શનિવાર, 5 માર્ચ, 2011

સ્નાયુઓના ખેંચાણમાં યોગાસનો અક્સીર ઈલાજ

સ્નાયુઓના ખેંચાણમાં યોગાસનો અક્સીર ઈલાજ

 

તમારા તબીબ તમને પ્લેસેબો આપે છે ? પ્લેસેબો એટલે એવી દવા જેમાં ખાંડની ગોળી હોય કે તેના જેવી કોઈ બિનહાનિકારક દવા હોય.
કદાચ તમને તે જાણીને આઘાત લાગશે કે તબીબ તમને આવી રીતે છેતરે છે, કારણ કે આ દવાની તો શરીર પર કોઈ અસર થતી જ નથી. તબીબે આમ કરવું જોઈએ નહીં એમ તમે માનો છો.
એક રીતે તો તમારો તબીબ આમ કરે છે તે કોઈ વખત તમારા સારા માટે પણ છે. ફિઝિશિયન અને સાંધાની સારવાર કરતા તબીબો જેને રુમેટોલોજિસ્ટ કહે છે તેઓ કહે છે કે તેઓ કેટલીક વખત આવી રીતે પ્લેસેબો આપે છે.
આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ એક દર્દીના કેસમાં જોવા મળ્યું હતું. તે દર્દીને લિમ્ફોમા નામનું કેન્સર હતું અને તે સમગ્ર શરીરમાં પ્રસરી ગયું હતું અને તેનું મૃત્યુ કદાચ થોડા દિવસમાં જ થવાનું હતું. છેલ્લા ઉપાય તરીકે તબીબે તેને એક ક્રેબાયોઝીન નામની એક દવાનું ઇન્જેક્શન આપ્યું. આ દવા પર હજુ તો પ્રયોગો ચાલતા હતા. અસર ડ્રામેટીક હતી. કેન્સરની ગાંઠો બરફ ઓગળે તેમ ઓગળી ગઈ અને અર્ધી થઈ. દર્દી તો ખુશ થઈ ગયો.
પણ થોડા વખત પછી રિપોર્ટ આવ્યા કે આ દવા ક્રેબાઝીન તો તદ્દન નકામી છે અને કોઈ અસર કરતી નથી. તે દર્દીની તબિયત બગડી ગઈ અને શ્વાસ ચડવા લાગ્યો. તબીબે કહ્યું કે ગભરાવાની જરૃર નથી હું બીજી દવા આપું છું અને તેને બીજું ઇન્જેક્શન આપ્યું તે ફક્ત પાણીનું હતું અને ફરીથી એવી જ ડ્રામેટીક અસર થઈ અને તબિયત સુધરી ગઈ અને બે મહિના સુધી સારી રહી.
ફરીથી સમાચાર આવ્યા કે ક્રેબાઝીન નકામી છે અને થોડા દિવસોમાં તે દર્દીનું અવસાન થયું.
તો અસર છે પ્લેસેબોની.
વાત શ્રદ્ધાની છે. તબીબ પર શ્રદ્ધા હોય તો દર્દ મટી જાય છે. કેટલાય દર્દીઓ કહે છે કે અમને તો બે પૈસાની ગોળી આપી અને બધું મટી ગયું.
‘શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની ક્યાં જરૃર છે’ (જલન માતરી)
સ્નાયુઓના ખેંચાણમાં યોગાસનો અક્સીર ઈલાજ
આજકાલ લોકોને સામાન્ય બાબતમાં પણ સ્નાયુઓ ખેંચાઈ જતા હોય છે. આ બાબતને ‘મસ્ક્યૂલર પેઈન’ પણ કહેવામાં આવે છે. આવું થવા માટે સ્નાયુઓનું લચીલાપણું ઓછું હોય તે બાબત જવાબદાર હોય છે. આવા લોકો માટે બોડીને હલાવવી એ પણ બહુ મોટી સમસ્યા બની જતી હોય છે. ક્યારેક છાતીમાં ડાબી બાજુ તો ક્યારેક જમણી બાજુ દુખાવો થતો હોય છે. પગ, હાથ, કમરમાં આ પ્રકારનું દર્દ થવું કે આવો દુખાવો થવો એ સ્વાભાવિક બાબત છે. ક્યારેક પેટમાં ગેસ રહી જવાથી પણ આવી પીડા થાય ત્યારે બે કિલોમીટર જેટલું ચાલવું. તેનાથી રાહત થઈ જશે.
આહાર : જેને આવો દુખાવો રહેતો હોય તેણે ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવું. પેટમાં વાયુ થાય તેવો ખોરાક લેવાનું ટાળવું જોઈએ. તીખું - તળેલું પણ ઓછું લેવું.
આસન : સ્નાયુઓમાં તણાવ થતો હોય તેણે સવારે યોગાસન કરવા. તકલીફ હોય તો તાકાત લગાવીને આસનો કરવા નહીં.
પ્રસારિત પાદોત્તાનાસન : કોઈપણ કપડું કે ચટ્ટાઈ રાખી તાડાસનમાં ઊભા રહો. હવે શ્વાસ લઈને બંને હાથ કમર પર રાખો અને બંને પગને ખુલ્લા કરો. ત્યારબાદ ઘૂંટણને સીધા રાખતા બંને પગને ખેંચો. હવે ઠીક રીતે સીધા લાવતા બંને હથેળીઓને જમીન પર મજબૂતીથી રાખો. હવે શ્વાસ ભરતા માથાને ફરી ઉપર તરફ ઊઠાવો. કમર એકદમ સીધી રાખવી.
પ્રાણાયમ : આ સમસ્યા માટે નાડીશોધન પ્રાણાયામ અને ભ્રામરી પ્રાણાયામ ઘણો ઉપયોગી સાબિત થાય છે.
કેટલીક સૂચના
* યોગાસન યોગ જાણનાર વ્યક્તિની દેખરેખ હેઠળ જ કરવા.
* દુખાવો થયો હોય ત્યારે યોગાસન ન કરવા.
* પેટ સાફ રાખવું. કબજિયાત ન રહે તેવા પ્રયત્નો કરવા.
* રેસાવાળા પદાર્થો જેમાં ફળ, શાકભાજીનો વધુ ઉપયોગ કરવો.
* પાણીનો ઉચિત માત્રામાં ઉપયોગ કરવો.
* અઠવાડિયામાં એકવાર તેલથી માલિશ કરાવવી.
* આ સમસ્યામાં યોગાસનો એ રામબાણ ઈલાજ છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger