સોમવાર, 7 માર્ચ, 2011

ફિટ રહો, હિટ રહો

ફિટ રહો, હિટ રહો

 

ફિટ રહેવા માટે વ્યાયામ અને આહારનો મેળ જ જાદુની જેમ કામ કરે છે. વ્યાયામના ઘણાં લાભ છે તેથી વજન ઘટાડવાનાં કેન્દ્રો અને સ્લિમિંગ ગેજેટ્સની જગ્યાએ કસરત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એવી કોઈ વિશેષ દવાઓ, વિશેષ ઉપકરણ કે કોઈ વિશેષ આહાર નથી કે જે વજનને સુરક્ષિત અને સ્વસ્થ રીતે ઘટાડે. મશીનો ત્યાં સુધી કામ નથી કરતાં જ્યાં સુધી વ્યક્તિ પોતાની માંસપેશીઓનો વ્યાયામ ન કરે. જો ઊર્જા કે કેલરી વપરાશે નહીં તો વજન ઘટશે નહીં. જો તમારી ઊર્જાનો યોગ્ય રીતે ઉપયોગ નહીં થાય તો વજન ઘટશે નહીં. કસરત એ પૂર્ણતા તરફના પગલાંનું પ્રથમ સોપાન છે.
વજન ઘટાડવું વાસ્તવમાં ઘણું આસાન છે. વ્યાયામ માત્ર આકર્ષક દેખાવ મેળવવા માટે જ ન કરવો જોઈએ પણ સ્વસ્થ અને ફિટ રહેવા માટે કરવો જોઈએ. શારીરિક તંદુરસ્તી એ પ્રાથમિકતા હોવી જોઈએ અને બાય પ્રોડક્ટ તરીકે શારીરિક સુંદરતા અને આકર્ષક દેખાવ આપમેળે મળી જાય છે. સ્વસ્થ અને સુડોળ દેખાવનું પહેલું પગથિયું જિમ સેન્ટર નહીં પણ રસોઈઘર છે. યોગ્ય ખાનપાન અને એક પૂર્ણ ફિટનેસ યોજનાને અનુસરવાથી જ વજન ઘટાડી શકાય છે, જોકે વજન ઘટાડવા માટેની પૂર્વશરત છે કે આયોજનબદ્ધતાને સતત એકધારી રીતે અનુસરતા રહેવું પડે. જિમ સેન્ટર્સ અને સ્લિમિંગ ગેજેટ્સ પર પૈસા વાપરવાને બદલે એટલાં જ નાણાં તાજાં ફળો અને લીલાં શાકભાજી અને પોષકતત્ત્વો સભર ખાદ્યપદાર્થો પર ખર્ચ કરવામાં આવે તો તેનો ફાયદો પણ થાય છે. આંતરિક અને બાહ્ય સુંદરતાનો બંનેને લાભ થાય છે. કસરતને લઈને કેટલીક ભ્રામક માન્યતાઓ પણ પ્રવર્તે છે તેને સમજીને દૂર કરવી હિતાવહ છે.
ફિટનેસને લગતી કેટલીક માન્યતાઓમાં એક માન્યતા એવી છે કે જેટલો પરસેવો વધુ વળે તેટલી વધુ પ્રમાણમાં કેલરી બળે. જોકે આ સંપૂર્ણ ભ્રામક માન્યતા છે. કેલરી બળવાને પરસેવા સાથે ખાસ કોઈ નિસબત નથી. પરસેવો તમે કેટલી મહેનત કરો છો એ બાબત નથી દર્શાવતો પણ મહેનત કરશો તો સાહજિક રીતે પરસેવો વળશે જ. પરસેવો વળવો એ શરીરની શીતલન પ્રણાલી છે. જ્યારે વ્યાયામ કરવામાં આવે છે ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે. પરિણામે ગરમીને દૂર કરવા માટે શરીરમાં પરસેવો થાય છે. પરસેવો શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે. કેટલીક વ્યક્તિઓને વધુ પ્રમાણમાં તો કેટલાંકને નહિવતૂ પ્રમાણમાં પરસેવો વળતો હોય છે. પરસેવાને કેલરી બળવા સાથે, તમે કેટલો સમય વ્યાયામ કર્યો છે તેની સાથે સાંકળવો અયોગ્ય છે.
ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે જેઓ નિયમિત રીતે શારીરિક પરિશ્રમ કરે છે તેમને વ્યાયામની જરૃર નથી પડતી, કારણ કે તેઓ જેટલી કેલરી ગ્રહણ કરે છે તેટલા્ પ્રમાણમાં તેઓ મહેનત દ્વારા અને શારીરિક પરિશ્રમ દ્વારા તેને ખર્ચ કરીને સંતુલન સાધી લે છે. છતાં પણ શારીરિક વ્યાયામ એ સુડોળ દેખાવ અને માનસિક પ્રસન્નતા આપનારો છે. બીજી મહત્ત્વની વાત એ કે જો વ્યાયામ કરવા માટે સમય ન મળતો હોય તો તુરંત જ કેલરી સપ્રમાણમાં લેવા લાગો.
ર્તાિકક રીતે વિચારીએ તો તરત જ ખ્યાલ આવશે કે તમે જેટલો આહાર લો છો તેમાં કોઈ ફેરફાર નથી કરવાના પણ વ્યાયામ બંધ કરશો એેટલે કેલરીની ખપતમાં ચોક્કસ ફેરફાર થશે. વ્યાયામ કરતાં હો ત્યારે જેટલી કેલરી બળે છે તેના કરતાં વ્યાયામ બંધ કરી દેવામાં આવે તો સ્વાભાવિક રીતે કેલરીને બળવાનો દર ઓછો થઈ જશે. આથી જો વ્યાયામ પહેલાં ચાલુ કરો અને બાદમાં બંધ કરો કે કોઈ કારણસર ન કરી શકો તો બીજી તરફ તમારા આહાર-વિહારમાં પણ પરિવર્તન લાવો. તેના કારણે ચોક્કસ ફાયદો તો થશે જ .

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger