મંગળવાર, 8 માર્ચ, 2011

તણાવ ઓછો કરે છે સ્વસ્તિકાસન

તણાવ ઓછો કરે છે સ્વસ્તિકાસન જો તમે ઓફીસ અને ઘરની સમસ્યાથી વધારે તણાવ મહેસુસ કરો છો તો સ્વસિકાસન અમને અવશ્ય રાહત અપાવશે. સાથે જ આ આસન શરીરની માંસપેશિઓ અને રીઢ માટે ઘણુ ફાયદાકારક છે. સ્વસ્તિકાસનની વિધિ સમતલ સ્થાન પર કોઇ કપડુ પાથરીને તેની પર બેસી જાવ. તેના પછી ડાબા પગને ગોઠણથી વાળીને સામાન્ય સ્થિતિમા જમણા પગના ગોઠણ વચ્ચે દબાવીને રાખવા અને ડાબા પગને ગોઠણથી વાળીને ડાબા પગની પિંડલી પર રાખવા. પછી બન્ને હાથને બન્ને ગૉઠણ પર રાખીને જ્ઞાન મુદ્રા બનાવવી. જ્ઞાન મુદ્રા માટે ત્રણ આંગળીને ખોલીને તથા અંગુઠાને સાથે રાખો. હવે તમારી નજરને નાકના આગળણા ભાગ પર સ્થિર કરીને મનને એકાગ્ર કરવુ. આસનની આ સ્થિતિમા જેટલુ સંભવ હોય તેટલુ રહેવુ. આ આસન કરવાથી મનની એકાગ્રતા...

ટાઈપીંગથી આંગળીઓ દર્દ કરી રહી છે?

ટાઈપીંગથી આંગળીઓ દર્દ કરી રહી છે? તમારો મોટા ભાગનો સમય કમ્પ્યુટર સામે કામ કરતા પસાર થાય છે. કમ્પ્યુટર પસ કામ કરતા તમારી આંગળીઓ થાકી જાય છે. એવામાં સ્વાભાવિક છે કે તમારી આંગળીઓમાં દર્દ થાય અને ટાઈપ કરતા તમારી આંગળીઓ થાકી જાય. ઓફિસમાં કે અન્ય કોઈ જગ્યાએ કમ્પ્યુટર પર કામ કરતા થાકી ગયેલી આંગળીઓને કસરત આપવી ખૂબ જરુરી છે. થોડી કસરત કરવાથી તમે એ આંગળીઓનો થાક દૂર કરી શકો છો. આંગળીઓનો તણાવ સમાપ્ત થઈ જશે અને તમે તમારું કાર્ય વધુ સારી રીતે કરી શકશો. કેવી રીતે કરશો આંગળીઓની કસરત ખુરશી પર બેઠા બેઠા તમારા હાથને ખભાની બરાબર સામે લાવવા. બંને હથેળીઓને નીચે તરફ વાળીને મુઠ્ઠી વાળવી. મુઠ્ઠી વાળતી અંગૂઠો અંદરની તરફ રાખવો. બંને હથેળીઓને એકબીજા તરફ ફેરવવી. ગોળ ગોળ ફેરવવી અને બધી દિશાઓ તરફ વાળવી. આમ કરતી વખતે શ્વાસની ગતિ સામાન્ય રાખવી. આ કસરત તમે દિવસમાં પાંચ- પાંચ મિનિટ સુધી કરી શકો છો. તેનાથી...

ગોમુખાસન એવી મહિલાઓ ખાસ કરે કે જેઓને...

ગોમુખાસન એવી મહિલાઓ ખાસ કરે કે જેઓને...   આજકાલ યુવાનોમાં નશો કે પછી સ્મોકિંગ ક્રેઝ વધી રહ્યો છે. જેના કારણે ટીબી જેવી ખતરનાક બિમારીઓનું ગમે તે સમયે આગમન થઇ શકે છે. નશાના વધુ પડતા દુષિત વાતવરણના કારણે શ્વાસ સંબંધિત બિમારીઓ થવાની પણ સંભાવના છે. જો થોડો સમય યોગાસન કરવામાં આવે તો આ બધી બિમારીઓથી બચી શકાય છે. બીજી તરફ અસંતુલિત આહાર અને અન્ય બિમારીઓના કારણે મહિલાઓનું શરીર પૂર્ણ વિકસિત થતું નથી તેમના માટે પણ યોગ લાભકારક છે. ગોમુખાસન આસનના નિયમિત પ્રયોગથી મહિલાઓને પૂર્ણ સૌંદર્ય પ્રાપ્ત થાય છે. સાથે જ ફેફસા સંબંધિત બિમારીઓ...

સંગીત અને યોગથી રાખો મગજને તંદુરસ્ત

સંગીત અને યોગથી રાખો મગજને તંદુરસ્ત  શરીરનો મહત્વનો ભાગ ગણાતા મગજને પણ ખોરાકની જરૂર હોય છે. મગજને બૂસ્ટ કરવાની અનેક રીતો છે. તેમાંની કેટલીક ખાસ છે... અનેક શોધ અને સંશોધનોમાં જોવા મળ્યું છે કે યોગ્ય માહોલ અને ઉચિત વ્યવહારથી મગજને ક્રિયાશીલ રાખી શકાય છે. એટલે કે સાચો આહાર, સંગીત, ગેમ્સ અને કસરત દ્વારા મગજના પાવરને વધારી શકાય છે. મોઝાર્ટ સાંભળો: સંગીતની મગજ પર સકારાત્મક અસર થાય છે. યુનિવર્સિટી ઓફ કેલફિોનિgયામાં થયેલો અભ્યાસ જણાવે છે કે, જે લોકો સતત પિયાનો વગાડતા રહે છે કે કોરસમાં ગીત ગાતા રહે છે, તેઓ ઝડપથી કોયડો ઉકેલી શકતા હોય...

યોગથી જાળવો સુંદરતા

યોગથી જાળવો સુંદરતા ત્વચાને સુંદર અને આકર્ષક બનાવવા માટે બજારમાં મળતી ઘણીબધી પ્રોડકટસનો ઉપયોગ મહિલાઓ કરતી હોય છે. પણ સુંદર થવા માટે યોગ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. યોગ કરવાથી તમારી ત્વચાના રિંકલ્સ, ડાર્ક સર્કલ્સ અને નિસ્તેજ ત્વચાથી તમે છુટકારો મેળવી શકશો. યોગથી શારીરિક શક્તિ સારી રહે છે અને સાથે જ તમારી સુંદરતામાં પણ વધારો કરે છે. - રોજ વીસ મિનિટ સુધી યોગ અભ્યાસ કરવાથી ઢીલી પડી ગયેલી ત્વચા ટાઇટ બને છે. તેથી ત્વચાની કાંતિ ખીલે છે અને કોમળ બને છે. - એક મહિનો...

કપાલ ભાતિ દૂર કરે છે શરીરની ચરબી

કપાલ ભાતિ દૂર કરે છે શરીરની ચરબી આ ક્રિયા કરવાથી ફેફસાના નીચેના ભાગમાં ભેગી થયેલી હવા-કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છેઅવ્યવસ્થિત દિનચર્યા અને અસંતુલિત ખોરાકને કારણે મોટાભાગના લોકોને બિનજરૂરી શરીર વધવાની સમસ્યાથી પીડાતા હોય છે. જેના લીધે આપણા સ્વાસ્થ્યને અનેક જોખમી બીમારીઓનો સામનો કરવો પડે છે. શરીરની આ ચરબી ઝડપથી દૂર કરવા માટે યોગ ક્રિયાની મદદ લઇ શકાય છે. આવી જ એક ક્રિયા છે કપાલ ભાતિ, જેનાથી નિશ્વિત રૂપે શરીરની ચરબી પર નિયંત્રણ લાવી શકાય છે. કપાલ ભાતિ કરવાની વિધિ –સમતળ જમીન પર સ્વચ્છ કપડું પાથરી પોતાની સુવિધા અનુસાર આસન પર બેસી જાવ. બેસ્યા બાદ પેટને ઢીલું મૂકી દો. હવે ઝડપથી શ્વાસ બહાર કાઢો અને પેટને અંદરની તરફ ખેંચો. શ્વાસને બહાર કાઢવો...

પ્રાણાયમના અનેક લાભ

પ્રાણાયમના અનેક લાભ  પ્રાણાયમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત રોગ તથા બીમારીઓ દૂર થાય છે.  - યોગમાં પ્રાણાયમ ક્રિયા સિદ્ધ થતા પાપ અને અજ્ઞાનતાનો નાશ થાય છે. - પ્રાણાયામની સિદ્ધિ દ્વારા મન સ્થિર બની યોગ માટે સમર્થ અને સુપાત્ર બને છે. - પ્રાણાયમના માધ્યમ દ્વારા જ આપણે અષ્ટાંગ યોગની પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને અંતમાં સમાધિની અવસ્થા સુધી પહોંચીએ છીએ. - પ્રાણાયમ દ્વારા આપણા શરીરનો સંપૂર્ણ વિકાસ થાય છે. ફેફસામાં વધારે માત્રામાં શુદ્ધ હવા ભરાવાથી શરીર સ્વસ્થ રહે છે. - પ્રાણાયમથી આપણો માનસિક વિકાસ પણ થાય છે. પ્રાણાયમ કરીને આપણે મનને એકાગ્ર બનાવી શકીએ છીએ. જેનાથી મન આપણા નિયંત્રણમાં આવી જાય છે. - પ્રાણાયમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત રોગ તથા બીમારીઓ...

પેટ સંબંધિત બીમારીઓ દૂર કરે છે સેતુબંધ

પેટ સંબંધિત બીમારીઓ દૂર કરે છે સેતુબંધ  આ આસન કમર દર્દને દૂર કરવામાં મદદરુપ બને છે. અસંતુલિત ખોરાકને કારણે કોઇને પણ પેટ સંબંધિત અનેક બીમારીઓ થઇ શકે છે. જેવી કે કબજિયાત, એસીડીટી, સમયે ભૂખ ન લાગવી, આંતરડા સંબંધિત બીમારી, કમર દર્દ વગેરે. જો આપ પણ આ બધી બીમારીઓથી પરેશાન છો તો નિયમિતરુપે સેતુબંધ આસન કરો. સેતુબંધ આસન નિશ્વિત રુપે આપને એક નવી ઊર્જા પ્રદાન કરશે અને બીમારીઓમાં રાહત આપશે. સેતુબંધ આસનની વિધિ –  સમતળ જમીન પર કોઇ કપડું પાથરી પીઠના બળે સૂઇ જવું. બંને હાથ સીધા અને જમીનની નજીક રાખો તેમજ હથેળીઓને જમીન તરફ રાખો. બંને પગને ઘૂંટણની ઉપર તરફ ઉઠાવો જેથી પગના તળિયા જમીન સાથે જોડાઇ જાય. હવે શ્વાસ અંદર ખેંચો, થોડી ક્ષણ માટે...

પાચનતંત્ર વ્યવસ્થિત કરે છે નૌકાસન

પાચનતંત્ર વ્યવસ્થિત કરે છે નૌકાસન જો આપને વધારે ઊંઘ આવતી હોય તો તેને નિયંત્રિત કરવામાં આ આસન સહાયક બનશે.  શું આપના પાચનતંત્રમાં કોઇ સમસ્યા છે? આંતરડામાં કોઇ નાની-મોટી બીમારી છે? હર્નિયાના રોગથી પીડાવ છો? વધારે ઊંઘ આવે છે? જો આપ આમાંથી કોઇપણ સમસ્યાથી પરેશાન છો તો આ સમસ્યાઓમાં નૌકાસન ફાયદો કરાવશે. નૌકાસન – આ આસનમાં આપણું શરીર નૌકા સમાન દેખાય છે, માટે જ તેને નૌકાસન કહે છે. નૌકાસન કરવાની વિધિ – સમતળ સ્થાન ઊપર કોઇ આસન પાથરી તેના પર પીઠના બળે સૂઇ જાવ. હવે ચિત્રમાં બતાવ્યા મુજબ બંને હાથ, પગ અને માથાને ઊપર તરફ ઉઠાવો. આ અવસ્થાને નૌકાસન કહે છે. થોડી ક્ષણો સુધી આ પોઝીશન જાળવી રાખો. પછી ધામે-ધીમે હાથ, પગ અને માથું જમીન...

હાઈટ વધારવા માટે તાડાસન કરવુ

હાઈટ વધારવા માટે તાડાસન કરવુ જો કોઈ માણસ પોતાની હાઈટથી સંતોષ ન હોય તો તેની માટે તાડાસન સૌથી સારો ઉપાય છે. આ આસનમા જરૂરથી હાઈટ વધી જાય છે. આ આસન નાની ઉમરના લોકો માટે વધારે ફાયદાકારક છે. તાડાસનની વિધિ - સીધા સ્થાન પર ચાદર રાખી સીધા ઉભા રહો અને પ્રયાસ કરો કે તમારા પગ એક બીજાને અડતા રહે. સાથે હાથને પોતાની બાજુમા રાખવા. પુરા શરીરને સ્થીર રાખવું અને એ ધ્યાન રાખવુ કે પુરા શરીરનો વજન બન્ને પગ બરાબર રૂપથી આવે. બન્ને હાથની આંગળીને મેળવીને માથા પર રાખવી. હથીળીઓની દિશા ઉપરની તરફ હોવી જોઇએ. શ્વાસ લેતા-લેતા પોતાના હાથને ઉપરની તરફ ખેંચો, તામારા ખભા અને છાતીમા પણ ખેંચાવ આવશે. સાથે જ પગની એડીને પણ પગની આંગળીઓ પર સંતુલન રહે તેમ કરવું. આવુ...

પ્રસવ-પીડા ઓછી કરશે બદ્ધ કોણાસન

પ્રસવ-પીડા ઓછી કરશે બદ્ધ કોણાસન  બદ્ઘ કોણાસન એ મહિલાઓ માટે છે જેઓ ટૂંક સમયમાં જ મા બનવાની છે. ગર્ભાવસ્થા દરમ્યાન બદ્ધકોણાસન ખૂબ ફાયદાકારક છે. આ આસન કરવાથી પ્રસવ પીડા ઓછી થાય છે.પુરુષો પણ આ આસન કરી શકે છે.કોણાસનથી શરીરના અનેક રોગ દૂર થાય છે. બદ્ધકોણાસનની વિધી-સમતળ સ્થાને કંબલ અથવા અન્ય કોઈ કપડું પાથરીને બંને પગને સામેની તરફ લંબાવીને સુઈ જવું. પછી બંને ધુંટણોને વાળીને પલાંઠીની જેમ વાળવા ત્યાર બાદ બંને પગના ઘૂંટણ પગના તળીયા સાથે જોડવા. બંને હાથની આંગળીઓને પણ એકબીજા સાથે જોડવી. પગની આંગળીઓને બંને હાથની આંગળીઓથી પકડી લેવી તથા પીઠને સીધી રાખીને શાંતિથી આસન કરવાનો પ્રયત્ન કરવો. આ આસનને તમે તિતલી આસન પણ કહી શકો છો. બંને હાથને સીધા કરીને...

પશ્વિમોત્તાનાસન

પશ્વિમોત્તાનાસન આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ અને શક્તિશાળી બને છે. વિધી- સમતળ જમીન પર આસન પાથરીને બંને પગોને સામેની તરફ સીધા કરીને બેસવું. ધીમે-ધીમે શરીરનો ઉપરનો હિસ્સો આગળની તરફ નમાવતા નમાવતા બંને પગના અંગૂઠા પકડવાનો પ્રયાસ કરવો. ઘૂંટણને વાળવા નહીં અને મસ્તક ઘૂંટણે અડે તે રીતે નમાવવું. આ સ્થિતિમાં થોડીવાર રોકાવું. જ્યારે સારી રીતે અભ્યાસ થઇ જાય તો બંને હાથની આંગળીઓ એકબીજા સાથે ભરાવી બંને પગના તળીયાને પકડવાનો પ્રયત્ન કરવો. આ આસનને ત્રણ આવૃત્તિમાં કરવું. જેને કમરમાં પીડા થતી હોય તેમણે આ આસન ન કરવું. લાભ- આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ અને શક્તિશાળી બને છે. તેની સાથે-સાથે તન...

પીઠનું દર્દ દૂર કરશે-પર્વતાસન

પીઠનું દર્દ દૂર કરશે-પર્વતાસન  જો તમે પીઠના દુખાવાથી પરેશાન છો તો તમારા માટે પર્વતાસન ખૂબ લાભદાયી છે. આ આસનથી ખભાનો અને પીઠનો દુખાવો દૂર થાય છે અને તેનાથી હાડકાની મજબૂતી પણ વધે છે.પર્વતાસનથી હાડકા વધુ મજબુત બને છે. કરોડરજ્જુની મજબુતાઈમાં વધારો થાય છે. પવર્તાસનનો પ્રયોગસપાટ જમીન પર કપડું કે ચાદર પાથરીને સુઈ જવું. કમરને સીધી રાખવી. બંને હાથની આંગળીઓ એકબીજા સાથે ઈંટરલોકની જેમ જોડી દેવી.હથેળીને વાળીને મસ્તિષ્ક ઉપર લાવવી. પર્વતાસન કરવા માટે બંને હાથને ઉપરની તરફ ખેંચો. બંને બાજુઓ સીધી કરો. હાથ અને બંને બાજુઓના હાડકામાં ખેંચાણનો અનુભવ કરો. આ સ્થિતિમાં એક કે બે મિનિટ સુધી રહેવું. ઉંડો શ્વાસ લેવો, અંતે બંને હાથોને નીચે લાવવા. પગની સ્થિતિને...

સુંદર દેખાવા માટે ગર્ભાસન બેસ્ટ

સુંદર  દેખાવા માટે ગર્ભાસન બેસ્ટ જો તમે હરહંમેશ અને લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાવવા માંગતા હોવ તો અત્યારથી જ ગર્ભાસન કરવાનું શરુ કરી દો. ગર્ભાસનથી ચહેરાની ચમક લાંબા સમય સુધી ટકી રહેશે. તેનો નિયમિત અભ્યાસ કરવાથી ચહેરા પર કરચલીઓ બહુ ઓછી પડે છે.ગર્ભ સંબંધી દરેક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ગર્ભાસન. ગર્ભાસનનો પ્રયોગ સમતળ સ્થાને ચાદર પાથરીને બેસી જાઓ.પદ્માસન કે પલાંઠી વાળીને બેસો. બંને હાથને જાંઘ તથા પગના ઘુંટણ વચ્ચેથી પસાર કરો. કોણીઓને બહારની તરફ ખેંચો. બંને કોણીઓને વાળીને બંને ઘુંટણ તરફ ઉપર ઉઠાવો. શરીરને સંતુલિત કરતા બંને હાથેથી કાન પકડવાની કોશિષ કરો. આસનની સ્થિતિમાં આવો ત્યારે શરીરનો સંપૂર્ણ ભાર નિતમ્બ તરફ ઝુકાવી દો.આ સ્થિતિમાં...

પદ્માસનથી મળશે શાંતિ

પદ્માસનથી મળશે શાંતિ સમગ્ર દિવસ દરમ્યાન તરોતાજ રહેવાનો સૌથી સરળ ઉપાય છે પદ્માસન. પદ્માસનના પ્રતિદિન અભ્યાસથી તમારું મન એકાગ્ર થશે.કોઈ પણ પરિસ્થિતિમાં તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધી જશે. તમે વધુ કાર્યક્ષમ બનશો.મન શાંત રહેશે. પદ્માસનનો પ્રયોગ સમતળ જમીન પર ફક્ત ચાદર પાથરીને બેસવું.ડાબા પગની એડીને જમણા પગ પર એવી રીતે મુકવી કે એનાથી એડી નાભી પાસે આવી જાય. ત્યારબાદ જમણા પગને ઉપાડીને ડાબા પગ પર એવી રીતે રાખવો કે બંને એડીઓ નાભી પાસે મળી જાય. મેરુદન્ડ સહીત કમરના ઉપરના ભાગને એકદમ સીધો રાખવો. બંને ઘુંટણને જમીનથી ઉપર ના ઉપાડવા.હવે બંને હાથની હથેળીઓને પલાંઠીમાં મુકવી. આંખ બંધ કરીને ધ્યાનમાં બેસવું. વારંવાર પગને બદલ્યા કરવો. પદ્માસનના લાભ આ...

ઉષ્ટ્રાસન અનેક બિમારીઓનો એક ઈલાજ

ઉષ્ટ્રાસન અનેક બિમારીઓનો એક ઈલાજ જો તમે શ્વાસ, ઉદર, પિંડીઓ, પગ, ખભા, કોણી અને મેરુદંડ સંબંધી કોઈ રોગથી પિડીત છો તો તમારા માટે ઉષ્ટ્રાસન બહુ લાભકારક છે. આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી દરેક રોગમાં ચમત્કારિક લાભ થાય છે.આ આસનમાં આપણા શરીરની અવસ્થા ઉંટ સમાન બને છે, આ જ કારણથી તેને ઉષ્ટ્રાસન કહેવામાં આવે છે.થોડી વાર આ જ અવસ્થામાં રહીને તમારા શરીરની સ્થિતિને અનુભવો અને ધીરે ધીરે પુન વ્રજાસનની સ્થિતિમાં આવી જાઓ. સાવધાની ક્યારેય જોર દઈને કે ઝાટકાથી આ પ્રકારનું આસન ન કરવું. પાછળ વળતી વખતે જાંઘ હંમેશા સીધી રાખવાનો પ્રયત્ન કરવો. અંતિમ સ્થિતિમાં ઘુંટણથી ગરદન સુધીનો ભાગ સીધો રાખવો. આસનની મૂળ સ્થિતિમાં આવતી વખતે ઘુંટણ સુધીનો ભાગ સીધો રાખવો. જે લોકોને...

સિદ્ધાસનથી પ્રાપ્ત થશે અલૌકિક સિદ્ધીઓ

સિદ્ધાસનથી પ્રાપ્ત થશે અલૌકિક સિદ્ધીઓ સિદ્ધ મહાપુરુષોનું પ્રિય આસન છે સિદ્ધાસન.સિદ્ધાસનને દરેક આસનોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ આસનના નિયમિત અભ્યાસથી અલૌકિક શક્તિઓની પ્રાપ્તિ થાય છે. સિદ્ધાસનની વિધી સમતલ સ્થાન પર ચાદર કે આસન પર બેસીને પગને ખુલ્લા રાખવા. હવે જમણા પગની એડીને ગુદાની વચ્ચે ખેંચવી. ડાબા પગની એડીને જનનેન્દ્રિયની ઉપર એ પ્રકારે ખેંચવી જેનાથી જનનેન્દ્રિય અને અંડકોષની ઉપર કોઈ દબાણ ન થાય. જમણા પગની એડીનો ક્રમ બદલી પણ શકાય છે.બંને પગના તળીયા જાંઘ અને મધ્ય ભાગની વચ્ચે રાખવા.હથેળી ઉપરની બાજુએ રાખવી અને બંને હાથને પલાંઠીની વચ્ચે રાખવી. બંને હાથને જ્ઞાનમુદ્રાની વચ્ચે રાખવા. આંખો ખુલ્લી અથવા બંધ રાખવી.શ્વાસ સામાન્ય રાખવા અને ધ્યાન...

યુવાની અને સુંદરતા વધારશે વક્રાસન

યુવાની અને સુંદરતા વધારશે વક્રાસન વક્રાસન આસનમાં આપણા શરીરની અવસ્થા દેડકા જેવી બને છે. આ જ કારણે તેને વક્રાસન કહેવામાં આવે છે. આ આસનમાં આપણા શરીરમાંથી આંતરિક તેમજ બાહ્ય શક્તિમાં ગુણોત્તર વૃદ્ધિ થાય છે. થોડા સમયમાં જ આસનના લાભથી તમારું શરીર શાંતિનો અનુભવ કરશે. વક્રાસનની વિધી સમતળ સ્થાન પર ચાદર પાથરીને બેસવું. હવે બંને હાથોને સામેની ભૂમિ પર રાખવા. શ્વાસ સામાન્ય રાખવા. બંને ઘુંટણને બંને હાથની કોણીઓ સાથે સ્થિર કરવી. શ્વાસ અંદર તરફ ખેંચવો અને શરીરને ધીરે ધીરે હથેળીઓના સહાર ઉપર તરફ ખેંચવું. આ આસન ઘણું કઠિન છે પરંતુ તેનો નિરંતર અભ્યાસ કરવાથી આસનની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત થાય છે. પરંતુ ધ્યાનમાં રાખવું કે હાથમાં જો કોઈ મુશ્કેલી હોય તો આસન ન કરવું. વક્રાસનના...

ઉત્તાનપાદ આસન

ઉત્તાનપાદ આસન આ આસનના અભ્યાસથી મણિપૂરક ચક્ર જાગૃત થાય છે. વિધિ - એકાંત સ્થળે સમતળ જમીન પર આસન પાથરો, પીઠના બળે જમીન પર આડા પડો. બંને હાથને શરીરની બાજુમાં રાખો. પોતાની આંખો ખુલ્લી રાખો તથા શ્વાસને અંદર ખેંચતા ખેંચતા બંને પગને એકસાથે લગભગ એક ફૂટ ઊંચા ઊઠાવો. પોતાના માથાને જમીન પર ટેકવી રાખો. હવે ધીમે-ધીમે પગને એકસાથે જમીન પર મૂકો અને થોડીવાર વિશ્રામ કરો. અભ્યાસ થયા બાદ આ ક્રિયા નિયમિત પાંચ વખત કરો. સાવધાની – આસનનો અભ્યાસ ધીરજપૂર્વક કરો. ઉતાવળમાં શરીર પર વધારે જોર ન આપવું. લાભ – ઉત્તાનપાદ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી પેટ સંબંધિત બધી બીમારીઓ મટી જાય છે. આ આસન નાભી પર પ્રભાવ પાડે છે. નાભી સ્થળ 72 હજાર સુક્ષ્મ નાડીઓનું...

માંસપેશિઓનું સ્વાસ્થ્ય સુધારે છે ત્રિકોણાસન

માંસપેશિઓનું સ્વાસ્થ્ય સુધારે છે ત્રિકોણાસન  ત્રિકોણાસનથી શરીરના પાછળના ભાગની ચરબી ઓછી થાય છે. પૃષ્ઠાંશની માંસપેશીઓ પર બળ પડવાથી તેનું સ્વાસ્થ્ય સુધરે છે. વિધિ- બંને પગની વચ્ચે લગભગ દોઢ ફૂટનું અંતર રાખીને સીધા ઊભા રહો. બંને હાથને ખભાની સમાંતર ખોલી દો. શ્વાસ લઇને ડાબા હાથને સામે લાવતા લાવતા ડાબા પંજા પાસે જમીન પર ટેકવી દો. અથવા હાથને એડી સાથે જોડો તથા હાથને ઉપરની તરફ ઉઠાવી, ગળાને જમણી તરફ ફેરવીને જમણા હાથને જુઓ. પછી ધીમે-ધીમે શ્વાસ છોડતા પહેલાની સ્થિતિમાં આવી આ અભ્યાસ ફરીથી કરો. સાવધાની - આસનનો અભ્યાસ ધૈર્યપૂર્ણ રીતે કરો. ઉતાવળ ન કરવી અને ઝડપમાં શરીર પર વધારે જોર ન કરવું. લાભ- શરીરના પાછળના ભાગની ચરબી ઓછી...

શવાસન કરવાથી દૂર થાય છે માનસિક અને શારીરિક થાક

શવાસન કરવાથી દૂર થાય છે માનસિક અને શારીરિક થાક આ આસન કરવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. સૂક્ષ્મ ઊર્જા કેન્દ્ર જાગૃત થાય છે અને થાકમાંથી મુક્તિ મળે છે. વિધિ- આ આસનમાં આપે કંઇજ વિશેષ કરવાનું નથી. આપ એકદમ સહજ અને શાંત બની જાવ તો મન અને શરીરને આરામ મળશે. દબાણ અને થાક દૂર થઇ જશે. શ્વાસ અને નાડીની ગતિ સામાન્ય થઇ જશે. આ કરવા માટે પીઠના બળ પર સૂઇ જવું. પગને ઢીલા છોડી બંને હાથને શરીરની સમાંતર રાખી બાજુમાં રાખો. શરીરને જમીન પર સંપૂર્ણપણે સ્થિર થઇ જવા દો. હવે શરીરના દરેક અંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને એકદમ શાંત અને સ્વસ્થ અનુભવો. એવી કલ્પના કરો કે શરીરનું એક-એક અંગ શાંત, સ્વસ્થ, નિરોગી અને શક્તિશાળી બની રહ્યું છે. શવાસનમાં આપનું મન...

અનેક બિમારીઓનો એક ઈલાજ- શીર્ષાસન

અનેક બિમારીઓનો એક ઈલાજ- શીર્ષાસન યોગાસનના નિયમિત અભ્યાસથી આપણું શરીર હંમેશા સ્વસ્ત અને નિરોગી બને છે. જો યોગાસનનો અભ્યાસ નિયમિત કરવામાં આવે તો આપણી કાર્યક્ષમતા વધે છે. આ દરેક આસનોમાં એક મહત્વપૂર્ણ આસન છે શીર્ષાસનશી્ર્ષાસન એક એવું આશન છે જેના અભ્યાસથી આપણે સદૈવ અનેક મોટી બિમારીઓથી દૂર રહીએ છીએ. જો કે આ આસન ખૂબ મુશ્કેલ છે. દરેક વ્યક્તિ માટે તે સહજ નથી. શીર્ષાસન કરવાથી આપણું પાચનતંત્ર ખૂબ સારું રહે છે.  શીર્ષાનની વિધીશીર્ષાસન કરવા માટે સૌથી પહેલા સમતળ સ્થાન પર શેતરંજી પાથરીને વર્જાસનની અવસ્થામાં બેસવું. જ્યારે બંને હાથ આગળની તરફ ઝુકાવવામાં આવે ત્યારે આગળ નમીને કોણીઓને જમીન પર ટેકવી દેવી. બંને હાથ તથા આંગળીઓને એકબીજા સાથે જોડી...

આયાસ વિનાનો પ્રયાસ

આયાસ વિનાનો પ્રયાસ આસનનું મૂળ તો માણસની ત્રણ સ્થિતિ- ઊભા રહેવું, બેસવું, સૂવું- પર આધારિત હોય છે. આસન એ કંઈ જેને યાંત્રિક ઢબે કરી શકાય એવી ક્રિયાઓની શૃંખલા જ માત્ર નથી. દરેક આસન પાછળ એક તર્ક હોય છે, જેનો યોગ્ય રીતે અભ્યાસ કરવાથી જ એને આત્મસાત્ કરી શકાય છે.સંસ્કૃત શબ્દ આસનનો અર્થ ક્યારેક ‘મુદ્રા’ તો ક્યારેક ‘સ્થિતિ’ એવો કરવામાં આવે છે, પરંતુ બન્ને શબ્દો એકદમ સચોટ નથી. આ બન્ને શબ્દ આસનના સાચા અર્થને વ્યક્ત નથી કરતા. આસનની અંતિમ મુદ્રા ત્યારે જ મેળવી શકાય જ્યારે શરીરનાં તમામ અંગ સાચી અવસ્થા, જાગૃતિ તથા બૌદ્ધિકતાની સ્થિતિમાં હોય. એ મેળવવા માટે આસનની પ્રત્યેક સંરચનાને સારી રીતે સમજવી જરૂરી છે.ઘણી વાર લોકો યોગની શરૂઆત પૂર્વાગ્રહ સાથે...

પ્રાણાયામ. . . .

પ્રાણાયામ. . . .  પ્રાણાયામ વિષે ઘણા પ્રકારની સાચી ખોટી ગેરસમજ સમાજમાં પ્રર્વતતે છે. જનમાનસમાં ઘણા પ્રશ્નો ઉદભવે છે કે પ્રાણાયામ એટલે શું? પ્રાણાયામ કયારે કરવા જોઇએ? શું પ્રાણાયામથી અસ્થમાં ટી બી હદયરોગ જેવા રોગો મટે ખરા? શું એ વાત સાચી કે યોગ્ય ગુરુ વગર પ્રાણાયામ ન થઇ શકે? સ્ત્રી પ્રાણાયામ કરી શકે? રાત્રે સુતાં પહેલાં પ્રાણાયામ થાય કે કેમ? પ્રાણાયામ અને સિદ્ધિઓ વચ્ચે કંઇ સંબંધ ખરો કે? પ્રણાયામથી કુંડલીની શકિત જાગત થાય? ..વગેરે આ બઘાં જ પ્રશ્નોનો વિચાર કરતાં એમ લાગે છે કે યોગમાર્ગમાં રસ ધરાવનાર ઘણા માનવોને મનમાણ પ્રાણાયામનાં અભ્યાસ અંગેભયની લાગણી રહી છે. જો પ્રાણાયામને બરાબર સમજી લેવામાં આવે તો પ્રાણાયામ અંગેનીદ્વિધામાંથી બહાર નીકળી...

ઊંડા શ્વાસોશ્વાસ અને પ્રાણાયામ

ઊંડા શ્વાસોશ્વાસ અને પ્રાણાયામ  ઊંડા શ્વાસોશ્વાસ:માત્ર એક મિનિટની ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી વધેલું બ્લડપ્રેશર ઘટે છે અને ઘટાડાની અસર આશરે ત્રીસેક મિનિટ સુધી ચાલુ રહે છે! જો નિયમિત પેટથી ઊંડા શ્વાસોશ્વાસ લેવાની ટેવ પાડી શકાય તો ઘણા બધા રોગોમાંથી બચી શકાય. જે લોકોમાં (ઊંડા શ્વાસોશ્વાસથી કે અન્ય કસરતો કરીને) ફેફસાંની ક્ષમતા (વાઇટલ કેપેસિટી) વધારે હોય છે એ લોકોને હાર્ટ એટેક આવવાની શકયતા અન્ય લોકો કરતાં ઘણી ઓછી હોય છે. વળી, હ્રદયરોગને કારણે થતા દુ:ખાવા ઉર્ફે એન્જાઇનાનું દર્દ પણ ઊંડા શ્વાસોશ્વાસ લેવાથી ઘટી શકે છે એવું સાબિત થયુ છે. આમ, હ્રદયરોગને અટકાવવામાં અને એનો દુ:ખાવો થાય તો એને ઘટાડવામાં ઊંડા શ્વાસોશ્વાસ મદદરૂપ થાય છે. ગુસ્સો...

પ્રાણોના સંચારની વિધિ પ્રાણાયમ

પ્રાણોના સંચારની વિધિ પ્રાણાયમ   જે ક્રિયા દ્વારા આપણે શ્વાસ લેવાની પ્રક્રિયાને નિયંત્રિત કરીએ છીએ તેને પ્રાણાયમ કહીએ છીએ અષ્ટાંગ યોગના પ્રથમ ત્રણ ચરણો યમ, નિયમ અને આસન બાદ ચોથું ચરણ છે પ્રાણાયમ. પ્રાણાયમના માધ્યમથી ચિત્તની શુદ્ધિ કરવામાં આવે છે. ચિત્તની શુદ્ધિનો અર્થ છે આપણા મન-મસ્તિષ્કમાં કોઇ ખરાબ વિચાર ન આવે. આવો જાણીએ પ્રાણાયમની ક્રિયા શું છે - અષ્ટાંગ યોગમાં પ્રાણાયમ ચોથું ચરણ છે....

શીતકારી પ્રાણાયામથી સારી ઊઘ આવી શકે

શીતકારી પ્રાણાયામથી સારી ઊઘ આવી શકેશીતકારી પ્રાણાયામ શરીરમાં શીતળતા લાવે છે, તેથી તેનું નામ શીતકારી પ્રાણાયામ પડયું છે. જે ઘરમાં સરળતાથી કરી શકાય છે. તમે તે ઘરમાં કોઈ પણ ઘ્યાનાત્મક આસનમાં કરી શકો છો. જો ઘૂંટણમાં તકલીફ હોય તો તમે ખુરશી પર પગ લંબાવીને બેસી શકો છો. આ યોગાસન તમે કોઈ પણ સમયે કરી શકો છે. આ પ્રાણાયામથી શારીરિક અને માનસિક બંને લાભ મળે છે સૌપ્રથમ તો બંને હોઠ ખુલ્લા કરી દો અને દાંતના માઘ્યમથી મોં વડે શ્વાસને અંદર ખેંચો. મોં બંધ કરીને નાક વડે શ્વાસ ધીમે ધીમે બહાર નીકાળો. હવે પહેલાની જેમ મોંથી શ્વાસને અંદરની બાજુએ ખેંચો અને નાકથી ધીમે ધીમે બહાર નીકાળો. આ પ્રક્રિયાનો અભ્યાસ એક મિનિટથી વધારીને પાંચ મિનિટ સુધી કરો. આ પ્રાણાયામ કરતી...

પ્રાણાયામથી રહો એકદમ ફિટ

પ્રાણાયામથી રહો એકદમ ફિટ પ્રાણાયામનો શાબ્દિક અર્થ છે પ્રાણનું આયામ એટલે કે વિસ્તાર. પ્રાણાયામની પરિભાષા મર્હિષ પતંજલિએ...

પ્રાણાયામ કરો આ રીતે

પ્રાણાયામ કરો આ રીતે  પ્રાણાયામનું ઘણું મહત્ત્વ છે. આપણા ઋષિ મુનિઓની તે આપણને ઉત્તમ દેણ છે. પ્રાણાયામના જુદા - જુદા પ્રકાર હોય છે અને તે કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, મન પ્રફુલ્લિત રહે છે, એકાગ્રતા વધે છે તથા પ્રાણાયામથી શરીરના પ્રત્યેક...

યોગિક માલિશ

  યોગિક મસાજ  યોગાસન કરવાથી શરીરની સારી રીતે માલિશ થાય છે. એને યોગિક મસાજ કહેવાય છે. યોગિક કસરતોથી શરીરને અને મનને ચુસ્ત અને તંદુરસ્ત રાખે છે. જેવાકે………… વસ્ત્રાધોતી:-       ગળું એ આપણા શરીરનું એક અંગ છે. સંગીતના ક્ષેત્રથી સંકળાયેલા લોકોએ આંગળીમાં મધ અને હળદરનું મિશ્રણ લઈ ગળાની અંદર હલકે હાથે મસાજ કરવો જોઈએ.        પાચન યોગ્ય રીતે થાય તે માટે અન્નનળી [ફૂડપાઈપ] બરાબર રહે એ મહત્વનું છે. વસ્ત્રા ધોતી ગળું અને ફૂડપાઈપને સાફ કરવાનો યોગ્ય અને સારો ઉપાય છે. [શરૂઆતમાં યોગ્ય નિરીક્ષણ હેઠળ કરવું વધ્હારે હિતાવહ છે.] કપડાંની પટ્ટીને મીઠાયુક્ત પાણીમાં ઝબોળવામાં આવ્યા બાદ ધીમે ધીમે ગળામાં...

Pages 381234 »

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger