બુધવાર, 2 માર્ચ, 2011

યોગાસન કરતા પહેલા.......

યોગાસન કરતા પહેલા....... 


યોગાસન કોઈ સાધારણ વસ્તુ નથી. આ એક શારીરિક સાધના છે, જેમાં નિયમ, અનુશાસન, આત્મવિશ્વાસ અને સાતત્યની જરૂરિયાત હોય છે. સતત અભ્યાસ જરૂરી છે. યોગાસન કરતા પહેલા જાણવું જરૂરી છે કે યોગાસન એટલે શું? એમાં સાવચેતી જરૂરી છે. વ્યક્તિ સાવચેત ન રહે તો લાભ ને બદલે નુકસાન સંભવ છે. માટે યોગાસન શીખનારાઓ કે કરનારાઓએ પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતોથી વાકેફ થઇ જવું જરૂરી છે. ખોટી રીતે કરેલા યોગાસનોથી શારીરિક અવસ્થતા થઇ શકે છે. યોગાભ્યાસ પહેલા તેની બધી જ વિધિ જાણી લો. ખરી વિધિથી કરેલા યોગાભ્યાસથી શરીર સ્વસ્થ અને મન પ્રસન્ન રહે છે.


@ યોગાસન કરનારી વ્યક્તિએ અભ્યાસથી પૂર્વ મળમૂત્ર ત્યાગીને પેટ સાફ કરી લેવું જરૂરી છે.
@ યોગ સાધના કરનારને કબજિયાત થવી જોઈએ નહિ. જો કોઈને સવારમાં ચા-કોફી વગેરે પીવાની ટેવ હોય તો એક કપ ચા-કોફી પી શકે છે. પણ સારા પરિણામ માટે ન પીવું એજ બરાબર કહેવાય.

@ યોગાસનનો અભ્યાસ કર્યા પછી ઓછામાં ઓછો એક કલાક પછી જ કશું ખાવું જોઈએ.

@ સૂર્યોદય પહેલા તથા સૂર્યોદય પછી જ યોગાસન કરવા જોઈએ.

@ અધરા યોગાસનોનો અભ્યાસ પ્રાતઃકાળે તથા સરળ યોગાસનોનો અભ્યાસ સાંજે કરવો જોઈએ. યોગસાધના નિરંતર અભ્યાસ, નિષ્ઠા અને સાહસથી જ સફળ થઇ શકે છે.

@ સ્વચ્છ, હવાઉજાસવાળી અને જીવાણું રહિત સ્થળે જ યોગાસન કરવા જોઈએ. યોગાસન માટે એવું શાંત સ્થળ પસંદ કરો કે આજુબાજુ અવાજ ન હોય તથા કોઈ ખેલકૂદ ન કરી રહ્યા હોય.

@ યોગાસન સપાટ ધરાતલ અથવા સપાટ જમીન પર કરવા. શેતરંજી કે પછી ચાદરને વાળી પાથરી યોગાસન કરો. ઊંચીનીચી જમીન યોગાસન માટે યોગ્ય ગણાતી નથી.

@ યોગ મગજના રસાયણિક તત્વોને સક્રિય કરી મનને પ્રસન્ન રાખે છે. ગંભીર રોગો જેવા કે ઉચ્ચ રક્તચાપ, હ્રદયરોગ અને ડાયાબિટીસથી સુરક્ષા થાય છે. અતિરિક્ત કેલરી ખર્ચાઈ વજન સમતોલ રહે છે અને શરીરનો આકાર યોગ્ય પ્રમાણમાં રહે છે.

@ યોગથી હૃદય અને ફેફસા મજબુત થાય છે કારણ કે તેમની કોશિકાઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષકતત્વો મળે છે. શરીરના બધા અંગો સુધી વધુ પ્રમાણમાં ઓક્સિજન પહોચાડે છે. યોગથી હાડકા સાંધા અને માંસપેશીઓ મજબુત થાય છે.

 

1 ટિપ્પણી(ઓ):

Trupti કહ્યું...

very useful!

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger