ઝેરથી બચાવે છે શીતલી પ્રાણાયમ

શીતલી પ્રાણાયમની વિધી
શીતલી પ્રાણાયમ અને સિત્કારી પ્રાણાયમ લગભગ એક જેવા જ છે. અંતર ફક્ટ એટલું છે કે સિત્કારી પ્રાણાયમમાં જીભ વાળીને તાળવા સાથે ચોંટાડવામાં આવે છે અને શીતલીમાં જીભને ગોળાકાર બનાવવામાં આવે છે તથા સીસકારો કરીને મોં દ્વારા વાયુને પેટમાં ભરવામાં આવે છે. દરેક પ્રાણાયમ ઉભા થઈને ચાલતા તથા બેસીને કરી શકાય છે. તેમાં મોંને ગોળ વાળીને જીભને પણ ગોળ કરવામાં આવે છે અને હોઠને બહાર નીકાળીને શ્વાસ લેવામાં આવે છે. જેટલું સંભવ થઈ શકે એટલો સમય શ્વાસ રોકીને શ્વાસને ધીરે ધીરે બહાર લેવામાં આવે છે.
શીતલી પ્રાણાયમના લાભ
આ પ્રાણાયમથી પિત્ત, કફ અને અપચા જેવી બિમારીઓ ખૂબ જલ્દી સમાપ્ત થઈ જાય છે. યોગશાસ્ત્ર અનુસાર લાંબા સમય સુધી આ પ્રાણાયમનો નિયમિત અભ્યાસ કરવાથી વ્યક્તિ પર ઝેરની પણ કોઈ અસર થતી નથી.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો