મંગળવાર, 8 માર્ચ, 2011

ગોમુખાસન એવી મહિલાઓ ખાસ કરે કે જેઓને...

ગોમુખાસન એવી મહિલાઓ ખાસ કરે કે જેઓને...

 

 

આજકાલ યુવાનોમાં નશો કે પછી સ્મોકિંગ ક્રેઝ વધી રહ્યો છે. જેના કારણે ટીબી જેવી ખતરનાક બિમારીઓનું ગમે તે સમયે આગમન થઇ શકે છે. નશાના વધુ પડતા દુષિત વાતવરણના કારણે શ્વાસ સંબંધિત બિમારીઓ થવાની પણ સંભાવના છે. જો થોડો સમય યોગાસન કરવામાં આવે તો આ બધી બિમારીઓથી બચી શકાય છે. બીજી તરફ અસંતુલિત આહાર અને અન્ય બિમારીઓના કારણે મહિલાઓનું શરીર પૂર્ણ વિકસિત થતું નથી તેમના માટે પણ યોગ લાભકારક છે. ગોમુખાસન આસનના નિયમિત પ્રયોગથી મહિલાઓને પૂર્ણ સૌંદર્ય પ્રાપ્ત થાય છે. સાથે જ ફેફસા સંબંધિત બિમારીઓ તથા અન્ય બિમારીઓ દૂર રહે છે.

આ આસનમાં આપણી સ્થિતિ ગાયના મુખ જેવી હોય થઇ જાય છે. તેથી તેને ગોમુખાસન કહેવામાં આવે છે. સ્વાધ્યાય તથા ભજન, સ્મરણ વગેરેમાં આ આસનનો પ્રયોગ કરવામાં આવે છે. આ સ્વાસ્થ્ય માટે પણ ઘણો જ લાભકારક છે.

ગોમુખાસનની વિધિ

કોઇ શુદ્ધ વાતાવરણ ધરાવતા સ્થાન પર આસન બિછાવીને તેના પર બેસી જાઓ. ત્યાર બાદ પોતાના ડાબા પગને ઘૂટણને વાળીને જમણા પગની નીચેથી કાઢીને એડીને પાછળ નિતંબને અડાડીને રાખો. હવે જમણા પગને પણ ડાબા પગની ઉપર રાખીને એડીને પાછળ નિતંબ સાથે અડાડો. આટલું કર્યા બાદ ડાબા હાથની કોણીને વાળીને કમર કે પછી બગલમાંથી પીઠ તરફ લઇ જાઓ થતા જમણા હાથની કોણીને વાળીને ખભાની ઉપર માથા પાછળ લઇ જાઓ. બન્ને હાથોની આંગળીઓને હૂકની તરફ એકસાથે જોડી લો. માથુ અને કરોડરજ્જૂને એકદમ ટટ્ટાર રાખો અને છાતીને પણ તાણો. આ સ્થિતિમાં ઓછામાં ઓછા બે મિનિટ સુધી રહો.

પછી હાથ અને પગની સ્થિતિ બદલીને બીજી તરફ પણ આ આસનને આ જ રીતે કરો. ત્યાર બાદ 2 મિનિટ આરામ કરો અને ફરીથી આસન કરો. આ આસન બન્ને તરફ ચાર-ચાર વખત કરવું જોઇએ. શ્વાસક્રિયા સામાન્ય રાખો.

ગોમુખાસનનો લાભ

આ આસનથી ફેફસા સંબંધિત બિમારીઓમાં વિશેષ લાભ થાય છે. છાતી લાંબી અને મજબૂત થાય છે. ખભા, ઘુટણ, જાંઘ, કોણી, કમરમાં મજબૂતી આવે છે. તથા હાથ અને પગ શક્તિશાળી બને છે. તેનાથી શરીરમાં તાજગી, સ્ફૂર્તિ અને શક્તિનો વિકાસ થાય છે. આ આસન દમ, ક્ષયની બિમારીથી પિડાતા લોકોએ કરવું જરૂરી છે. આ આસન અન્ડકોષ સંબંધિત રોગને દૂર કરે છે. તેનાથી પ્રમેહ, મૂત્રકૃચ્છ, ગઠિયા, મધુમેહ, ધાતુ વિકાર, સ્વપ્નદોષ, શુક્ર તારલ્ય જેવા રોગોમાંથી આઝાદી મળે છે. તે ગુર્દામાંથી વિષાત્ક દ્રવ્યોને બહાર કાઢીને રોકાયેલા પેશાબને બહાર કાઢે છે. જેમને ઘુટણનો દુખાવો રહે છે કે પછી ગુદા સંબંધિત રોગ થાય છે તેમને પણ ગોમુખાસન કરવું જોઇએ.

મહિલાઓ માટે વિશેષ લાભ

આ આસન તે મહિલાઓ ખાસ કરવું જોઇએ, જેઓના સ્તન કોઇ કારણોથી દબાઇ ગયા હોય, નાના હોય અથવા તો અવિકસિત રહી ગયા હોય. તે સ્ત્રીઓની સુંદરતા વધારે છે અને તે પ્રદર રોગમાં લાભકારી છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger