મંગળવાર, 8 માર્ચ, 2011

પ્રાણાયામથી રહો એકદમ ફિટ

પ્રાણાયામથી રહો એકદમ ફિટ


પ્રાણાયામનો શાબ્દિક અર્થ છે પ્રાણનું આયામ એટલે કે વિસ્તાર. પ્રાણાયામની પરિભાષા મર્હિષ પતંજલિએ એવી આપી હતી કે, શ્વાસોચ્છવાસની ગતિને અટકાવી પ્રાણને રોકવાની ક્રિયા એટલે પ્રાણાયામ.
પ્રાણાયામ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને વધારાનો મેદ પણ ઓછો થાય છે. પ્રાણાયામ નિયમિત કરવાથી આયુષ્ય લાંબંુ થાય છે અને યાદશકિત પણ વિકસે છે. ઉપરાંત માનસિક રોગોમાં રાહત મેળવવા માટે પ્રાણાયામ કરવા ખૂબ જ સારા છે. નિયમિત પ્રાણાયામ કરવાથી તમારી ફિટનેસ પણ જળવાઈ રહે છે. તમે માનસિક તથા શારીરિક રીતે ફિટ હશો તો કામ પણ અસરકારક રીતે કરી શકશો. પ્રાણાયામ કરવાથી શરીરની સુસ્તી દૂર થઈ જાય છે. ઉપરાંત શરીરને નિખાર મળે છે. સવારમાં નિત્યકર્મથી પરવારીને પૂર્વ દિશામાં મોં રાખીને સુખાસનમાં બેસી જાવ. કમર તથા માથાને એકદમ સીધા રાખો. બંને એક જ લાઈનમાં હોવા જોઈએ. આંખો બંધ કરીને બેસવું. પછી જમણા હાથ વડે જમણા નાકનું નસકોરું બંધ કરો અને ડાબા નસકોરાથી શ્વાસ લો. શ્વાસને ખેંચો તથા તેને નાભિચક્ર સુધી લઈ જાવ. આ ક્રિયા એકદમ શાંતિ તથા ધીરજપૂર્વક કરવી. શ્વાસ ખેંચવાની (પૂરક ક્રિયા) તથા શ્વાસ છોડવાની (રેચક ક્રિયા) ની સાથેસાથે જ શ્વાસ રોકવાની (કંુભક ક્રિયા) નો પણ બરાબર અભ્યાસ કરવો. તે પછી ડાબા નસકોરાથી ધીરેધીરે શ્વાસ છોડો. શ્વાસ છોડવાની ગતિ એકદમ ધીમી હોવી જોઈએ.
 • રોજ તમે સાદી પલાઠી વાળીને શરીર હળવું કરીને બેસો અને આંખો બંધ કરી દો. પછી ધીરેધીરે ઊંડા શ્વાસ લેવાનું શરૃ કરો. જ્યારે શ્વાસ અંદર ખેંચાય પછી થોડીવાર માટે એ જ પરિસ્થિતિમાં બેસી રહો. પછી કુંભક ને રેચક ક્રિયા કરો. આ પ્રક્રિયાને પ્રાણાકર્ષણ પ્રાણાયામ કહે છે.
થોડીકવાર શ્વાસ બહાર રોકી રાખો. આ ક્રિયા ત્રણવાર કરવી જોઈએ. આ સેટ પતી જાય એટલે બંને નસકોરા વડે ઊંડા શ્વાસ લો અને તેને અંદર રોકી રાખો. પછી મોં વડે શ્વાસને બહાર કાઢો. આ ક્રિયાને અનુસોમ વિલોમ કહેવાય છે.
આ સિવાય રોજ તમે સાદી પલાઠી વાળીને શરીર હળવું કરીને બેસો અને આંખો બંધ કરી દો. પછી ધીરેધીરે ઊંડા શ્વાસ લેવાનું શરૃ કરો. જ્યારે શ્વાસ અંદર ખેંચાય પછી થોડીવાર માટે એ જ પરિસ્થિતિમાં બેસી રહો. પછી કુંભક ને રેચક ક્રિયા કરો. આ પ્રક્રિયાને પ્રાણાકર્ષણ પ્રાણાયામ કહે છે.  તેનાથી શરીરની ફિટનેસને ઘણા લાભ મળે છે, વ્યકિતત્વમાં પરિવર્તન આવે છે. એ ઉપરાંત આત્મબળમાં પણ ફેર પડે છે.
પ્રાણાયામથી થતાં ફાયદા
  • પ્રાણાયામથી આખો દિવસ તમે તાજગી અને ર્સ્ફુિત અનુભવી શકો છો.
  • પ્રાણાયામથી પેટ, યકૃત, મૂત્રાશય, આંતરડાં તથા પાચનતંત્રની પરિસ્થિતિ સારી રહે છે.
  • નિયમિત અભ્યાસના કારણે મનની ચંચળતા દૂર થતાં તમે દરેક બાબતમાં એકાગ્રતા કેળવી શકો છો.
  • પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શરીરના બધા અવયવો સુદૃઢ બને છે.
  • શારીરિક સૌષ્ઠવમાં પણ નિખાર આવે છે.
  • બધી જ વયના લોકો જો રોજિંદી જીવનશૈલીમાં નિયમિત રીતે પ્રાણાયામ કરે તો વ્યકિત એદકમ ફિટ રહીને અસરકારક કામ કરી શકે છે. 

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger