શુક્રવાર, 4 માર્ચ, 2011

તમે જાણો છો આસન શુ છે ?

તમે જાણો છો આસન શુ છે ?


આસન અનેક પ્રકારના માનવામાં આવ્યા છે
ત્તને સ્થિર રાખનારા અને સુખ આપનારા બેસવાના પ્રકારને આસન કહે છે. આસન અનેક પ્રકારના માનવામાં આવ્યા છે.

'આસનાનિ સમસ્તાનિયાવંતોં જીવજંતવ:. ચતુરશીત લાક્ષણિશિવેનાભિહિતાની ચ' - મતલબ સંસારના સમસ્ત જીવ જંતુઓ જેટલી જ આસનોની સંખ્યા બતાવવામાં આવી છે. આમ, 84,000 આસનોમાંથી મુખ્ય 84 આસન જ માનવામાં આવે છે. અને એમાં પણ મુખ્ય આસનોનુ યોગાચાર્યાએ વર્ણન પોત-પોતાની રીતે કર્યુ છે.

આસનોનો મુખ્ય ઉદ્દેશ્ય શરીરના મળનો નાશ કરવાનો છે. શરીરમાંથી મળ કે દૂષિત વિકારોનો નાશ થવાથી શરીર અને મનમાં સ્થિરતાનો અવિર્ભાવ થાય છે. શાંતિ અને સ્વાસ્થ્યનો લાભ મળે છે.

શરીર જ મન અને બુધ્ધિની મદદથી આત્માને સંસારના બંધનોથી યોગાભ્યાસ દ્વારા મુક્ત કરી શકે છે. શરીર બૃહત્તર બ્રહ્માંડનુ સૂક્ષ્મ રૂપ છે. તેથી શરીરના સ્વસ્થ રહેવાથી મન અને આત્માને સંતોષ મળે છે.

આસન એક વૈજ્ઞાનિક પધ્ધતિ છે. આ અમારા શરીરને સ્વચ્છ,શુધ્ધ અને સક્રિય રાખીને માનવીને શારીરિક અને માનસિક રૂપે સદા સ્વસ્થ રાખે છે. ફક્ત આસન જ એક એવો વ્યાયામ છે જે અમારા અંદરના શરીર પર પ્રભાવ નાખી શકે છે.

આસન અને બીજા પ્રકારના વ્યાયામોમાં ફરક છે. આસન જ્યા અમારા શરીરની પ્રકૃતિને જાળવી રાખે છે જ્યારે અન્ય પ્રકરના આસનો આને બગાડી શકે છે. જિમ કે અખાડાના શરીર - શરીર દ્વારા કરાયેલા વધુ પડતા શ્રમનુ પરિણામ હોય છે, જે માત્ર બતાડવા માટે જ હોય છે. શરીરની એકસ્ટ્રા એનર્જીનો નાશ કરે છે.આસનના પ્રકાર - બેસીને કરવાના આસન. પીઠના બળે સૂઈને કરવામાં આવતા આસન. પેટના બળે સૂઈને કરવામાં આવતા આસન અને ઉભા થઈને કરવામાં આવતા આસન.

1) બેસીને - પદ્માસન, વજ્રાસન, સિધ્ધાસન, મત્સ્યાસન, વક્રાસન, અર્ધ-મત્સ્યેન્દ્રાસન, ગોમુખાસન, પશ્ચિમોતનાસન, બ્રામ્હમુદ્રા, ઉષ્ટ્રાસન, ગોમુખાસન.

2) પીઠના બળે સૂઈને - અર્ધહલાસન, હલાસન, સર્વાગાસન, વિપરિતકર્ણી આસન, પવન મુક્તાસન, નૌકાસન, સવાસન.

3) પેટના બળે સૂઈને - મકરાસન, ધનુરાસન, ભુજંગાસન, શલભાસન, વિપરિત નૌકાસન.

4) ઉભા થઈને - તાડાસન, વૃક્ષાસન, અર્ધચંદ્રમાસન, અર્ધચક્રાસન, દોભુજ કટિકાચક્રાસન, ચક્રાસન, પાદ્પશ્ચિમોતનાસન.

5) અન્ય - શીર્ષાસન, મયુરાસન, સૂર્ય નમ:સ્કાર.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger