મંગળવાર, 8 માર્ચ, 2011

યોગિક માલિશ

  યોગિક મસાજ 
યોગાસન કરવાથી શરીરની સારી રીતે માલિશ થાય છે. એને યોગિક મસાજ કહેવાય છે. યોગિક કસરતોથી શરીરને અને મનને ચુસ્ત અને તંદુરસ્ત રાખે છે. જેવાકે…………
વસ્ત્રાધોતી:-

      ગળું એ આપણા શરીરનું એક અંગ છે. સંગીતના ક્ષેત્રથી સંકળાયેલા લોકોએ આંગળીમાં મધ અને હળદરનું મિશ્રણ લઈ ગળાની અંદર હલકે હાથે મસાજ કરવો જોઈએ.
       પાચન યોગ્ય રીતે થાય તે માટે અન્નનળી [ફૂડપાઈપ] બરાબર રહે એ મહત્વનું છે.
વસ્ત્રા ધોતી ગળું અને ફૂડપાઈપને સાફ કરવાનો યોગ્ય અને સારો ઉપાય છે. [શરૂઆતમાં યોગ્ય નિરીક્ષણ હેઠળ કરવું વધ્હારે હિતાવહ છે.] કપડાંની પટ્ટીને મીઠાયુક્ત પાણીમાં ઝબોળવામાં આવ્યા બાદ ધીમે ધીમે ગળામાં સેરવવામાં આવે છે. થોડા વખત પછી કપડું ધીરેથી મોઢામાંથી બહાર કાઢવામાં આવે છે. આ ક્રિયા વડે અન્નનળી તથા ગળાની સફાઈ થશે.
રબર નેતિ:-
       આપણું નાક એમાં પણ નસ્કોરા શ્વાસોચ્છવાસ લેવા અને શ્વાસનાતાપમાનનું નિયંત્રણ રાખે છે. સાયનસ રોકવા નાકની અંગૂઠા વડે બહારથી માલિશ કરો. નસ્કોરાની અંદરથી માલિશ અને સાફાઈ કરવા રબર નેતિનો પ્રયોગ કરવામાં આવે છે. રબરના બે છેડા નાકમાં નાકહ્વામાં આવે છે જેને જમણા હાથનાં અંગૂઠા પહેલી આંગળીની મદદથી મોઢામાંથી બહાર કાઢવામાં આવે છે. રબર ટ્યુબને અંદર બહાર કરવાથી નાકની અંદરથી માલિશ થાય છે.
વજ્રાસન:-ગરમ-ઠંડી મસાજ થેરેપીના રૂપમાં ગઠિયા અને ખાસ કરીને ઘૂંટણના દુઃખાવા માટે વજ્રાસન આદર્શ છે. મસાજમાં વારાફરતી ગરમ અને ઠંડુ પાણી ઘૂંટણ પર નાખવામાં આવે છે. વજ્રાસન આ માલિશનો ઉત્તમ વિકલ્પ છે. આ મુદ્રાથી ઘૂંટણના લિગામેંટસ અને ઍંકલ જોઈંટ્સ સ્ટ્રેચ થાય છે અને લવચીકતા આવે છે.


પવનમુક્તાસન:-
    સામાન્ય રીતે પીઠની તેલ વડે માલિશ થાય છે. આ માટે જમીન પર ઊંધા સૂઈ જવું પડે છે. પવનમુક્તાસન આ માલિશનો સારો વિકલ્પ છે. આ મુદ્રાથી પીઠની સારી માલિશ થાય છે. ઉપરાંત કરોડરજ્જુને પણ વ્યાયામ મળે છે. 

હલાસન:- 
આ મુદ્રાથી પેટની સારી માલિશ થાય છે. પીઠની માંસપેશીઓ પણ સારી રીતે સ્ટ્રેચ થાય છે. નિયમિત કરવાથી થાયરોઈડ અને પેરા થાયરોઈડ ગ્લાંડ્સની કામ કરવાની ક્ષમતા વધે છે. ડાયાબિટીસ અટકાવવામાં મદદ કરે છે.
વક્રાસન [સ્પાએનલ ટ્વીસ્ટીંગ]:-

      આ મુદ્રા વડે પેટ, પીઠ, છાતી અને કરોડરજ્જુના સ્નાયુઓની સારી માલિશ થાય છે. વક્રાસનથી પેટ પર દબાણ આવે છે અને બ્લડ સપ્લાય યોગ્ય રીતે થાય છે. દરરોજ વક્રાસન કરવાથી મહિલાઓમાં માસિક નિયનિત આવે છે. 


નૌકાસન:-

    આ મુદ્રા સર્પાકારની છે. તેનાથી પેટ પર દબાણ આવે છે અને શરીરની અંદરના ભાગની સારી માલિશ થાય છે. ગૅસ અને કબજિયાતમાં ફાયદો થાય છે.મકરાસન:-
આ આસનથી પેટના નીચેના ભાગોની હલકીશી માલિશ થાય છે. આંતરડાની સમસ્યા માટે મકરાસન શ્રેષ્ટ છે. મહિલાઓને માસિક ધર્મ વખતે થતા દુઃખાવામાં રાહત આપે છે. 
કપાલભાતિ:-

    પ્રાણાયમની આ ક્રિયાથી પેટની સારી માલિશ થાય છે અને સાથે સાથે ચરબી પણ ઓછી થાય છે. ફાંદ ઘટે છે . શરદી, સાઈનસ તેમ જ અસ્થમા જેવી વ્યાધિમાંથી છૂટકારો મળે છે. શ્વાસ લેવાની ક્ષમતા વધે છે.
    યોગિક મસાજથી સેલ્ફ કંટ્રોલ વધે છે. શરૂઆતમાં આ ક્રિયાઓ નિરિક્ષકની હેઠળ કરવી જરૂરી છે પણ ત્યારબાદ કોઈપણ વ્યક્તિની મદદ વગર ગમે તે સમયે આરામથી આ યોગિક ક્રિયા કરી શકે છે. આંતરિક અવયવોની માલિશ તેલ અથવા અન્ય પ્રકારની થેરેપી શક્ય નથી. હા ઈલેક્ટ્રિક મસાજથી થઈ શકે પણ યોગાસનથી કોઈપન સાઈડ ઈફેક્ટ વિના આરામથી માલિશ થઈ શકે છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger