મંગળવાર, 8 માર્ચ, 2011

પેટ સંબંધિત બીમારીઓ દૂર કરે છે સેતુબંધ

પેટ સંબંધિત બીમારીઓ દૂર કરે છે સેતુબંધ

 

 

આ આસન કમર દર્દને દૂર કરવામાં મદદરુપ બને છે.
અસંતુલિત ખોરાકને કારણે કોઇને પણ પેટ સંબંધિત અનેક બીમારીઓ થઇ શકે છે. જેવી કે કબજિયાત, એસીડીટી, સમયે ભૂખ ન લાગવી, આંતરડા સંબંધિત બીમારી, કમર દર્દ વગેરે. જો આપ પણ આ બધી બીમારીઓથી પરેશાન છો તો નિયમિતરુપે સેતુબંધ આસન કરો. સેતુબંધ આસન નિશ્વિત રુપે આપને એક નવી ઊર્જા પ્રદાન કરશે અને બીમારીઓમાં રાહત આપશે.

સેતુબંધ આસનની વિધિ – 
સમતળ જમીન પર કોઇ કપડું પાથરી પીઠના બળે સૂઇ જવું. બંને હાથ સીધા અને જમીનની નજીક રાખો તેમજ હથેળીઓને જમીન તરફ રાખો. બંને પગને ઘૂંટણની ઉપર તરફ ઉઠાવો જેથી પગના તળિયા જમીન સાથે જોડાઇ જાય. હવે શ્વાસ અંદર ખેંચો, થોડી ક્ષણ માટે શ્વાસ રોકી રાખો અને ધીમે-ધીમે કમરને પણ જમીનથી ઊપર ઊઠાવો. કમરને એટલી ઊપર લઇ જાવ કે છાતી દાઢીને અડી જાય. સાથે જ હાથને કોણીમાંથી વાળીને હથેળીઓને કમરની નીચે જોડી દો.

હવે આ અવસ્થામાં કમર અને શરીરનો ભાર આપના કાંડા અને હથેળી પર આવી જશે. શ્વાસ સામાન્ય કરી લો. આમ તો આ આસનમાં આટલું જ કરવું પર્યાપ્ત છે પણ વધારે લાભ મેળવવા માટે પગને આગળની તરફ સરકાવો જેથી ઘૂંટણ સીધા થઇ જાય. બંને પગને એકબીજા સાથે જોડી રાખો. થોડી ક્ષણ સુધી આ અવસ્થામાં રોકાવ અને પછી ધીમે-ધીમે શ્વાસ છોડી હાથ સીધા કરી કમરને નીચે લઇ આવો. પગને પણ સીધા કરી થોડીવાર શવાસનમાં વિશ્રામ કરો.

સાવધાનીઓ –
- સંતુબંધ આસનને પૂર્ણ નિયંત્રણની સાથે કરવું જોઇએ. ધ્યાન રાખવું કે શરીરને કોઇ પ્રકારે ઝટકો નલાગે.
- જો આપની કમર, હથેળી અને કાંડા પર વધારે ભાર લાગે તો પહેલા અભ્યાસ એક-બે મહિના સુધી ભુજંગાસન, શલભાસન અને પૂર્વોત્તાનાસનનો કરો.
- જેમને પહેલેથી જ વધારે કમર-દર્દ, સ્લિપ ડિસ્ક કે અલ્સરની સમસ્યા હોય તેઓ સેતુબંધાસનનો અભ્યાસ ન કરે અથવા યોગ શિક્ષકની દેખરેખ હેઠળ અભ્યાસ કરે.

સેતુબંધ આસનના લાભ 
- સેતુબંધ આસન સ્પાઇનની બધી કોશિકાઓને પોતાના સ્થાન પર સ્થાપિત કરવામાં મદદરુપ બને છે.
- આ આસન કમર દર્દને દૂર કરવામાં મદદરુપ બને છે. પેટના બધા અંગો જેવા કે લીવર, પેનક્રિયાજ અને આતરડામાં ખેંચાણ ઉત્પન્ન થાય છે. કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને ભૂખ પણ સમયે લાગે છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger