શુક્રવાર, 4 માર્ચ, 2011

યોગાસનો કરો, માઈગ્રેન હટાવો

યોગાસનો કરો, માઈગ્રેન હટાવો

yogaમાથું પછાડી પછાડીને મરી જવાનું મન થાય એવા માઈગ્રેનના દુ:ખાવાનો કોઈ ઈલાજ છે ? તબીબી ક્ષેત્રે થયેલા સંશોધનોએ ક્રાંતિ સર્જી છે. અગાઉ અસાઘ્ય ગણાતા અનેક જીવલેણ રોગની ઘાતકતા ઓછી કરવામાં તબીબી સંશોધનોને સફળતા મળે છે. પણ માઈગ્રેન જેવા ઘણા રોગ એવા છે જે હજી પણ તબીબો માટે શિરદર્દ સમાન બની રહ્યાં છે.
માઈગ્રેનથી પીડાતા લોકો માટે શું કાંઈ આશા નથી ? ના ! માઈગ્રેન મટી શકે છે, પણ દવાથી નહીં, યોગાથી. આ દાવો કોઈ યોગાચાર્ય નથી કરતાં પણ માઈગ્રેનના દરદીઓ ઉપર કરાયેલા પ્રયોગો પછી સાબિત થયેલું આ સત્ય છે. યોગાસને શ્વારછોશ્વાસની કસરતો દ્વારા માઈગ્રેનના હુમલાની માત્રા અને તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે અને દુ:ખાવામાં રાહત મળવાની શરુઆત થતાં જ દરદી ચિંતા અને હતાશામાંથી પણ મુકત થવા લાગે છે.
યુનિવસિર્ટી ઓફ રાજસ્થાનના સંશોધકોએ કરેલા પ્રયોગો માઈગ્રેનના દરદીઓને ખુશખુશાલ કરી દે તેવા છે. યુનિ.ના ડો.પી.જી. જહોનની આગેવાની હેઠળની સંશોધકોની ટુકડીએ માઈગ્રેનના ૭૨ દરદીઓને બે જૂથમાં વહેચી દઈને કરેલા પ્રયોગોએ એ સાબિત કર્યું છેકે, માત્ર માઈગ્રેન જ નહીં, સાંધાના વા જેવા અન્ય હઠીલા દુ:ખાવાઓનો આસાન ઈલાજ પણ યોગાસનોમાં પડયો છે.
ડો.જહોનની ટીમે ૭૨ દરદીઓ પૈકીના એક જૂથના દરદીઓને પરંપરાગત સારવાર આપી. જેમાં જીવનશેલી બદલાવવી, દવા લેવી, યોગ્ય ખોરાક લેવો વગેરે જેવા સારવારનો સમાવેશ થતો હતો. બીજા જૂથના દરદીઓને હળવા યોગાસનો કરાવવામાં આવ્યા. સાથે જ શ્વારછોશ્વાસની કસરતો તથા ઘ્યાન પણ કરાવવામાં આવ્યા.
આ દરદીઓને અઠવાડિયામાં પાંચ દિવસ આ બધું કરાવવામાં આવતું. માઈગ્રેનનો એટેક આવે એ દિવસે અને એના પછીના દિવસે યોગાસનો અને અન્ય કસરતો તથા ઘ્યાનમાંથી મુકિત આપવામાં આવતી. જો કે ત્રીજા-ચોથા અઠવાડિયાથી આ જૂથના દરદીઓને ચમત્કારિક પરિણેામો પ્રાપ્ત થવા લાગ્યા.
ત્રણ મહિનાના અંતે આ જૂથના મોટાભાગના દરદીઓને માઈગ્રેનના હુમલાની માત્રા અને તીવ્રતામાં અકલ્પ્ય ઘટાડો આવી ગયો હતો. જયારે પરંપરાગત પઘ્ધતિથી જેમની સારવાર કરવામાં આવી હતી. એ જૂથના દરદીઓને કાંઈ સુધારો તો નહોતો જણાયો, ઉપરથી કેટલાક દરદીઓની દશા વધારે બગડી પણ હતી.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger