શુક્રવાર, 4 માર્ચ, 2011

પ્રાણાયમ

પ્રાણાયમ

પ્રાણોના સંચારની વિધિ પ્રાણાયમ

જે ક્રિયા દ્વારા આપણે શ્વાસ લેવાની પ્રક્રિયાને નિયંત્રિત કરીએ છીએ તેને પ્રાણાયમ કહીએ છીએ.

અષ્ટાંગ યોગના પ્રથમ ત્રણ ચરણો યમ, નિયમ અને આસન બાદ ચોથું ચરણ છે પ્રાણાયમ. પ્રાણાયમના માધ્યમથી ચિત્તની શુદ્ધિ કરવામાં આવે છે. ચિત્તની શુદ્ધિનો અર્થ છે આપણા મન-મસ્તિષ્કમાં કોઇ ખરાબ વિચાર ન આવે. આવો જાણીએ પ્રાણાયમની ક્રિયા શું છે -

અષ્ટાંગ યોગમાં પ્રાણાયમ ચોથું ચરણ છે. પ્રાણ એટલે શ્વાસ અને આયામનો અર્થ છે તેનું નિયંત્રણ. અર્થાત્ જે ક્રિયા દ્વારા આપણે શ્વાસ લેવાની પ્રક્રિયાને નિયંત્રિત કરીએ છીએ તેને પ્રાણાયમ કહીએ છીએ.

પ્રાણાયમથી મન-મસ્તિષ્કની સફાઇ કરવામાં આવે છે. આપણી ઇન્દ્રિઓ દ્વારા ઉત્પન્ન થતા દોષ પ્રાણાયમથી દૂર થાય છે. કહેવાનો અર્થ છે કે પ્રાણાયમ કરવાથી આપણા મન અને મસ્તિષ્કમાં આવતા ખરાબ વિચારોનો અંત આવે છે અને મનમાં શાંતિનો અનુભવ થાય છે. પ્રાણાયમથી જ્યારે ચિત્ત શુદ્ધ થાય છે ત્યારે યોગની ક્રિયાઓ સરળ થઇ જાય છે.


પ્રાણાયમના અનેક લાભ

 


પ્રાણાયમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત રોગ તથા બીમારીઓ દૂર થાય છે. 

- યોગમાં પ્રાણાયમ ક્રિયા સિદ્ધ થતા પાપ અને અજ્ઞાનતાનો નાશ થાય છે.
- પ્રાણાયામની સિદ્ધિ દ્વારા મન સ્થિર બની યોગ માટે સમર્થ અને સુપાત્ર બને છે.
- પ્રાણાયમના માધ્યમ દ્વારા જ આપણે અષ્ટાંગ યોગની પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને અંતમાં સમાધિની અવસ્થા સુધી પહોંચીએ છીએ.
- પ્રાણાયમ દ્વારા આપણા શરીરનો સંપૂર્ણ વિકાસ થાય છે. ફેફસામાં વધારે માત્રામાં શુદ્ધ હવા ભરાવાથી શરીર સ્વસ્થ રહે છે.
- પ્રાણાયમથી આપણો માનસિક વિકાસ પણ થાય છે. પ્રાણાયમ કરીને આપણે મનને એકાગ્ર બનાવી શકીએ છીએ. જેનાથી મન આપણા નિયંત્રણમાં આવી જાય છે.
- પ્રાણાયમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત રોગ તથા બીમારીઓ દૂર થાય છે

 

કપાલ ભાતિ દૂર કરે છે શરીરની ચરબી


આ ક્રિયા કરવાથી ફેફસાના નીચેના ભાગમાં ભેગી થયેલી હવા-કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે
અવ્યવસ્થિત દિનચર્યા અને અસંતુલિત ખોરાકને કારણે મોટાભાગના લોકોને બિનજરૂરી શરીર વધવાની સમસ્યાથી પીડાતા હોય છે. જેના લીધે આપણા સ્વાસ્થ્યને અનેક જોખમી બીમારીઓનો સામનો કરવો પડે છે. શરીરની આ ચરબી ઝડપથી દૂર કરવા માટે યોગ ક્રિયાની મદદ લઇ શકાય છે. આવી જ એક ક્રિયા છે કપાલ ભાતિ, જેનાથી નિશ્વિત રૂપે શરીરની ચરબી પર નિયંત્રણ લાવી શકાય છે.

કપાલ ભાતિ કરવાની વિધિ –
સમતળ જમીન પર સ્વચ્છ કપડું પાથરી પોતાની સુવિધા અનુસાર આસન પર બેસી જાવ. બેસ્યા બાદ પેટને ઢીલું મૂકી દો. હવે ઝડપથી શ્વાસ બહાર કાઢો અને પેટને અંદરની તરફ ખેંચો. શ્વાસને બહાર કાઢવો અને પેટને અંદર ખેંચવાની વચ્ચે થોડું અંતર રાખો. શરૂઆતમાં દસ-બાર વખત આ ક્રિયા કરો, ધીમે-ધીમે 60 સુધી પહોંચી જાવ. વચ્ચે-વચ્ચે વિશ્રામ કરી શકો છો. આ ક્રિયા કરવાથી ફેફસાના નીચેના ભાગમાં ભેગી થયેલી હવા-કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે અને સાયનસ સાફ થઇ જાય છે. સાથે પેટ પર જામેલી નકામી ચરબી દૂર થાય છે.

સાવધાની
- શ્વાસ સંબંધિત બીમારીઓથી પીડાતી વ્યક્તિ આ ક્રિયા ન કરે. - કપાલ ભાતિ ક્રિયા વહેલી સવારે ખાલી પેટે કરવી.- કોઇ યોગ વિશેષજ્ઞની સલાહ લઇને આ ક્રિયા કરવી.

ऊँ મંત્રોચ્ચારની વિધીથી પામો સમૃદ્ધિ

 

ऊँ ખાસ કેમ છે? જાણીએ વિજ્ઞાનની પ્રયોગશાળામાંથી.ધર્મના મૂળ બહુ ઉંડા અને મજબૂત હોય છે. ત્યારે તો માનવ ઈતિહાસમાં હજારો વર્ષોથી ધર્મનું મકાન આજે અનેક બુલંદીઓને ચુમી રહ્યું છે. કેટલાય વિદ્યાનો અને વિચારકોને એ ડર હતો કે વૈજ્ઞાનિક પ્રગતિ અને આધુનિકતાની સાથે સાથે ધર્મનો પ્રભાવ અને તેની પહોંચ ઘટવા લાગી છે.પરંતુ એમ કંઈ થયું નથી. ભલે મનુષ્ય ચાંદ તારા સુધી કેમ ના પહોંત્યો હોય પરંતુ તેમને મૂળમાંથી ઉઠીને ઉપર આવવું અશક્ય છે.


ऊँ શબ્દ 3 અક્ષરોનો છે અ, ઉ અને મથી મળીને બનાવવામાં આવ્યો છે. પરંતુ તેમા ખાસ વિશેષતા એ છે કે હિંદુઓ તેને પોતાના પવિત્ર ધાર્મિક પ્રતિકની જેમ માને છે. ખ્રિસ્તીઓમાં ક્રોસનું ચિહ્ન અને મુસ્લિમોમાં 784ની જેમ હિંદુઓમાં સ્વસ્તિક અને ऊँનું વિશેષ મહત્વ છે. અસંખ્ય શબ્દોમાં ચિહ્નોમાં અને ऊँ અને સ્વસ્તિકને જ કેમ પસંદ કરવામાં આવ્યા . જાણીએ તેની ખાસિયત વિશે.


વૈજ્ઞાનિકો માને છે કે ભૌતિક વિજ્ઞાન ઓમને લઈને આજે ખૂબ આશ્ચર્ય છે. મનુષ્યના જીવનમાં કોઈ શબ્દનો પ્રભાવ વિશેષ છે. ધ્વનિપ્રદૂષણ પણ આજકાલ મોટી સમસ્યા છે. ઓમનું ઉચ્ચારણ ક્યારેય ધ્વનિપ્રદૂષણ ઘટાડે છે. તેનાથી શબ્દો પરિવર્તિત થાય છે.

- ઓમનો અવાજ શરીર માટે પ્રતિકૂળ ડેસીબલ સાતે વાતાવરણને નિષ્પ્રભાવી બનાવી દે છે.

- ઓમનું ઉચ્ચારણ અત્યંત ઘાતક અલ્ટ્રાવાયોલેટ કિરણો અને ઓમનું ઉચ્ચારણ વાતાવરણને નિષ્પ્રભાવી બનાવી દે છે.

- તેનું ઉચ્ચારણ મનુષ્યને વાકસિદ્ધી અપાવે છે.

- અનિદ્રા સાથે જ દરેક માનસિક રોગનું સ્થાયી નિવારણ થઈ જાય છે.

- ચિત્તં એવં મન શાંત અને નિયંત્રિત બને છે.


મેદસ્વીતા: કેમ વધે છે વજન ?

 

 

આજે મોટાભાગના સ્ત્રીઓ અને પુરુષો વધુ વજનની સમસ્યાથી પીડાય છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ એમ વિચારે છે કે વધુ ખોરાક લેનારા વધુ વજનનો શિકાર બને છે. પરંતુ ઓછું ખાનારા લોકો પણ ઘણી વાર વધુ વજનથી પીડાતા હોય છે.

કેવી રીતે વધે ચરબી ?ચરબી એટલે કે મેદસ્વીતાનો મતલબ છે આપણી ઉંચાઈના આધારે વધુ વજન હોવું. વધુ વજન ધરાવનારી વ્યક્તિ બેડોળ અને ચરબીયુક્ત બની જાય છે.માંસપેશીઓ ઢીલી બની જાય છે, કુલા તથા પીઠનો ભાગ વધી જાય છે અને પેટ લટકીને આગળ આવી જાય છે. આ દરેક લક્ષણ ચરબીયુક્ત શરીરની પીડા છે.

વધુ વજનના કારણો- આજે આધુનિક ટેકનોલોજીની સમયમાં આપણી દિનચર્યા ખૂબ લથડી ગઈ છે, દરરોજનું જમવાનું, સુવાનું અને આરામનો કોઈ નિયમિત સમય હોતો નથી એનાથી શરીર અને સ્વાસ્થય પર તેનો ખરાબ પ્રભાવ પડે છે.

- તંદુરસ્તી વધારનારા તથા સ્વાસ્થયવર્ધક ખોરાકથી આપણે દૂર જતા રહ્યા છીએ. આપણે સાત્વિક ભોજનની જગ્યાએ જંક ફુડથી કામ ચલાવી લઈએ છીએ.

- ખોટી આદતો અને રહેણી કરણીની ખોટી ટેવોના લીધે વજન વધી જાય છે.

- દરરોજ માંસ મદિરાનું સેવન કરવાથી વધુ વજનની સમસ્યાથી પીડાવું પડે છે. માંસ ખાવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે.

- આપણી પાસે યોગા અને અન્ય શારિરીક શ્રમનો સમય નથી,એનાથી શરીરમાં ચરબીનો થર જામી જાય છે.

- આપણા શરીરમાં ઉર્જા વધુ ઉત્પન્ન થાય છે પરિણામે એ ઉર્જાનો વધુ ઉપયોગ કરવાથી એ શરીરના એ જ ભાગમાં ચરબીના સ્વરુપમાં જમા થાય છે.એનાથી શરીરમાં વજન વધી જાય છે.

વધુ વજનથી થતી બિમારીઓ- વધુ વજન ધરાવનારી વ્યક્તિઓમાં સામાન્ય રીતે કબજિયાતની સમસ્યા વધુ રહે છે. જમવાનું પચતું નથી અને પેટ સંબંધી બિમારીઓ વધુ થાય છે. અધિક વજન હોવાથી મધુપ્રમેહ, ઉંચુ લોહીનું પ્રમાણ, હ્રદયની બિમારી, સાંધાનો દુખાવો તથા ઘુંટણની તકલીફ થાય છે.

વજન ઓછું કરવાના ઉપાય- વધુ વજનથી બચવાના લીધે પ્રતિદિન યોગાસન કરવા, વ્યાયામ તથા કસરત કરવી. વધુમાં વધુ શાકભાજી ખાવી અને શારિરીક શ્રમ પણ અવશ્ય કરવો. ચરબીની સમસ્યા દૂર કરવાના આસાન ઉપાયો અજમાવાથી તમે વધુ વજનની તકલીફમાંથી મુક્ત થઈ જશો.


સ્વસ્થ શરીર,તેજ દિમાગ અને શક્તિશાળી મન

મુદ્રાઓમાં અક્ષ્વિની મુદ્રા અને યોગમાં પ્રાણાયામ લાંબી ઉંમર માટે 100 ટકા સારી વિદ્યાઓ છે.પ્રાણાયામને બધે ઉપલબ્ધ અમ્રુતની ઓળખાણ આપવામાં આવી શકે છે.આ બ્રમ્હાંડમા સહજ-સુલભ થઈને માત્ર લાભકારી થવાની કોઇ ક્રીયા હોય તો તે છે પ્રાણાયામ.

આના ઉપીયોગથી શારીરિક ઉર્જાની વ્રુધ્ધી, રોગ પ્રતિરોધ ક્ષમતામાં વધારો,અધ્યાત્મિક અનુભુતિ,માનસિક વિકારોનુ સમાપન અનેક આવા લાભ પ્રક્રુતિના આવા વરદાનથી મળી શકે છે.આ યોગિક ક્રીયામાં આવશ્યક્તા માત્ર સમય અને લગનની રહે છે,જેની જરૂરત પણ સામાન્ય રીતે શરુઆતમાં વધારે હોય છે.

થોડા સમય પછી આના લાભ અને જ્ઞાનનો અનુભવ ,આને કરવાવાળા પર એટલી અસર કરે છે કે પછી આને છોડવાનુ મન બનાવવુ એ ભગવાનનો પ્રકોપ અથવા દુર્ભાગ્યના સુચક અતિરિક સંભવ નથી.નહીતર વગર કોઇ કીંમત ચુકાવ્યા વગર મળવાવાળુ આ સર્વ સુલભ અમ્રુતને મેળવવામાટે કોઇ પ્રયાસ ન કરવો એ માણસનુ દુર્ભાગ્ય નથી તો શું છે?

તણાવ ત્રિફળા- એકાંત, મૌન અને પ્રાણાયામ


તણાવમાં છો, દોસ્ત? કઇ વાતે દુ:ખી છો? પરીક્ષામાં ઓછા માકર્સ આવ્યા છે? ઓફિસમાં બોસ તમારાથી નારાજ છે? આર્થિક ભીંસ અનુભવો છો? સ્વજન ગુમાવ્યાનો અફસોસ થાય છે? ખોટું કામ થઇ ગયાનો પસ્તાવો થાય છે? કઇ વાતનો ડર છે? કે પછી પ્રેમમાં હતાશાની પીડા વેઠો છો? આ છે, તણાવનાં સંભવિત કારણો. કારણો અનેક હશે પણ તેની અસરો લગભગ સરખી છે. ઊંઘ નથી આવતી. ખાવાનું ભાવતું નથી. બેચેની લાગે છે. શરીર નબળું પડતું જાય છે. આત્મવિશ્વાસમાં કમી આવી છે. સ્વભાવ ચીડિયો થઇ ગયો છે. મિત્રો-સ્વજનો દૂર થતા જાય છે વગેરે.

આધુનિક સમયનું કહેવાતા ‘સુખ’ના કારખાનાનું સૌથી ભયંકર પ્રદૂષણ એટલે તણાવ. ટેન્શન, સ્ટ્રેસ, પ્રોફેશનલ સ્ટ્રેસ જેવા રૂપાળા નામથી તેનું માર્કેટિંગપણ થાય છે. કંઇ કેટલીયે વેબસાઇટો અને સ્પેશિયાલિસ્ટો બાંયો ચઢાવી મેદાનમાં આવી ગયા છે, પણ તણાવની ફૂગ ફેલાતી જ રહે છે, બિલાડીના ટોપની જેમ.

ગીતામાં તણાવનાં મૂળભૂત કારણોની ચર્ચા કરતાં કહે છે, ‘વિષયોનું ધ્યાન કરવાથી ઊપજે સોબત, સોબતથી થાય ઇચ્છા, (અતૃપ્ત) ઇચ્છાથી થાય ક્રોધ, ક્રોધમાં ગુમાવીએ વિવેક અને અવિવેકીનો નાશ નક્કી છે!’ વિચાર એ સર્વ વાતનું મૂળ છે. મનમાં જો ગંદી વાતનો ઉકરડો જામે તો તેમાં જાત જાતના રોગકારક જંતુઓ આવ-જા કર્યા કરે. વિચાર જો સ્વસ્થ હોય તો રૂપક બદલાય. ઉકરડાને સ્થાને મધપૂડો લઇએ. મનની કોઇ ઊંચી અને મજબૂત ડાળીએ મધપૂડો જામે. ઉપયોગી વિષયો (સુંદર, સુગંધિત ફૂલો) પરથી મધમાખીઓ (વિચારો) રસ એકઠો કરીને મધપૂડામાં લાવશે. બુદ્ધિ અને વિવેકની પ્રક્રિયા દ્વારા આ રસમાંથી મધ પકવવામાં આવશે. જેનો મધુર સ્વાદ એકલા લેવાનો લોભ જાગશે તો મધમાખીઓ કરડી ખાશે, તે પણ યાદ રાખવું રહ્યું!

સારાંશ, મનમાંથી નકારાત્મક વિચારોને હાંકી કાઢીએ. જડ ઘાલીને બેઠેલી ઇર્ષ્યા, લોભ, અહંકાર જેવી ગ્રંથિઓ દૂર કરીએ. કેન્સરની આવી ગાંઠોનું નિદાન અને સર્જરી જાતે જ થઇ શકે છે. જ્યારે સમય મળે ત્યારે, ગીતા કે રામચરિતમાનસના મંત્રો/શ્લોકો પર નજર ફેરવીએ. એકાદ મંત્રને અર્થ સહિત મનમાં વાગોળીએ. જ્યારે તક મળે ત્યારે આ વિચારને અમલમાં મૂકીએ. મનના ખેતરમાં રામનું બીજ વાવીશું તો શાંત રસથી છલોછલ પાક ઊતરશે અને જો કૃષ્ણનું બીજ વાવીશું તો પ્રસન્નતાનો. સવાલ માત્ર વાંચનનો નથી. વાંચન સાથે મનન, અર્થ ગ્રહણ અને અનુસરણનો સમન્વય થવો જોઇએ.

બીજી કામની વાત છે, સત્સંગ. જે ક્રિયાથી સારો વિચાર મળે તે સત્સંગ. મનને ઉકરડો બનાવવો છે કે મધપૂડો? બંને વિકલ્પો મોજૂદ છે, પસંદ અપની અપની. સૌ પ્રથમ તો તણાવનું મૂળ શોધી કાઢીએ. કોઇ અતૃપ્ત ઇચ્છા, વાદ-વિવાદ કે કોઇ નિષ્ફળતા. બસ આટલું જ? મનોમન હસી પડાશે. મોટા ભાગનાં ભય અને તરંગો માત્ર કાલ્પનિક હોય છે. કોઇ મિત્ર સાથે થયેલ ઝઘડાના મૂળમાં પડેલ આપણો પોતાનો ગેરવર્તાવ કે ઇષ્ર્યા ધ્યાને આવે કે તરત જ મનના આંબે વિવેકની સાખ બેસશે. આ સાખને ઉતારી મિત્રની સાથે વહેંચીને ખાઓ અને પછી જુઓ કે કેવી મોજ પડે છે!

છાશવારે ક્રોધના શિકાર બનતા દર્દી માટેની ત્રિફળામાં ત્રણ ઓસડિયાં છે : એકાંત, મૌન અને પ્રાણાયામ. જેવો ક્રોધ ચઢે કે તરત જ સાવચેત થઇ જઇએ. ક્રોધના કારણરૂપ વ્યક્તિ કે સંજોગોથી અલગ પડી જઇએ. મૌન ઘણી જ અસરકારક જડીબુટ્ટી છે. આંખ બંધ કરીને મન વિચારશૂન્ય થાય ત્યાં સુધી ઊંડા અને ધીમા શ્વાસ ભરીએ. ત્યાર બાદ પોતાની જાતથી ક્ષણભર માટે અલગ થઇને ઘટનાનું તટસ્થ અવલોકન કરીએ. થોડા અભ્યાસ પછી તનાવ અને ક્રોધ પર કાબૂ આવશે.

સંજોગો બદલવા કરતાં જાતને બદલવી વધુ અનુકૂળ છે. વળી આ કળા શીખ્યા પછી ગમે તેવા સંજોગોમાં તણાવમુકત રહી શકાય. તો મિત્રો, તણાવને કહીશું, ...

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger