મંગળવાર, 8 માર્ચ, 2011

શવાસન કરવાથી દૂર થાય છે માનસિક અને શારીરિક થાક


શવાસન કરવાથી દૂર થાય છે માનસિક અને શારીરિક થાક

 આ આસન કરવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. સૂક્ષ્મ ઊર્જા કેન્દ્ર જાગૃત થાય છે અને થાકમાંથી મુક્તિ મળે છે.

વિધિ- આ આસનમાં આપે કંઇજ વિશેષ કરવાનું નથી. આપ એકદમ સહજ અને શાંત બની જાવ તો મન અને શરીરને આરામ મળશે. દબાણ અને થાક દૂર થઇ જશે. શ્વાસ અને નાડીની ગતિ સામાન્ય થઇ જશે. આ કરવા માટે પીઠના બળ પર સૂઇ જવું. પગને ઢીલા છોડી બંને હાથને શરીરની સમાંતર રાખી બાજુમાં રાખો. શરીરને જમીન પર સંપૂર્ણપણે સ્થિર થઇ જવા દો. હવે શરીરના દરેક અંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને એકદમ શાંત અને સ્વસ્થ અનુભવો. એવી કલ્પના કરો કે શરીરનું એક-એક અંગ શાંત, સ્વસ્થ, નિરોગી અને શક્તિશાળી બની રહ્યું છે. શવાસનમાં આપનું મન જેટલું વધારે શાતં અને એકાગ્ર થશે તેટલો વધારે લાભ થશે.

લાભ- આ આસન કરવાથી શારીરિક અને માનસિક થાક તુરંત જ દૂર થશે. જેઓ માનસિક રુપે ઝડપથી થાકી જાય છે અને સતત તણાવમાં રહે છે તેમના માટે આ આસન અતિ ઉત્તમ છે. શવાસન કરવાથી માનસિક બીમારીઓ જેવી કે ડિપ્રેશન, હિસ્ટેરિયા, ચિંતા, ગભરામણ, અનિદ્રા વગેરેમાં રાહત મળે છે. આ આસન ડાયાબીટિસ, હૃદયરોગમાં લાભદાયક છે. શવાસન મનની બેચેની, ચંચળતા, ગભરામણ, ઉતાવળાપણું દૂર કરે છે. પ્રત્યેક અઘરા આસન બાદ પણ આ આસન કરવું જોઇએ. આ આસન કરવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. સૂક્ષ્મ ઊર્જા કેન્દ્ર જાગૃત થાય છે અને થાકમાંથી મુક્તિ મળે છે. આ એક એવું આસન છે જે સાંજે કરી શકાય છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger