અથવા સાંજનો હોઈ
શકે કે જયારે પેટ ખાલી હોય.

(4) સામાન્યતઃ જમ્યા પછી આશરે ચાર કલાક જવા દેવા જોઈએ કે જે પછીથી આસનો કરી શકાય.

(5) આસનો કરવા માટે કાં તો કાર્પેટ કે ગડોબંધ બ્લેન્કેટનો ઉપયોગ કરવો હિતાવહ છે.

(6) આસનો કરતી વેળા અગત્યની બાબત ખ્યાલમાં રાખવી કે તે ખુબ જ ધીમી પણ એકધારી ગતિથી
અને સ્નાયુઓને ઢીલા રાખીને તેમજ કોઈપણ જાતના આંચકા વિના કરવા જોઈએ.

(7) આસનો કરતા પહેલા, કુદરતી હાજત, પેશાબ વગેરે પ્રક્રિયા દ્ધારા આપણાં પેટ કે પેશાબ નળીને
ખાલી કરવી જરૂરી છે.

(8) આસન માટે સૂચવવામાં આવેલી સમય મર્યાદા માત્ર મહત્તમ સમય મર્યાદાનો જ નિર્દેશ કરે છે.
આમાં ચુસ્ત રીતે વળગી ન રહેતા, પોતાના શરીરની પ્રકૃતિ અને સંજોગો અને પોતે સાધેલી
પ્રગતિના સંદર્ભમાં વ્યક્તિગત ધોરણે સમય મર્યાદા નિયત કરવી.

(9) સીધો પવન કે સીધા સૂર્યકિરણો પડતા હોય તે સ્થાન, આસનો માટે પસંદ કરવા.

(10) યોગાસનોની અસરકારકતા અનુભવવા અને જીવનને ઉલ્લાસમય આનંદમય બનાવવા,
યોગાસનો આપણો દૈનિક નિત્યક્રમ બની રહેવો જોઈએ.



વિશેષ નોંધ :
જે વ્યક્તિ હ્રદય, ફેફસાંના અને લોહીના દબાણના રોગોથી પીડાતા હોય તેઓએ અવશ્ય યોગ જાણકાર શિક્ષક - ગુરૂને પ્રથમ મળવું જોઈએ અને તેમના માર્ગદર્શન અનુસાર તેમની દેખરેખમાં આસનો કે પ્રાણાયામ કરવો જોઈએ તે સિવાય કરી શકાય નહિ.


બહેનો માટે :
ઋતુંસ્ત્રાવ વખતે આસનો કરવા નહિ .વધારે પડતું બ્લીડીંગ થતું હોય તો ઉપવિષ્ટ કોણાસન બધ્ધકોણાસન, વિરાસન, જાનુંશિર્ષાસન, પશ્ચિમોતાનાસન કરવાથી ઘણો લાભ થાય છે.ગર્ભાવસ્થા ના પહેલા ત્રણ મહિના કોઈપણ આસન કરી શકાય.ઉભા થવું પડતું હોય અથવા આગળ વાંકા વળવું પડતું હોય તેવા આસનો ખુબજ ધીમી ગતિ એ કરવા. આ અવસ્થા દરમ્યાન પેટ ઉપર દબાણ ન આવે તેનો ખ્યાલ રાખવો બધ્ધપદ્માસન, ઉપવિષ્ટકોણાસન અને બધ્ધકોણાસન સગર્ભાવસ્થા દરમ્યાન દિવસ ના કોઈપણ ટાઇમે થઇ સકે એટલે કે જમ્યા પછી પણ થઇ શકે. આ આસનો થી પ્રસવ પીડા ઓછી થાય છે. સમગ્ર ગર્ભાવસ્થા દરમ્યાન આત્રકુંભક અથવા બાહ્યકુંભક એટલે કે શ્વાસ અટકાવવા સિવાયના કોઈપણ પ્રાણાયામ થઇ સકે. ઊંડા શ્વાસની પ્રેક્ટીસથી પ્રસવ વખતે દર્દ ઘણું જ ઓછુ થઇ જશે. પ્રસવ પછી એક થી ત્રણ મહિના સુધી કોઈજ આસનો કરવા નહિ.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger