સોમવાર, 7 માર્ચ, 2011

મહિલાઓ અને યોગાભ્યાસ

મહિલાઓ અને યોગાભ્યાસ

 આજે દરેક સ્ત્રી માટે યોગાભ્યાસ અત્યંત જરૂરી છે. એક મહિલા જિંદગીની દરેક અવસ્થામાં ઘણાં શારીરિક તથા માનસિક પરિવર્તનોમાંથી પસાર થાય છે. પરિવર્તનોમાંથી નીકળતાં જે સમસ્યાઓનો સામનો તેમને કરવો પડે છે, તેની સામે ઝૂઝવા માટે યોગ તેમને ઘણી બધી રીતે ઉપયોગી નીવડી શકે છે. ઘરથી માંડીને પોતાની નોકરી-વ્યવસાયમાં વ્યસ્ત જિંદગીમાં મહિલાઓને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને શાંતિ આપવામાં યોગ્ય સહાયક સાબિત થાય છે.

બાળપણથી કિશોર વય સુધી
કિશોરાવસ્થા દરમિયાન છોકરીઓ મન તથા શરીરનાં ઘણાં પરિવર્તનોમાંથી પસાર થાય છે. અચાનક અને એક સાથે થતાં અનેક પરિવર્તનવાળો આ સમય યોગાસન અને પ્રાણાયામ શરૂ કરવા માટે ઉત્તમ છે. બાળપણમાં તો યોગાભ્યાસ એક ખેલની માફક હોય છે અને બાળકો તો અજાણતાં જ રમત રમતમાં જ યોગાભ્યાસ કરી શકે છે. પણ યોગનો અર્થ તો તે સમજણો થાય છે ત્યારે જ જાણી શકે છે. યોગ અને પ્રાણાયામ યુવતીઓના માસિક ચક્રને સ્વસ્થ રાખવામાં સહાયક સાબિત થાય છે. આ અવસ્થામાં એવાં આસન કરવાં જોઈએ કે જે ભાવનાત્મક સ્થિરતાને મજબૂત, મૂડમાં થતા ફેરફારોને નિયંત્રિત તથા માસિક ચક્ર વખતે આવતા વિકારોને કાબૂમાં રાખી શકે. વિકાસના આ સમયે યોગ વધુ લાભદાયક છે, કારણ કે આ માંસપેશીઓની શક્તિ વધારે છે તથા હોર્મોન્સના સંતુલનમાં મદદ કરે છે.
ગર્ભાવસ્થા અને યોગાભ્યાસ
ગર્ભાવસ્થા દરમિયાન તથા પ્રજનન પછી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેવું અત્યંત જરૂરી છે. આ સમયગાળામાં યોગ પ્રજનનને સ્વસ્થ રાખે છે, સાથે સાથે મહિલાઓના શરીરને ગર્ભાવસ્થા તથા પ્રસવ પીડાની સમસ્યાઓ સામે લડવામાં મદદરૂપ બને છે.
ગર્ભાવસ્થામાં યોગથી લાભ
* શરીરમાં થઈ રહેલા સતત ફેરફારથી પોતાની જરૂરિયાતો અને ક્ષમતાઓ મુજબ યોગ કરી શકાય છે. આનાથી ગર્ભાશયની માંસપેશીઓ શક્તિશાળી બને છે. યોગ મેરૂદંડને સપોર્ટ આપે છે તથા પીઠને વધુ દબાણ સહન કરવામાં મદદ કરે છે.
* યોગ શરીરને ગર્ભાવસ્થા દરમિયાન આવતી શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવાલાયક બનાવી દે છે.
* પ્રસવ પછી પ્રાણાયામના અભ્યાસથી ઓક્સિજનની માંગ વધે છે, જેથી દુગ્ધપાનની માત્રામાં વધારો થાય છે.
* પ્રસવના એક બે મહિના પછી હલકા યોગાભ્યાસથી બધા જ ફાઈબર્સમાં ફરીથી કઠોર બને છે. જેથી દુગ્ધપાન સતત થાય છે.
ઢળતી ઉંમર અને રજોનિવૃત્તિ
પ્રૌઢાવસ્થામાં ખાસ રીને રજોનિવૃત્તિ સમયે યોગાભ્યાસથી સૌથી વધુ લાભ થાય છે. ૪૫થી ૫૫ વર્ષની ઉંમરમાં ઘણા હોર્મોનલ ફેરફારને કારણે માનસિક અસ્થિરતા તથા ઘણાં શારીરિક પરિવર્તન થતાં હોય છે. આનાં લક્ષણોમાં, વધુપડતો પરસેવો, ઉચ્ચ રક્તચાપ (હાઇ બીપી), વક્ષ સંબંધી રોગ, માથાનો દુખાવો, સ્થૂળતા તથા અનિંદ્રા, જોવા મળતા હોય છે. આ સ્થિતિમાં રોગપ્રતિરોધક ક્ષમતા પણ નબળી પડી જાય છે. શરીરને ઈન્ફેક્શનનું જોખમ રહે છે, ખાસ કરીને મૂત્રાશય બાબતે. આ ઉંમરમાં મધુપ્રમેહ, અસ્થિક્ષરણ, ક્રોધ, તણાવ, બેચેની, આત્મવિશ્વાસમાં ઘટાડો તથા અસંતોષની ભાવના જેવી બીમારીઓ ઘેરી વળે છે. યોગના સતત અભ્યાસથી માનસિક , શારીરિક તથા ભાવનાત્મક સ્વાસ્થ્યમાં ઘણી મદદ મળે છે. રજોનિવૃત્તિના દિવસોમાં હોર્મોન્સમાં સમતોલન જાળવી રાખવા, વજનને નિયંત્રણમાં રાખવા તથા સ્વસ્થ પાચનતંત્ર માટે પાદોત્તાનાસન, સુપ્ત વજ્રાસન, પશ્ચિમોત્તાનાસન બહુ લાભ આપે છે.
વૃદ્ધાવસ્થામાં યોગાભ્યાસ
આધેડ અવસ્થાથી વૃદ્ધાવસ્થામાં પરિવર્તન દરમિયાન કેટલાક શારીરિક પડકારોનો સામનો કરવો પડે છે. ખાસ કરીને મહિલાઓને આમાંથી પસાર થવું પડે છે. તેમાં સામાન્ય રીતે હાડકાં પોલા પડવા, ચયાપચયમાં કમી, રક્તપ્રવાહમાં કમી તથા માનસિક સ્વાસ્થ્યનું કથળવું વગેરે ગણાવી શકાય.
આ અવસ્થામાં યોગાસનોથી બહુ ઓછા પ્રયાસે રક્તપ્રવાહને નિયંત્રિત રાખવા અને સ્વસ્થ નર્વસ સિસ્ટમ પ્રાપ્ત કરવા, શરીરને પૂર્ણરૂપે આરામદાયક મહેસૂસ કરવામાં મદદ મળે છે. યોગ શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય બંનેને નિયંત્રિત રાખે છે.
આડઅસરોને યોગની આણ
કેન્સરની સર્જરી કરાવ્યા પછી થતી રેડિયોથેરપી અથવા કીમોથેરપીથી રોગીઓ પર થતી આડઅસરોને યોગથી દૂર કરી શકાય છે અને બીમારીથી લડવાની ક્ષમતા મજબૂત થાય છે. દર્દીઓને માનસિક લાભ પણ થાય છે. સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ યોગ (નવી દિલ્હી)એ પોતાના સંશોધનમાં જણાવ્યું છે કે યોગ માનવજીવન માટે ખરેખર વરદાન રૂપ છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger