સોમવાર, 7 માર્ચ, 2011

આસાન આસનો

આસાન આસનો

પ્રાચીન સાહિત્યમાં ૮૪ મુખ્ય આસન બતાવાયાં છે, જેને ઓછાં કરીને વિશિષ્ટ આસનોની યાદી બનાવવામાં આવી છે. એમાં શીર્ષાસન સહિત કુલ ૩૬ જરૂરી આસનોનો સમાવેશ કરાયો છે, એમાં પણ ૧૩ આસન ખાસ બધુ મહત્ત્વનાં છે. મયૂરાસન અને કૂર્માસન જેવાં થોડાં તો નિયમિત યોગાભ્યાસ કરનારાને પણ અઘરાં લાગે છે. બદલાયેલી જીવનશૈલી અને પિશ્ચમી ઢબછબ પ્રમાણે બેસવાની ટેવને કારણે પદ્માસનમાં બેસવાનું પણ મુશ્કેલ બની ગયું છે. અહીં છ પ્રકારનાં સરળ આસન બતાવાયાં છે, જે તમારી રોજિંદી સામાન્ય સાધનામાં સામેલ કરી શકાય છે.
પર્વતાસન
પર્વતની મુદ્રા, ઊલટા બીની આકૃતિનું આસન
શરીરને યોગ્ય શેપમાં રાખવા માટે જેઓ યોગાભ્યાસ કરે છે, એમને માટે આ શ્રેષ્ઠ આસન છે. બીજી કોઇ મદદ વગર શીર્ષાસનની જેમ એમાં માથું નીચે રાખવાની મુદ્રા કોઇ નુકસાન કર્યા વગર આના લાભો અનેકગણા વધારી દે છે.
પહેલી વાર આ આસન ફકત તાણમુકત થવા માટે કરવું જૉઇએ. બીજી વાર એને શકિત અને સહનશકિત વધારવા તથા માંસપેશીઓને વ્યવસ્થિત શેપમાં લાવવા માટે કરવામાં આવે છે. આ એક એવું આસન છે, જેના અંગે કોઇ વિવાદ નથી.
પર્વતાસન અથવા પર્વતની મુદ્રા બનાવવા માટે ઘૂંટણોના આધારે બેસી જાવ. સામેની જમીન પર બન્ને હથેળી ટેકવી દો. હવે કમરના ભાગને ઉપર ચકો. ખભાને આગળની તરફ લેતાં જઇને સામાન્ય રીતે શ્વાસ લો. બન્ને એડીને જમીન પર ટેકવો. પોતાનું ઘ્યાન પેટ પર કેન્દ્રિત કરો. ખભાથી શકય તેટલું વધુ જૉર લગાવો. માથાને જમીનની જેટલું નજીક લઇ જવાય એટલું લઇ જાવ. જેટલો સમય આ મુદ્રા ટકાવી શકાય, એટલો સમય એ ટકાવી રાખો. આખી પ્રક્રિયાનું થઇ શકે એટલી વાર પુનરાવર્તન કરો. થોડા સમય પછી તમે આ અવસ્થામાં એક મિનિટ કે એથીય વધુ સમય રહી શકશો.
લાભ: આ આસનના અભ્યાસથી સહનશકિત વધે છે. માથામાં લોહીનો પ્રવાહ વધે છે, એટલે મગજ શાંત રહે છે. લોહીનાં ઓછાં અને વધુ, બન્ને દબાણને એ નિયંત્રિત કરે છે. કરોડરજજુ સંબંધી બધી તકલીફોને દૂર કરે છે. હાથ-પગની માંસપેશીને સુદૃઢ આકાર આપે છે. કરચલીઓ દૂર કરે છે. આ આખા શરીરનો વ્યાયામ છે.
સુપ્ત ઉદરકર્ષનાસન
પેટ વાળીને સૂવું
આ એક સામાન્ય સ્વાસ્થ્યવર્ધક આસન છે. નિયમિત યોગાભ્યાસ કરનારા માટે પણ એ ઘણું લાભદાયક છે, કારણ કે એ શરીરને વધુ સ્થિતિસ્થાપક બનાવે છે. એ માટે પીઠના આધારે સૂઇ જાવ. બન્ને હાથને બન્ને બાજુ જમીન પર ફેલાવો અને હથેળીઓને ટેકવી દો. શ્વાસ અંદર લો. જમણા ઘૂંટણને વાળો. જમણા પગના તળિયાને ડાબા સાથળ પર મૂકી દો. ડાબા હાથથી જમણા ઘૂંટણને ડાબી તરફ જમીન તરફ દબાવતા જઇ શ્વાસ છોડો. સાથે સાથે જ માથું જમણા હાથ તરફ જોતા જઇ વાળો. વળેલાં ઘૂંટણ પરથી દબાણ ખસેડયાં-ઓછું કર્યા વગર સામાન્ય રીતે શ્વાસ લો અને થોડીક સેકંડ આ મુદ્રામાં જ રહો. પછી ધીમે રહીને આરામની મુદ્રામાં આવી જાવ. આ આખી પ્રક્રિયાનું પાંચ વાર પુનરાવર્તન કરો. આરામ કરો. આખી પ્રક્રિયા બીજી તરફથી પણ કરો.
લાભ: આખી કરોડરજજુને વ્યવસ્થિત વળાંક આપતું આ લાભદાયક આસન છે તથા કરોડરજજુ સંબંધી તકલીફો થતી રોકવામાં સહાય કરે છે. એક જ સ્થળે બેઠા બેઠા કામ કરતા લોકો માટે આ આસન ખાસ લાભદાયી છે. આ આસનથી તમે ભાવનાત્મક રીતે પણ મજબૂત બનો છો. પગનો આકાર પણ બરાબર થાય છે, એટલે સીધા વ્યવસ્થિત ભા રહી શકાય છે. પેટ પર દબાણ આવતાં પાચન પણ બરાબર થાય છે અને વજન ઓછું થાય છે. કમર અને નિતંબનો વિસ્તાર હળવો થઇ જાય છે. પેટ પર, ખાસ કરીને યકòત પર દબાણ આવતાં વજનમાં વધુ ઘટાડો થાય છે.
સુપ્તપાદ અંગુષ્ઠાસન
પગ ઊંચકીને સૂવું
આ આસન કરોડરજજુને સીધી કરી પગ અને નિતંબના સાંધાની માંસપેશીઓને યોગ્ય આકાર આપે છે. નિયમિત યોગાભ્યાસ કરતા લોકોની યોગસાધનાને નવી ચાઇએ લઇ જાય છે. કેટલાક નિષ્ણાતોના મતે એમાં શ્વાસ લેવાનો ક્રમ અલગ હોય છે. આસન કરતી વખતે સામાન્ય રીતે શ્વાસ લેતાં રહેવું અગત્યનું છે. પેટની માંસપેશીઓને એ યોગ્ય આકારમાં લાવે છે અને સાથળો પરથી ચરબીનો થર ઘટાડીને સૌંદર્ય વધારે છે. એ માટે ફરશ પર સીધા સૂઇ જાવ. બન્ને હાથને શરીર સાથે સીધા ફરશ સાથે રાખો. જમણા પગને ઉપર ચકો. પગ ઘૂંટણમાંથી વળ્યા વગર સીધો જ રહે એનું ખાસ ઘ્યાન રાખો. પીઠ પર દબાણ ખૂબ વધી જતું હોય તો બીજા પગને વાળીને રાખી શકો છો. શ્વાસોરછ્વાસની ક્રિયા નોર્મલ રાખો. હવે જમણા પગને વાળીને રાખી શકો છો. શ્વાસને અંદર લો. જમણી પાનીને એવી રીતે વાળો કે અંગુઠો તમારી તરફ રહે. ધીરે ધીરે પગને ફરશ તરફ લેતા જઇ શ્વાસ છોડો. આખી પ્રક્રિયાનું ત્રણ વાર પુનરાવર્તન કરો. ડાબા પગ સાથે પણ આ જ રીતે પ્રક્રિયા કરો.
કોણે ન કરવું: કમરના નીચલા હિસ્સામાં પીડા હોય, હૃદયરોગ કે લોહીનું વધુ દબાણ (હાઇ બીપી) હોય એવા લોકોએ આ આસન ન કરવું.
લાભ: આ આસન ઘણા રોગમાં લાભદાયક છે. પેશાબ અને જનન અંગો સંબંધી તકલીફો દૂર કરવામાં એ સહાયક છે. જઠરની શકિત વધારે છે તથા પાચનને વ્યવસ્થિત કરી વજન ઘટાડે છે. પગને યોગ્ય આકાર આપીને કમરના ભાગને હળવો કરે છે. ઘૂંટણોનો દુખાવો મટાડે છે. શીર્ષાસન જેવા મુશ્કેલ આસન માટે શરીરને તૈયાર કરવામાં એ સહાય કરે છે. એટલે એક રીતે મઘ્યવર્તી આસન છે.
અર્ધ મત્સ્યેન્દ્રાસન
અડધી કરોડરજજુમાં વળાંક
આ પણ એક ઉત્કૃષ્ટ આસન છે. કરોડરજજુને યોગ્ય વળાંક આપનારું આ આસન માત્ર કરોડરજજુને જ નહીં, પરંતુ ધડમાંનાં બધાં અંગોને લવચિક બનાવે છે. એમાં મગજ સહિત આખા શરીરમાં તાજા લોહીનો પ્રવાહ વહે છે. વય વધવા સાથે બરડ બની ગયેલાં અંગોમાં પણ એનાથી લોહીનો પ્રવાહ બરાબર વહે છે. પગના પંજાઓ પર વજ્રાસનની જેમ બેસી જાવ. વજ્રાસન અંગે અમે અગાઉ સમજૂતી આપી છે. નિતંબને ડાબી બાજુએ જમીન પર ટેકવો. જમણા પંજાને ડાબા ઘૂંટણની નીચે લઇ જાવ. શ્વાસ લો. ડાબા હાથને કોણીમાંથી વાળી જમણા ઘૂંટણ પર રાખો. સાથે સાથે જમણી હથેળીને જમીન પર અડકાડી દો. શ્વાસ છોડો. વળી શકાય એટલા જમણી તરફ વળો. સામાન્ય રીતે શ્વાસ લેતાં આ સ્થિતિને શકય એટલો વધુ સમય ટકાવી રાખો. આરામ કરો. આખી પ્રકિયાનું બીજી તરફ પુનરાવર્તન કરો.
કયારે ન કરવું: વાંસામાં વધુ દુખાવો હોય ત્યારે આ આસન ન કરવું.
લાભ: ડાયાબિટિસ સાથે સંબંધિત ગ્રંથીઓ પ્રભાવિત થાય છે. ચરબી ઓછી કરે છે. શ્વાસની ક્ષમતા વધારવામાં સહાયક બને છે.
વિપરીત કરણી આસન
વિપરીત કરણી મુદ્રામાં ચમત્કારિક લાભ આપવાની શકિત છે. પ્રાચીન યોગ સાહિત્યમાં એને મૃત્યુને હટાવી દેતી મુદ્રા કહેવાઇ છે, કેમકે આ આસન તમને યુવાન બનાવી રાખે છે તથા તમારા શરીરને તેજસ્વી અને શકિતભર્યું બનાવે છે. એ ઉરચ પ્રાણાયામ સાધનાનો પણ હિસ્સો છે, કેમ કે ધા થવાના પરિણામે ફેફસાં ચોખ્ખાં થઇ જાય છે.
એ કરવા માટે ચત્તાં સૂઇ જાવ. બન્ને હાથને શરીરની સાથે રાખીને હથેળીઓને જમીન પર ટેકવો. શ્વાસ લો. હથેળીઓને દબાવતાં જાતને ઉપર ઊંચકો. નિતંબને પણ ઉપર ચકો અને હથેળીઓથી એને ટેકો આપો. એથી શરીરનું વજન હથેળીઓ, કોણી અને ગરદન પર આવી જાય છે. આ દરમિયાન સામાન્ય રીતે શ્વાસ લો. થોડી સેકંડ આ સ્થિતિમાં રહો. હથેળીઓને ખસેડી પાછી જમીન પર રાખો. નિતંબ નીચે લાવો, જેથી કરોડરજજુ જમીન પર સીધી રહે. પગને જમીન પર સીધા કરી દો.
કોણે ન કરવું: લોહીનું ઊંચું દબાણ, હૃદયરોગ અથવા ગળામાં દુખાવાની તકલીફવાળાઓએ આ આસન ન કરવું.
લાભ: આ આસન ગુરુત્વાકર્ષણ વિરુદ્ધનું હોવાના કારણે શરીર પર એનો ઘણો હકારાત્મક પ્રભાવ પડે છે તથા વધતી વયનાં ચિહ્નોને એ દૂર કરે છે.
હલાસન
હળની મુદ્રા
આ આસન બધી અંત:સ્રાવી ગ્રંથિઓ પર અસર કરે છે, જેનાથી લાગણીઓ અને મૂડ પર પ્રભાવ પડે છે. એટલે કે એ ખૂબ લાભદાયક આસન છે. આ ઉપરાંત એનાથી કરોડરજજુનો વ્યાયામ પણ થાય છે, જેનાથી શકિતવાન બની રહેવામાં સહાય મળે છે. વિશેષજ્ઞના માર્ગદર્શનમાં એ કરવામાં આવે તો વધુ સારું પરિણામ આવે છે.
આ આસન કરવા માટે ચત્તાં સૂઇ જાવ. પગ એ રીતે રાખો કે બન્ને પંજા એકમેકને અડકતા રહે. ડો શ્વાસ લો. વિપરીત કરની મુદ્રા (જેવી ચિત્રમાં બતાવી છે) કરો. બન્ને પગ ઉપર ચકો. શ્વાસ લો. જમણા પગને માથાની ઉપરથી પાછળ જમીન પર મૂકતા શ્વાસ છોડો. પાછા પહેલાની સ્થિતિમાં આવી જાવ. આખી ક્રિયાનું ડાબા પગ સાથે પુનરાવર્તન કરો. થોડાં અઠવાડિયાંની પ્રેકિટસ પછી તમે છેલ્લી અવસ્થા સુધી જરૂર પહોંચી જશો. બન્ને પગને માથાની પાછળ લઇ જવા માટે નિતંબના ભાગને હાથની મદદથી ચકો. આખી પ્રક્રિયા દરમિયાન સામાન્ય રીતે શ્વાસ લો.
લાભ: ગળા અને હડપચી-દાઢી પર દબાણ આવતાં થાઇરોઇડ પર અસર પડે છે તથા પેટ સંકોચાતાં પાચન વધે છે. વિષાદમાંથી બહાર નીકળવાનો આ ખૂબ સારો ઉપાય છે. કરોડરજજુમાં ખેંચાણ આવતાં એ સંબંધી બધી તકલીફો દૂર થાય છે. ઊલટા થવું પડતું હોય એવાં બીજાં આસનોની જેમ આમાં પણ ચહેરામાં લોહીનો પ્રભાવ વધે છે, જે એમાં તાજગી લાવે છે. મગજમાં લોહીનો પ્રવાહ વધતાં એ સજાગ રહે છે. ડાયાબિટીસના રોગીઓ માટે પણ આ આસન ઉપયોગી છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger